વિકસિત ભારત-વિકસિત ગોવા પ્રોગ્રામમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
February 06th, 02:38 pm
ગોવાના ગવર્નર પીએસ શ્રીધરન પિલ્લાઈજી, આપણા યુવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો, અન્ય મહાનુભાવો અને ગોવાના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. સમેસ્ત ગોંયકારાંક, મના-કાલઝા સાવન નમસ્કાર. તુમચો મોગ અની ઉર્બા પૂડોંન, મ્હાકા ગોયાંત યોન સદાંચ ખોસ સતા.પ્રધાનમંત્રીએ ગોવામાં વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં રૂ. 1330 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
February 06th, 02:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં રૂ. 1330 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. આજની વિકાસ પરિયોજનાઓમાં શિક્ષણ, રમતગમત, જળ શુદ્ધિકરણ, કચરાનું વ્યવસ્થાપન અને પર્યટન ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ રોજગાર મેળા અંતર્ગત વિવિધ વિભાગોમાં 1930ની નવી સરકારી ભરતીઓને નિમણૂક આદેશોનું વિતરણ પણ કર્યું હતું અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓને મંજૂરીનાં પત્રો પણ સુપરત કર્યા હતાં.