વિશ્વ T20 ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
July 05th, 04:00 pm
પ્રધાનમંત્રીઃ મિત્રો! આપ સૌનું સ્વાગત છે અને અમારા માટે ખુશીની વાત છે કે તમે દેશને ઉત્સાહ અને ઉજવણીથી ભરી દીધો છે. અને તમે દેશવાસીઓની બધી આશાઓ અને ઈચ્છાઓ જીતી લીધી છે. મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. સામાન્ય રીતે હું ઓફિસમાં મોડી રાત્રે કામ કરું છું. પણ આ વખતે ટીવી ચાલુ હતું અને ફાઈલ પણ ચાલતી હોવાથી હું ફાઈલ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો ન હતો. પરંતુ તમે લોકોએ તમારી ટીમ સ્પિરિટને શાનદાર રીતે બતાવી છે, તમે તમારી પ્રતિભા પણ બતાવી છે અને તમારી ધીરજ દેખાઈ છે. હું જોઈ શકતો હતો કે ધીરજ હતી, ઉતાવળ નહોતી. તમે લોકો આત્મવિશ્વાસથી ભરેલા હતા, તેથી મિત્રો, હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પીએમ મોદીએ ટી-20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમને ફોન પર અભિનંદન પાઠવ્યા
June 30th, 02:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફોન પર વાત કરી હતી અને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમને આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ આ ટુર્નામેન્ટમાં ટીમના સભ્યો દ્વારા પ્રદર્શિત અનુકરણીય કૌશલ્ય અને જુસ્સાની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રી શ્રીએ 50મી ODI સદી ફટકારવા બદલ વિરાટ કોહલીની પ્રશંસા કરી
November 15th, 08:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 50 વન-ડે ઈન્ટરનેશનલ સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બનવા બદલ વિરાટ કોહલીની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ ભારતીય ક્રિકેટ ટીમને ICC T20 મેચમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા
October 23rd, 11:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને ICC T20 મેચમાં પાકિસ્તાન સામેની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.ફિટ ઇન્ડિયા મુવમેન્ટની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ફિટ ઈન્ડિયા સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 24th, 12:01 pm
આજે દેશને પ્રેરણા આપનારા એવા સાત મહાનુભાવોનો હું ખાસ કરીને આભાર વ્યક્ત કરું છું, કારણ કે તમે સમય ફાળવ્યો અને તમારા પોતાના અનુભવો જણાવ્યા, પોતાની ફિટનેસના વિવિધ આયામો પરના તમારા અનુભવો જણાવ્યા તે ચોક્કસપણે દેશની દરેક પેઢીને ખૂબ લાભકારી થશે એવું મને લાગે છે.પ્રધાનમંત્રીએ ઉંમર અનુસાર તંદુરસ્તી અંગેના પ્રોટોકોલનો પ્રારંભ કર્યો
September 24th, 12:00 pm
શ્રી મોદીએ આ પ્રસંગે યોજવામાં આવેલા ફિટ ઇન્ડિયા સંવાદ કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતવીરો, ફિટનેસના નિષ્ણાતો અન્ય લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વર્ચ્યુઅલ સંવાદ પ્રાસંગિક અને અનૌપચારિક રીતે યોજાયો હતો જ્યાં સહભાગીઓએ પ્રધાનમંત્રી સાથે તેમના જીવનના અનુભવો અને તેમના ફિટનેસના મંત્રનું આદાનપ્રદાન કર્યું હતું.ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીની ભારતની રાજકીય મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન
April 10th, 02:15 pm
તમે પહેલી વખત ભારતની મુલાકાતે આવ્યા છો અને તમારું સ્વાગત કરવાની મને ખુશી છે. હજુ ગયા મહિને ભારતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની રોમાંચક સીરિઝ પૂર્ણ થઈ હતી. વર્ષ 2014માં ઓસ્ટ્રેલિયાની સંસદમાં મેં મહાન ક્રિકેટરો બ્રેડમેન અને તેંડૂલકરની વાત કરી હતી. અત્યારે ભારતમાં વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયામાં સ્ટીવન સ્મિથ યુવાન ક્રિકેટરોનું નેતૃત્વ કરી રહ્યા છે. મને આશા છે કે ભારતની તમારી મુલાકાત ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવન સ્મિથની બેટિંગ જેવી સફળ રહેશે.PM Modi appreciates Cricketer Virat Kohli's efforts towards Swachh Bharat initiative
October 07th, 08:07 pm
PM Narendra Modi appreciated cricketer Virat Kohli for his efforts towards Swachh Bharat initiative. The PM tweeted saying, Dear Virat Kohli, saw your #MyCleanIndia moment on ABP news. A small but powerful gesture that will surely inspire everyone.