પ્રધાનમંત્રી 11મી નવેમ્બરે ગુજરાતના વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેશે
November 10th, 07:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી નવેમ્બરે ગુજરાતના વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવારે 11:15 કલાકે ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.રોજગાર મેળા અંતર્ગત પ્રધાનમંત્રી 29 ઓક્ટોબરે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે
October 28th, 01:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઑક્ટોબર, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે.પ્રધાનમંત્રી 9 ઓક્ટોબરનાં રોજ મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે
October 08th, 07:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબરના રોજ બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહારાષ્ટ્રમાં 7600 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.પીએમ 29 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રમાં રૂ. 11,200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે
September 28th, 07:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં રૂ. 11,200 કરોડથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.પીએમ 6ઠ્ઠી સપ્ટેમ્બરે ‘જલ સંચય જન ભાગીદારી પહેલ’ના લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમને સંબોધિત કરશે
September 05th, 02:17 pm
પ્રધાનમંત્રીના જળ સુરક્ષાના દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે, આ પહેલ સામુદાયિક ભાગીદારી અને માલિકી પર ભાર મૂકવાની સાથે પાણીના સંરક્ષણનો પ્રયાસ કરે છે અને તે સમગ્ર સમાજ અને સમગ્ર સરકારી અભિગમ દ્વારા પ્રેરિત છે. ગુજરાત સરકારની આગેવાની હેઠળની જળ સંચય પહેલની સફળતાના આધારે, જલ શક્તિ મંત્રાલયે, રાજ્ય સરકારના સહયોગથી, ગુજરાતમાં જલ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરી છે. ગુજરાત સરકારે જળ સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય હિસ્સેદારોને એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે.પ્રધાનમંત્રી 31 ઓગસ્ટનાં રોજ ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે
August 30th, 04:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ, 2024ના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરીને અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ત્રણ માર્ગો મેરઠ-લખનઉ, મદુરાઈ - બેંગલુરુ અને ચેન્નાઈ - નાગરકોઈલ પર કનેક્ટિવિટીમાં સુધારો કરશે.જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
August 25th, 05:00 pm
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ કૃષ્ણરાવ બાગડેજી, રાજસ્થાનના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા, જસ્ટિસ શ્રી સંજીવ ખન્નાજી, દેશના કાયદા મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલજી, રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી મનીન્દ્ર મોહન શ્રીવાસ્તવજી, અન્ય તમામ માનનીય ન્યાયાધીશો, ન્યાય જગતના તમામ મહાનુભાવો, ઉપસ્થિત દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના સમાપન સમારોહને સંબોધિત કર્યો
August 25th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટનાં પ્લેટિનમ જ્યુબિલી સમારંભનાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે રાજસ્થાન હાઈકોર્ટ મ્યુઝિયમનું પણ ઉદઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી 30 જૂને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના જીવન અને સફર પર આધારિત ત્રણ પુસ્તકોનું વિમોચન કરશે
June 29th, 11:03 am
ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના 75મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 જૂને બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમના જીવન અને પ્રવાસ પર આધારિત ત્રણ પુસ્તકોનું વિમોચન કરશે. આ કાર્યક્રમનું આયોજન અન્વયા કન્વેન્શન સેન્ટર, ગાચીબોવલી, હૈદરાબાદ ખાતે કરવામાં આવશે.પ્રધાનમંત્રી 13 માર્ચનાં રોજ 'ઇન્ડિયાઝ ટેકેડ ચિપ્સ ફોર વિકસિત ભારત'માં સહભાગી થશે અને આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યની ત્રણ સેમિકન્ડક્ટર સુવિધાઓનો શિલાન્યાસ કરશે
March 12th, 03:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 'ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત'માં સહભાગી થશે અને 13 માર્ચ, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સમગ્ર દેશનાં યુવાનોને સંબોધન પણ કરશે.પ્રધાનમંત્રી 26 ફેબ્રુઆરીનાં રોજ આશરે રૂ. 41,000 કરોડનાં મૂલ્યનાં 2000થી વધારે રેલવે માળખાગત પ્રોજેક્ટનું ભૂમિપૂજન, ઉદઘાટન અને લોકાર્પણ કરશે
February 25th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રૂ. 41,000 કરોડથી વધારે મૂલ્યનાં આશરે 2000 રેલવે માળખાગત પ્રોજેક્ટનું શિલારોપણ, ઉદઘાટન અને લોકાર્પણ કરશે.પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીનાં રોજ 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધિત કરશે
February 15th, 03:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2024ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રૂ. 17,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ માર્ગો, રેલવે, સૌર ઊર્જા, પાવર ટ્રાન્સમિશન, પેયજલ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિત અનેક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે.પ્રધાનમંત્રી મોદી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગનાથ શ્રીલંકા અને મોરેશિયસમાં UPI સેવાઓના લોન્ચના સાક્ષી બનશે
February 11th, 03:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જુગનાથ શ્રીલંકા અને મોરેશિયસમાં, 12 ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સેવાઓ અને મોરેશિયસમાં RuPay કાર્ડ સેવાઓની શરૂઆતના સાક્ષી બનશે.પ્રધાનમંત્રી 10મી ફેબ્રુઆરીએ 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધિત કરશે
February 09th, 05:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10મી ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 1 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત ભારત વિકસિત ગુજરાત’ કાર્યક્રમને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અને અન્ય આવાસ યોજનાઓ હેઠળ બાંધવામાં આવેલા 1.3 લાખથી વધુ મકાનોનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે.ડુંગરપુરની મહિલા ઉદ્યોગસાહસિકે પ્રધાનમંત્રીને મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાના ઉત્સાહથી પ્રભાવિત કર્યા
January 18th, 04:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.કરીમનગર તેલંગાણાના શિક્ષિત ખેડૂતે ખેતીના સંયુક્ત અભિગમ દ્વારા પોતાની આવક બમણી કરી
January 18th, 03:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.પ્રધાનમંત્રી 18મી જાન્યુઆરીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે
January 17th, 05:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18મી જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 12:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી 15 જાન્યુઆરીએ પીએમ જનમન હેઠળ PMAY (G) ના 1 લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો જારી કરશે
January 14th, 01:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15મી જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN) હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ (PMAY - G) ના 1 લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો જારી કરશે. . પ્રધાનમંત્રી આ પ્રસંગે પીએમ-જનમનના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.આઈ શ્રી સોનલ માતાના જન્મ શતાબ્દી કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
January 13th, 12:00 pm
વર્તમાન ગાદીપતિ - પૂજ્ય કંચન મા પ્રશાસક - પૂજ્ય ગિરીશ આપા આજે પવિત્ર પોષ મહિનામાં, આપણે સૌ આઈ શ્રી સોનલ માની જન્મશતાબ્દીના સાક્ષી છીએ. માતા સોનલના આશીર્વાદથી જ મને આ પવિત્ર પ્રસંગ સાથે જોડવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. હું સમગ્ર ચારણ સમાજ, તમામ સંચાલકો અને સોનલ માના તમામ ભક્તોને અભિનંદન પાઠવું છું. માધાડા ધામ ચારણ સમુદાય માટે આદરનું કેન્દ્ર છે, શક્તિનું કેન્દ્ર છે, ધાર્મિક વિધિઓ અને પરંપરાઓનું કેન્દ્ર છે. હું શ્રી આઈના ચરણોમાં મારી હાજરી અર્પણ કરું છું અને તેમને નમન કરું છું.પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ દ્વારા આઈ શ્રી સોનલ માતાના જન્મ શતાબ્દી કાર્યક્રમને સંબોધન કર્યું
January 13th, 11:30 am
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આઈ શ્રી સોનલ માની જન્મશતાબ્દી પવિત્ર પોષ માસમાં થઈ રહી છે અને આ પવિત્ર પ્રસંગ સાથે જોડાવા એ સૌભાગ્યની વાત છે કારણ કે તેમણે સોનલ માતાના આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે સમગ્ર ચારણ સમાજ અને તમામ પ્રશાસકોને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, “માઢડા ધામ ચારણ સમુદાય માટે આદર, શક્તિ, સંસ્કારો અને પરંપરાઓનું કેન્દ્ર છે. હું શ્રી આઈના ચરણોમાં પ્રણામ કરું છું અને નમસ્કાર કરું છું.