નવી દિલ્હીમાં CIIની પોસ્ટ બજેટ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 30th, 03:44 pm
CIIના પ્રમુખ શ્રી સંજીવ પુરીજી, અહીં ઉપસ્થિત તમામ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ સાથીઓ, સિનિયર ડિપ્લોમેટ્સ, તમામ ઉદ્યોગ અને વ્યવસાયિક સહયોગીઓ જેઓ VCs દ્વારા દેશના વિવિધ ખૂણામાંથી આપણી સાથે જોડાયેલા છે, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) દ્વારા 'જર્ની ટુવર્ડ વિકસિત ભારતઃ એક પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ'ના ઉદઘાટન સત્રને સંબોધન કર્યું
July 30th, 01:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા આયોજિત જર્ની ટુવર્ડ્સ વિકસિત ભારતઃ અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ'ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. આ પરિષદનો ઉદ્દેશ વિકાસ માટે સરકારની વિશાળ દ્રષ્ટિ અને ઉદ્યોગની ભૂમિકાની રૂપરેખા પ્રસ્તુત કરવાનો છે. ઉદ્યોગ, સરકાર, રાજદ્વારી સમુદાય અને થિંક ટેન્ક્સમાંથી 1000થી વધુ સહભાગીઓએ આ પરિષદમાં રૂબરૂ હાજરી આપી હતી, જ્યારે ઘણા લોકો દેશ અને વિદેશમાં વિવિધ સીઆઈઆઈ કેન્દ્રોથી જોડાયા હતા.પ્રધાનમંત્રી 30મી જુલાઈએ CIIના પોસ્ટ બજેટ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને સંબોધશે
July 29th, 12:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 જુલાઈ, 2024ના રોજ બપોરે 12 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘વિકસિત ભારત તરફની યાત્રા: અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન સત્રને સંબોધશે.પ્રધાનમંત્રી 3જી ફેબ્રુઆરીએ CLEA-કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર જનરલ કોન્ફરન્સ 2024નું ઉદ્ઘાટન કરશે
February 02nd, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી ફેબ્રુઆરી, 2024ના રોજ સવારે 10 વાગ્યે વિજ્ઞાન ભવન ખાતે કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન (CLEA) - કોમનવેલ્થ એટર્ની અને સોલિસીટર્સ જનરલ કોન્ફરન્સ (CASGC) 2024નું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધન કરશે.પ્રધાનમંત્રી 25મી ડિસેમ્બરનાં રોજ 'કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયા'નું વિમોચન કરશે
December 24th, 07:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મહામના પંડિત મદન મોહન માલવિયાની 162મી જન્મજયંતીનાં પ્રસંગે વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં 25 ડિસેમ્બર, 2023નાં રોજ સાંજે 4:30 વાગ્યે ''કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયા'નાં 11 ખંડોની પ્રથમ શ્રેણીનું વિમોચન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.પ્રધાનમંત્રી શ્રી 23 સપ્ટેમ્બરનાં રોજ નવી દિલ્હીમાં 'ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ 2023'નું ઉદઘાટન કરશે
September 22nd, 02:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 10 વાગ્યે વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં 'આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023'નું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.પ્રધાનમંત્રી 3જી એપ્રિલે CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે
April 02nd, 10:43 am
કાર્યક્રમ દરમિયાન, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને સીબીઆઈના શ્રેષ્ઠ તપાસ અધિકારીઓ, સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનારાઓ માટે એક ઇન્વેસ્ટિચર સમારોહ યોજવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી પુરસ્કામેળવનારાઓને મેડલ એનાયત કરશે. પ્રધાનમંત્રી શિલોંગ, પુણે અને નાગપુર ખાતે સીબીઆઈના નવનિર્મિત કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ સીબીઆઈના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન વર્ષને ચિહ્નિત કરતી પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્મારક સિક્કો બહાર પાડશે. તેઓ સીબીઆઈનું ટ્વીટર હેન્ડલ પણ લોન્ચ કરશે.ITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરના ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
March 22nd, 03:34 pm
આજનો દિવસ ખૂબ જ ખાસ છે, ખૂબ જ પવિત્ર છે. 'હિન્દુ કેલેન્ડર'નું નવું વર્ષ આજથી શરૂ થયું છે. હું તમને અને તમામ દેશવાસીઓને વિક્રમ સંવત 2080ની શુભેચ્છા પાઠવું છું. આપણા વિશાળ, વૈવિધ્યસભર દેશમાં સદીઓથી વિવિધ કેલેન્ડર પ્રચલિત છે. કોલ્લમ કાળનું મલયાલમ કેલેન્ડર છે, તમિલ કેલેન્ડર છે, જે સેંકડો વર્ષોથી ભારતને તારીખનું જ્ઞાન આપી રહ્યું છે. વિક્રમ સંવત પણ 2080 વર્ષ પહેલાથી ચાલી રહ્યું છે. વર્ષ 2023 હાલમાં ગ્રેગોરિયન કેલેન્ડરમાં ચાલી રહ્યું છે, પરંતુ વિક્રમ સંવત તેના કરતાં 57 વર્ષ વહેલું છે. મને ખુશી છે કે નવા વર્ષના પ્રથમ દિવસે, ભારતમાં ટેલિકોમ, આઈસીટી અને સંબંધિત નવીનતાઓને લઈને એક મોટી શરૂઆત કરવામાં આવી રહી છે. આજે, ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU)ની એરિયા ઑફિસ અને માત્ર એરિયા ઑફિસ જ નહીં, એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરની અહીં સ્થાપના કરવામાં આવી છે. આ સાથે આજે 6G ટેસ્ટ-બેડ પણ લોન્ચ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજી સંબંધિત અમારા વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કરવામાં આવ્યું છે. ડિજિટલ ઈન્ડિયાને નવી ઉર્જા આપવાની સાથે, તે દક્ષિણ એશિયા માટે, ગ્લોબલ સાઉથ માટે નવા ઉકેલો, નવી નવીનતાઓ પણ લાવશે. આ ખાસ કરીને અમારા એકેડેમિયા, અમારા ઇનોવેટર્સ-સ્ટાર્ટ અપ, અમારા ઉદ્યોગ માટે ઘણી નવી તકો ઊભી કરશે.પ્રધાનમંત્રીએ ITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
