પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીના લેપાક્ષીમાં વીરભદ્ર મંદિરમાં દર્શન અને પૂજન-અર્ચન કર્યા

January 16th, 06:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્ર પ્રદેશમાં પુટ્ટપર્થીના લેપાક્ષીમાં વીરભદ્ર મંદિરમાં દર્શન અને પૂજન-અર્ચન કર્યા હતા. શ્રી મોદીએ તેલુગુમાં રંગનાથ રામાયણના શ્લોકો સાંભળ્યા અને થોલુ બોમ્મલતા તરીકે ઓળખાતી આંધ્રપ્રદેશની પરંપરાગત છાયા કઠપૂતળી કલા દ્વારા દૃષ્ટિથી રજૂ કરાયેલ જટાયુની વાર્તાના સાક્ષી બન્યા.