કેરળમાં પ્રધાનમંત્રીએ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર ખાતે વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
February 27th, 12:24 pm
કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી શ્રી પિનરાઇ વિજયનજી, રાજ્ય મંત્રી, મારા સાથી શ્રી વી. મુરલીધરનજી, ઇસરો પરિવારના તમામ સભ્યો, નમસ્કાર!પ્રધાનમંત્રીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ની મુલાકાત લીધી
February 27th, 12:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ની મુલાકાત લીધી હતી અને આશરે રૂ. 1800 કરોડનાં મૂલ્યનાં ત્રણ મહત્ત્વપૂર્ણ અંતરિક્ષ માળખાગત પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેની એસ.એલ.વી. ઇન્ટિગ્રેશન ફેસિલિટી (પીઆઈએફ) સામેલ છે. મહેન્દ્રગિરી ખાતે ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ ખાતે નવી 'સેમી-ક્રાયોજેનિક્સ ઇન્ટિગ્રેટેડ એન્જિન એન્ડ સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી'; અને વી.એસ.એસ.સી., તિરુવનંતપુરમ ખાતે 'ટ્રાયસોનિક વિન્ડ ટનલ'. શ્રી મોદીએ ગગનયાન મિશનની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી અને ચાર અવકાશયાત્રીઓને 'અવકાશયાત્રી પાંખો' એનાયત કરી હતી. અવકાશયાત્રીઓમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજિત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે.