PM Modi addresses public meetings in Telangana’s Kamareddy & Maheshwaram
November 25th, 02:15 pm
Ahead of the Telangana assembly election, PM Modi addressed emphatic public meetings in Kamareddy and Maheshwaram today. He said, “Whenever I come to Telangana, I see a wave of hope among the people here. This wave is the wave of expectation. It is the wave of change. It is the wave of the sentiment that Telangana should achieve the height of development that it deserves.”ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 17th, 11:10 am
ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની ત્રીજી આવૃત્તિમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉ જ્યારે અમે 2021માં મળ્યા હતા ત્યારે સમગ્ર વિશ્વ કોરોનાની અનિશ્ચિતતાથી ઘેરાયેલું હતું. કોરોના પછી દુનિયા કેવી હશે તે કોઈ જાણતું ન હતું. પરંતુ આજે વિશ્વમાં એક નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઈ રહી છે અને આ બદલાતી વિશ્વ વ્યવસ્થામાં સમગ્ર વિશ્વ નવી આકાંક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે. આર્થિક સંકટથી ઘેરાયેલી દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત થઈ રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે ભારત વિશ્વની ટોચની 3 આર્થિક શક્તિઓમાં સામેલ થશે. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં મહત્તમ વેપાર દરિયાઈ માર્ગે જ થાય છે. પોસ્ટ-કોરોના વિશ્વમાં, આજે વિશ્વને પણ વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇનની જરૂર છે. એટલા માટે ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની આ આવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.પ્રધાનમંત્રીએ ગ્લોબલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2023નું ઉદઘાટન કર્યું
October 17th, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ગ્લોબલ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2023ના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીએ 'અમૃત કાળ વિઝન 2047'નું અનાવરણ પણ કર્યું હતું, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઇકોનોમી માટે બ્લૂપ્રિન્ટ છે. આ ભવિષ્યલક્ષી યોજનાને અનુરૂપ પ્રધાનમંત્રીએ રૂ. 23,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઈકોનોમી માટે 'અમૃત કાળ વિઝન 2047' સાથે સુસંગત છે. આ સમિટ દેશના દરિયાઇ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.તેલંગાણાના મહબૂબનગરમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
October 01st, 02:43 pm
તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરારાજન જી, કેન્દ્ર સરકારમાં મારા સાથી મંત્રી જી. કિશન રેડ્ડી જી, સંસદમાં મારા સાથી શ્રી સંજય કુમાર બંડી જી, અહીં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો, નમસ્કાર!પ્રધાનમંત્રી શ્રીએ તેલંગાણાનાં મહબૂબનગરમાં રૂ. 13,500 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
October 01st, 02:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાનાં મહબૂબનગરમાં રૂ. 13,500 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કરી હતી. વિકાસ યોજનાઓમાં માર્ગ, રેલ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને ઉચ્ચ શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે એક ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી.રાયગઢ, છત્તીસગઢમાં રેલ સેક્ટર પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 14th, 03:58 pm
આજે છત્તીસગઢ વિકાસની દિશામાં વધુ એક મોટું પગલું ભરી રહ્યું છે. આજે છત્તીસગઢને 6400 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટની ભેટ મળી રહી છે. ઉર્જા ઉત્પાદનમાં છત્તીસગઢની ક્ષમતા વધારવા અને આરોગ્ય ક્ષેત્રે વધુ સુધારા માટે આજે ઘણી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આજે અહીં સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયગઢમાં આશરે રૂ. 6,350 કરોડનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું
September 14th, 03:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢનાં રાયગઢમાં આશરે રૂ. 6,350 કરોડનાં મૂલ્યનાં કેટલાંક રેલવે ક્ષેત્રનાં વિવિધ પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા હતાં. તેમણે છત્તીસગઢના 9 જિલ્લાઓમાં 50 પથારીવાળા 'ક્રિટિકલ કેર બ્લોક્સ'નો શિલાન્યાસ પણ કર્યો હતો અને તપાસ કરાયેલી વસતિને 1 લાખ સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડનું વિતરણ કર્યું હતું. આ રેલવે પ્રોજેક્ટ્સમાં છત્તીસગઢ ઇસ્ટ રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો, ચંપાથી જામગા વચ્ચેની ત્રીજી રેલવે લાઇન, પેન્ડરા રોડથી અનુપપુર વચ્ચેની ત્રીજી રેલવે લાઇન અને તલાઇપલ્લી કોલસાની ખાણને એનટીપીસી લારા સુપર થર્મલ પાવર સ્ટેશન (એસટીપીએસ) સાથે જોડતી એમજીઆર (મેરી-ગો-રાઉન્ડ) સિસ્ટમ સામેલ છે.ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
March 18th, 11:17 pm
ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ સાથે સંકળાયેલા તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. દેશ અને વિદેશમાંથી જે દર્શકો- વાચકો, ડિજિટલ માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, તે સૌને પણ મારા અભિનંદન. મને આ જોઇને ઘણો આનંદ થયો કે આ કોન્ક્લેવની થીમ - ધ ઇન્ડિયા મોમેન્ટ રાખવામાં આવી છે. આજે દુનિયાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો, વિચારકો, બધા જ એવું કહે છે કે ‘ધીસ ઇઝ ઇન્ડિયાઝ મોમેન્ટ’. પરંતુ જ્યારે ઇન્ડિયા ટુડે ગ્રૂપ આવો આશાવાદ બતાવે છે, ત્યારે તે કંઇક ખાસ બની જાય છે. આમ તો, મેં 20 મહિના પહેલાં જ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે - આ જ સમય છે, યોગ્ય સમય છે. પરંતુ અહીં સુધી પહોંચવામાં 20 મહિના નીકળી ગયા. ત્યારે પણ લાગણી તો એક જ હતી – આ ભારતની ક્ષણ છે.પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું
March 18th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.સિકંદરાબાદથી વિશાખાપટનમને જોડતી વંદે ભારત ટ્રેનનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શુભારંભ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 15th, 10:30 am
નમસ્કાર, તેલંગાણાના રાજ્યપાલ ડૉક્ટર તમિલિસૈ સૌદરરાજન જી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જી, કેન્દ્રીય પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી જી, તેલંગાણાના મંત્રી મોહમ્મદ મહેમૂદ અલી ગારુ, ટી. શ્રીનિવાસ યાદવ, સંસદના મારા સાથી .મારા મિત્ર બંડી સંજય ગારુ, કે. લક્ષ્મણ ગારુ, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રી શ્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદ સાથે વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી
January 15th, 10:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ભારતીય રેલ્વે દ્વારા રજૂ કરવામાં આવેલી આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે અને તે લગભગ 700 કિમીનું અંતર આવરી લેતી તેલુગુભાષી બે રાજ્યો તેલંગણા અને આંધ્રપ્રદેશને જોડતી પ્રથમ ટ્રેન હશે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા સ્ટેશનો અને તેલંગાણાના ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશન પર સ્ટોપેજ હશે.પ્રધાનમંત્રી શ્રી 15મી જાન્યુઆરીએ સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે
January 13th, 05:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15મી જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.