તમિલનાડુના તિરુચિરાપલ્લી ખાતે શિલાન્યાસ અને વિકાસ કાર્યોના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 02nd, 12:30 pm

તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન. રવિજી, મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી જ્યોતિરાદિત્ય સિંધિયાજી અને આ જ માટીના બાળક એવા મારા મિત્ર એલ. મુરુગનજી, તમિલનાડુ સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અને તમિલનાડુના મારા પરિવારના સભ્યો!

પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં રૂ. 20,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો

January 02nd, 12:15 pm

અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને નવું વર્ષ ફળદાયી અને સમૃદ્ધ બને તેવી શુભેચ્છા પાઠવી હતી તથા વર્ષ 2024માં તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ તમિલનાડુમાં યોજાઈ રહ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે રૂ. 20,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ તમિલનાડુની પ્રગતિને મજબૂત કરશે, કારણ કે તેમણે રોડવેઝ, રેલવે, પોર્ટ, એરપોર્ટ, ઊર્જા અને પેટ્રોલિયમ પાઇપલાઇન્સનાં ક્ષેત્રોને આવરી લેતી વિવિધ પરિયોજનાઓ માટે રાજ્યનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે કહ્યું કે આમાંની ઘણી યોજનાઓ મુસાફરીને વેગ આપશે અને રાજ્યમાં હજારો રોજગારની તકો પણ ઉભી કરશે.

પ્રધાનમંત્રીએ ડીએમડીકેના સ્થાપક વિજયકાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો

December 28th, 11:06 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે DMDKના સ્થાપક અને પીઢ અભિનેતા શ્રી વિજયકાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.