'ગ્રીન ગ્રોથ' પર પોસ્ટ-બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 23rd, 10:22 am
ભારતમાં 2014થી અત્યાર સુધીના તમામ બજેટમાં એક પેટર્ન જોવા મળી છે. પેટર્ન એ છે કે અમારી સરકારનું દરેક બજેટ વર્તમાન પડકારોને ઉકેલવા સાથે નવા યુગના સુધારાને પ્રોત્સાહન આપે છે. ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝિશન માટેની ભારતની વ્યૂહરચનાનાં ત્રણ મુખ્ય સ્તંભો છે. પ્રથમ- રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધારવું. બીજું- આપણા અર્થતંત્રમાં અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઓછો કરવો. અને ત્રીજું, દેશની અંદર ગેસ આધારિત અર્થવ્યવસ્થા તરફ ઝડપી ગતિએ આગળ વધવું. આ વ્યૂહરચના હેઠળ, ઇથેનોલ સંમિશ્રણ હોય, PM-કુસુમ યોજના હોય, સૌર ઉત્પાદન માટે પ્રોત્સાહન હોય, રૂફ-ટોપ સોલાર યોજના, કોલ ગેસિફિકેશન, બેટરી સ્ટોરેજ, પાછલા વર્ષોના બજેટમાં ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં પણ ઉદ્યોગો માટે ગ્રીન ક્રેડિટ છે, તો ખેડૂતો માટે PM પ્રણામ યોજના છે. જેમાં ગામડાઓ માટે ગોબરધન યોજના અને શહેરી વિસ્તારો માટે વાહન સ્ક્રેપિંગ નીતિ છે. ગ્રીન હાઇડ્રોજન પર ભાર મૂકવામાં આવે છે, તેથી વેટલેન્ડ સંરક્ષણ પર સમાન ધ્યાન આપવામાં આવે છે. ગ્રીન ગ્રોથ અંગે આ વર્ષના બજેટમાં કરાયેલી જોગવાઈઓ એક રીતે આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર છે.પ્રધાનમંત્રીએ 'હરિત વિકાસ'ના મુદ્દે અંદાજપત્ર પછી યોજાયેલા વેબિનારમાં સંબોધન આપ્યું
February 23rd, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘હરિત વિકાસ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા 12 પોસ્ટ-બજેટ વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવશે જેમાંથી આ પ્રથમ સત્ર યોજવામાં આવ્યું હતું.Bhavnagar is emerging as a shining example of port-led development: PM Modi
September 29th, 02:32 pm
PM Modi inaugurated and laid the foundation stone of projects worth over ₹5200 crores in Bhavnagar. The Prime Minister remarked that in the last two decades, the government has made sincere efforts to make Gujarat's coastline the gateway to India's prosperity. “We have developed many ports in Gujarat, modernized many ports”, the PM added.PM Modi lays foundation stone & dedicates development projects in Bhavnagar, Gujarat
September 29th, 02:31 pm
PM Modi inaugurated and laid the foundation stone of projects worth over ₹5200 crores in Bhavnagar. The Prime Minister remarked that in the last two decades, the government has made sincere efforts to make Gujarat's coastline the gateway to India's prosperity. “We have developed many ports in Gujarat, modernized many ports”, the PM added.75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની મુખ્ય વાતો
August 15th, 03:02 pm
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.75મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 15th, 07:38 am
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકશાહીને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ.ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે
August 15th, 07:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું કારણ કે દેશ 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભાષણ દરમિયાન, પીએમ મોદીએ તેમની સરકારની સિદ્ધિઓની યાદી આપી અને ભવિષ્ય માટે યોજનાઓની રૂપરેખા રજૂ કરી.તેમણે સબકા સાથ,સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્રમાં સબકા પ્રાયસ ઉમેરો કર્યો.ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 13th, 11:01 am
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રી નીતિન ગડકરી જી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી જી, ઓટો ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ હિસ્સેદારો, તમામ OEM સંગઠનો, મેટલ અને સ્ક્રેપિંગ ઉદ્યોગના તમામ સભ્યો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં સંબોધન કર્યું
August 13th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં સંબોધન કર્યું હતું. આ સંમેલનનું આયોજન સ્વૈચ્છિક વાહન-કાફલા આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ અંતર્ગત વાહન સ્ક્રેપિંગ માળખાકીય સુવિધા ઉભી કરવા માટે રોકાણને આમંત્રિત કરવાના ઉદ્દેશથી યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં એકીકૃત સ્ક્રેપિંગ હબના વિકાસ માટે અલંગમાં શિપ બ્રેકિંગ ઉદ્યોગ દ્વારા રજૂ કરવામાં આવેલા સહયોગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.વાહન સ્ક્રેપેજ નીતિનો આજે શુભારંભ ભારતની વિકાસ યાત્રામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ પગલું છે: પ્રધાનમંત્રી
August 13th, 10:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે વાહન સ્ક્રેપેજ નીતિની શરૂઆત ભારતની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું છે.પ્રધાનમંત્રી 13 ઓગસ્ટે ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધશે
August 11th, 09:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ઓગસ્ટ 2021 ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધિત કરશે. સ્વૈચ્છિક વાહન-ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ હેઠળ વાહન સ્ક્રેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે સંકલિત સ્ક્રેપિંગ હબના વિકાસ માટે અલંગ ખાતે શિપ બ્રેકિંગ ઉદ્યોગ દ્વારા પ્રસ્તુત સમન્વય પર પણ ધ્યાન આકર્ષિત કરશે.