વર્ચ્યુઅલ વૈશ્વિક રોકાણકાર ગોળમેજી બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 05th, 07:10 pm
આપ સૌનું સ્વાગત કરતા મને ઘણો આનંદ થાય છે. અમારી સાથે તમારું જોડાણ વધારવા માટે તમારી આતુરતા જોઇને મને ખૂબ જ ખુશીનો અનુભવ થઇ રહ્યો છે. હું આશા રાખું છું કે એકબીજાના દૃષ્ટિકોણ વિશેની આપણી સારી પારસ્પરિક સમજણ, તમારી યોજનાઓ અને અમારી દૂરંદેશીને વધુ એકરૂપ કરવામાં પરિણમશે.પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ વૈશ્વિક રોકાણકાર ગોળમેજી બેઠકની અધ્યક્ષતા કરી
November 05th, 07:01 pm
પ્રધાનમંત્રીએ રોગચાળા અને ભારતની બેઠા થવાની ક્ષમતા પર જણાવ્યું હતું કે, આ રોગચાળામાં ભારતે વાયરસ સામે લડીને તેમજ સાથે સાથે આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરીને એની ફરી બેઠા થવાની નોંધપાત્ર ક્ષમતા પ્રદર્શિત કરે છે. તેમણે આનો શ્રેય ભારતની લોકશાહી વ્યવસ્થાની ક્ષમતા, જનતાના સાથસહકાર અને સરકારની સ્થિર, સાતત્યપૂર્ણ નીતિઓને આપ્યો હતો.પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 5 નવેમ્બરે વર્ચ્યુઅલ વૈશ્વિક રોકાણકાર ગોળમેજી બેઠક યોજાશે
November 03rd, 06:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 5 નવેમ્બર 2020ના રોજ વર્ચ્યુઅલ વૈશ્વિક રોકાણકાર ગોળમેજી (VGIR) બેઠકનું આયોજન કરવામાં આવશે. VGIRનું આયોજન ભારત સરકારના નાણાં મંત્રાલય અને રાષ્ટ્રીય રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. અગ્રણી વૈશ્વિક સંસ્થાગત રોકાણકારો, ભારતીય વ્યાવસાયિક અગ્રણીઓ અને ભારત સરકારમાં ટોચના નિર્ણય લેનારાઓ તેમજ નાણાકીય બજારોના નિયામકો વચ્ચે વિશેષ સંવાદ માટેનો આ કાર્યક્રમ છે. કેન્દ્રીય નાણામંત્રી, કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી, RBIના ગવર્નર તેમજ અન્ય મહાનુભવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.