
ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં સ્વરવેદ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
December 18th, 12:00 pm
કાશી પ્રવાસનો આજે મારો આ બીજો દિવસ છે. હંમેશની જેમ, કાશીમાં વિતાવેલી દરેક ક્ષણ પોતાનામાં જ અદ્ભૂત હોય છે, અદ્ભૂત અનુભૂતિઓથી ભરેલી હોય છે. તમને યાદ હશે કે બે વર્ષ પહેલા આપણે આવી જ રીતે અખિલ ભારતીય વિહંગમ યોગ સંસ્થાનના વાર્ષિકોત્સવમાં ભેગા થયા હતા. ફરી એકવાર મને વિહંગમ યોગ સંત સમાજના શતાબ્દી સમારોહના ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળ્યો છે. વિહંગમ યોગ સાધનાની આ યાત્રાએ તેની 100 વર્ષની અવિસ્મરણીય યાત્રા પૂર્ણ કરી છે. મહર્ષિ સદાફલ દેવજીએ ગત સદીમાં જ્ઞાન અને યોગની દિવ્ય જ્યોતિ પ્રજ્વલિત કરી હતી. આ સો વર્ષની યાત્રામાં, આ દિવ્ય જ્યોતિએ દેશ અને વિશ્વનાં કરોડો લોકોનાં જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આ પૂણ્ય પ્રસંગે અહીં 25 હજાર કુંડીય સ્વર્વેદ જ્ઞાન મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મને આનંદ છે, મને વિશ્વાસ છે કે આ મહાયજ્ઞની દરેક આહુતિ વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત કરશે. આ અવસરે હું મહર્ષિ સદાફલ દેવજીને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું અને તેમની પ્રત્યે મારી હૃદયપૂર્વકની લાગણીઓને પૂર્ણ ભક્તિ સાથે સમર્પિત કરું છું. હું એવા તમામ સંતોને પણ શ્રદ્ધાંજલિ આપું છું જેઓ તેમની ગુરુ પરંપરાને સતત આગળ ધપાવી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું
December 18th, 11:30 am
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આજે કાશીની તેમની મુલાકાતનો બીજો દિવસ છે અને કાશીમાં વિતાવેલી દરેક ક્ષણ અભૂતપૂર્વ અનુભવોથી ભરેલી છે. અખિલ ભારતીય વિહંગમ યોગ સંસ્થાનની બે વર્ષ પહેલાંની વાર્ષિક ઉજવણીને યાદ કરતાં પ્રધાનમંત્રીએ આ વર્ષની શતાબ્દી ઉજવણીનો ભાગ બનવાની તક મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે વિહંગમ યોગ સાધનાએ સો વર્ષની અવિસ્મરણીય યાત્રા પૂર્ણ કરી છે. તેમણે અગાઉની સદીમાં જ્ઞાન અને યોગ પ્રત્યે મહર્ષિ સદાફલ દેવજીના યોગદાન પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે તેના દિવ્ય પ્રકાશે વિશ્વભરના લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આ શુભ અવસર પર, પ્રધાનમંત્રીએ 25,000 કુંડિયા સ્વરવેદ જ્ઞાન મહાયજ્ઞના સંગઠનની નોંધ લીધી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મહાયજ્ઞમાં દરેક અર્પણ વિકસીત ભારતના સંકલ્પને મજબૂત કરશે. તેમણે મહર્ષિ સદાફલ દેવજી સમક્ષ માથું નમાવ્યું અને તેમની દ્રષ્ટિ આગળ વધારનારા તમામ સંતોને પણ શ્રદ્ધાંજલિ આપી.
ઉત્તર પ્રદેશમાં સદ્દગુરૂ સદાફલ દેવ વિહંગમ યોગ સંસ્થાના 98મા વાર્ષિકોત્સવ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 14th, 03:19 pm
મંચ ઉપર ઉપસ્થિત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના ઊર્જાવાન કર્મયોગી મુખ્ય મંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, સદ્દગુરૂ આચાર્યશ્રી સ્વતંત્ર દેવજી મહારાજ, સંત પ્રવર શ્રી વિજ્ઞાન દેવજી મહારાજ, કેન્દ્ર સરકારની મંત્રી પરિષદના મારા સાથી અને આ વિસ્તારના સાંસદ શ્રી મહેન્દ્રનાથ પાંડેજી, તમારા અહીંના પ્રતિનિધિ અને યોગીજીની સરકારના મંત્રી શ્રી અનિલ રાજભરજી, દેશ- વિદેશથી પધારેલા તમામ સાધક અને શ્રધ્ધાળુ સમુદાય.ઉત્તર પ્રદેશના ઉમરાહ ગ્રામમાં સ્વર્વેદ મહામંદિર ધામ ખાતે સદગુરુ સદાફલદેવ વિહંગમ યોગ સંસ્થાનની 98મી જયંતીની ઉજવણીમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહ્યા
December 14th, 03:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ઉમરાહ ગ્રામમાં સ્વર્વેદ મહામંદિર ધામ ખાતે સદગુરુ સદાફલદેવ વિહંગમ યોગ સંસ્થાનની 98મી જયંતીની ઉજવણીઓ માટેના એક જનસમારોહમાં આજે હાજરી આપી હતી.