March 22nd, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં ભારતમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) એરિયા ઓફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ ભારત 6G વિઝન ડોક્યુમેન્ટનું પણ અનાવરણ કર્યું અને 6G R&D ટેસ્ટ બેડ લોન્ચ કર્યું. તેમણે 'Call Before u Dig' એપ પણ લોન્ચ કરી. ITU એ સંયુક્ત રાષ્ટ્રની માહિતી અને સંચાર તકનીકો (ICTs) માટેની વિશિષ્ટ એજન્સી છે. ભારતે એરિયા ઓફિસની સ્થાપના માટે ITU સાથે માર્ચ 2022માં યજમાન દેશ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તે ભારત, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ, અફઘાનિસ્તાન અને ઈરાનને સેવા આપશે, રાષ્ટ્રો વચ્ચે સંકલન વધારશે અને આ ક્ષેત્રમાં પરસ્પર ફાયદાકારક આર્થિક સહયોગને પ્રોત્સાહન આપશે.પ્રધાનમંત્રી શ્રી 22મી માર્ચે ITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે
March 21st, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22મી માર્ચ, 2023ના રોજ બપોરે 12:30 વાગ્યે વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં ભારતમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) એરિયા ઑફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ભારત 6G વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કરશે અને 6G R&D ટેસ્ટ બેડ લોન્ચ કરશે. તે 'Call Before u dig' એપ પણ લોન્ચ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી શ્રી 10મી માર્ચે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના રાષ્ટ્રીય પ્લેટફોર્મના ત્રીજા સત્રનું ઉદ્ઘાટન કરશે
March 09th, 04:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 માર્ચ, 2023ના રોજ સાંજે 4:30 વાગ્યે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (એનપીડીઆરઆર)ના ત્રીજા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્લેટફોર્મના ત્રીજા સત્રની મુખ્ય થીમ એ છે કે બદલાતા વાતાવરણમાં સ્થાનિક સ્થિતિસ્થાપકતા બનાવવી.નવી દિલ્હીમાં લચિત બોરફૂકનની 400મી જન્મજયંતિની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 25th, 11:00 am
સૌ પ્રથમ હું આસામની મહાન ભૂમિને વંદન કરું છું, જેણે ભારત માતાને લચિત બોરફૂકન જેવા અદમ્ય નાયકો આપ્યા છે. ગઈકાલે દેશભરમાં વીર લચિત બોરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર દિલ્હીમાં 3 દિવસના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મારું સદભાગ્ય છે કે મને આ કાર્યક્રમમાં જોડાવાની તક મળી. મને કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમમાં ભાગ લેવા આસામમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ દિવસોમાં દિલ્હી આવ્યા છે. આ અવસર પર હું તમને બધાને, આસામના લોકોને અને 130 કરોડ દેશવાસીઓને અભિનંદન આપું છું, હું મારી શુભકામનાઓ આપું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં લચિત બોરફૂકનની 400મી જન્મજયંતીની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધન કર્યું
November 25th, 10:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં લચિત બોરફૂકનની 400મી જન્મજયંતીની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે - 'લચિત બોરફૂકન – આસામ્સ હિરો હુ હોલ્ટેડ મુગલ્સ'. પુસ્તકનું વિમોચન કર્યુંપ્રધાનમંત્રી 25મી નવેમ્બરે લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધિત કરશે
November 24th, 11:51 am
પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે કે તેઓ અનસંગ હિરોને યોગ્ય રીતે સન્માનિત કરે. આ અનુસંધાનમાં, દેશ 2022ને લચિત બરફૂકનની 400મી જન્મજયંતિ વર્ષ તરીકે ઉજવી રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુવાહાટીમાં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા ઉજવણીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી શ્રી 3જી નવેમ્બરે તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે
November 02nd, 04:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી નવેમ્બરે વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં સવારે 11 વાગ્યે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)ના તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધશે.પ્રધાનમંત્રી શ્રી 2જી નવેમ્બરે કાલકાજી, દિલ્હી ખાતે ‘ઈન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ’ હેઠળ 3024 નવનિર્મિત ફ્લેટનું ઉદ્ઘાટન કરશે
November 01st, 05:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કાલકાજી, દિલ્હી ખાતે 'ઇન-સિટુ સ્લમ રિહેબિલિટેશન' પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના પુનર્વસન માટે બનાવવામાં આવેલા 3024 નવા બનેલા EWS ફ્લેટનું ઉદ્ઘાટન કરશે અને 2 નવેમ્બર, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં ભૂમિહીન કેમ્પમાં પાત્ર લાભાર્થીઓને ચાવીઓ સોંપશે.