શ્રી વિજય વલ્લભ સુરિશ્વરીજીની 150મી જન્મ જયંતીના અવસરે વીડિયો સંદેશ મારફતે પ્રધાનમંત્રીના સંદેશનો મૂળપાઠ
October 26th, 07:49 pm
દુનિયાભરમાં જૈન મતાબલંબિયો તથા ભારતની સંત પરંપરાના વાહક તમામ આસ્થાવાનોને હું આ પ્રસંગે નમન કરું છું. આ કાર્યક્રમમાં અનેક પૂજ્ય સંતગણ હાજર છે. આપ તમામના દર્શન, આશીર્વાદ અને સાનિધ્યનું સૌભાગ્ય મને અનેક વાર સાંપડ્યું છે. ગુજરાતમાં હતો વડોદરા અને છોટા ઉદયપુરના કંવાટ ગામમાં પણ મને સંતવાણી સાંભળવાનો અવસર સાંપડ્યો હતો. જ્યારે આચાર્ય પૂજ્ય શ્રી વિજય વલ્લભ સુરિશ્વર જીની સાર્દતશતી એટલે કે 150મી જન્મ જયંતીનો પ્રારંભ થયો હતો ત્યારે મને આચાર્ય જી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આજે ફરી એક વાર હું ટેકનોલોજીના માધ્યમથી આપ સંતોની વચ્ચે હાજર છું. આજે આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરિશ્વર જીને સમર્પિત ટપાલ ટિકિટ તથઆ સિક્કાનું વિમોચન થયું છે. તેથી મારા માટે આ પ્રસંગ બેવડી ખુશ લઈને આવ્યો છે. સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કાનું વિમોચન એક અત્યંત મહત્વપૂર્ણ પ્રયાસ છે. એ આધ્યાત્મિક ચેતના સાથે જન જનને સાંકળવાનો જે પ્રયાસ પૂજ્ય આચાર્ય જીએ પોતાના જીવનભર કર્મ દ્વારા વાણી દ્વારા અને તેમના દર્શનમાં હંમેશાં પ્રતિબિંબિત રહ્યો હતો.PM addresses on occasion of 150th Birth Anniversary of Shri Vijay Vallabh Surishwar Ji via video message
October 26th, 07:48 pm
PM Modi addressed the 150th birth anniversary celebration of Shri Vijay Vallabh Surishwar Ji. Remarking on the present geopolitical scenario in the world, the PM said, “Today the world is experiencing the crisis of war, terror and violence, and looking for inspiration and encouragement to break out of this vicious circle.” Shri Modi highlighted that in such a situation, it is the ancient traditions and philosophy coupled with the power of today's India that is turning out to be a big hope for the world.PM Modi requests spiritual leaders to promote Aatmanirbhar Bharat by going vocal for local
November 16th, 12:46 pm
PM Modi unveiled ‘Statue of Peace’ to mark the 151st birth anniversary celebrations of Jainacharya Shree Vijay Vallabh Surishwer Ji Maharaj. Reiterating his stress on ‘vocal for local’ Shri Modi requested that as happened during the freedom struggle, all the spiritual leaders should amplify the message of Aatmanirbhar Bharat.પ્રધાનમંત્રીએ જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરિશ્વરજી મહારાજની 151મી જન્મજયંતિના પ્રસંગે ‘સ્ટેચ્યૂ ઓફ પીસ’નું અનાવરણ કર્યું
November 16th, 12:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરિશ્વરજી મહારાજની 151મી જન્મજયંતિની ઉજવણીના પ્રસંગે ‘સ્ટેચ્યૂ ઓફ પીસ’નું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમાનું અનાવરણ જૈન આચાર્યના જીવન અને કવનના સન્માનમાં કરવામાં આવ્યું છે અને એને બિરદાવવા પ્રતિમાનું નામ ‘સ્ટેચ્યૂ ઓફ પીસ’ રાખવામાં આવ્યું છે. 151 ઇંચ ઊંચી આ પ્રતિમાનું નિર્માણ અષ્ટધાતુ એટલે કે આઠ ધાતુઓમાંથી થયું છે, જેમાં મુખ્ય ધાતુ સ્વરૂપે તાંબાનો ઉપયોગ થયો છે. આ પ્રતિમાને રાજસ્થાનના પાલીના જેતપુરામાં વિજય વલ્લભ સાધના કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવી છે.પ્રધાનમંત્રી 16 નવેમ્બરના રોજ જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સુરીશ્વર જી મહારાજની 151મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ‘સ્ટેચ્યુ ઓફ પીસ’ નું અનાવરણ કરશે
November 14th, 06:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સુરીશ્વર જી મહારાજની 151મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે 16 નવેમ્બર, 2020ના રોજ બપોરે 12:30 કલાકે વિડિયો કોન્ફરન્સ દ્વારા ‘સ્ટેચ્યુ ઓફ પીસ’ નું અનાવરણ કરશે.