અમદાવાદમાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 09th, 01:30 pm

પરમ આદરણીય શ્રીમત સ્વામી ગૌતમંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને મિશનના દેશ-વિદેશના આદરણીય સંતો, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ કાર્યક્રમ સાથે સંકળાયેલા અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો, નમસ્કાર!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું

December 09th, 01:00 pm

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહાન વિભૂતિઓની ઊર્જા સદીઓથી દુનિયામાં સકારાત્મક કામગીરીનું નિર્માણ કરવા અને તેનું સર્જન કરવામાં સતત કાર્યરત છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્વામી પ્રેમાનંદ મહારાજની જન્મજયંતીએ લેખંબામાં નવનિર્મિત પ્રાર્થના હોલ અને સાધુ નિવાસના નિર્માણથી ભારતની સંત પરંપરાનું પોષણ થશે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, સેવા અને શિક્ષણની યાત્રા શરૂ થઈ રહી છે, જેનાથી આવનારી ઘણી પેઢીઓને લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રી રામકૃષ્ણ દેવ મંદિર, ગરીબ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર, હોસ્પિટલ અને પ્રવાસી નિવાસ જેવી ઉમદા કૃતિઓ આધ્યાત્મિકતાનો પ્રસાર કરવા અને માનવતાની સેવા કરવા માટેનાં માધ્યમ તરીકે કામ કરશે. પોતે સંતોની સંગત અને આધ્યાત્મિક વાતાવરણની કદર કરે છે એ બાબતને વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.

પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર મહોત્સવ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશનો મૂળપાઠ

September 05th, 11:00 am

આદરણીય મહાનુભાવો, વિશિષ્ટ અતિથિઓ અને મારા પ્રિય મિત્રો, આપ સૌને મારી હાર્દિક શુભકામનાઓ. આપ સહુનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર મહોત્સવમાં સ્વાગત કરતાં મને આનંદ થાય છે. હું આ અદ્ભુત પહેલ માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનને અભિનંદન આપું છું.