પ્રધાનમંત્રીએ જોનાસ મેસેટ્ટી અને તેમની ટીમ સાથે મુલાકાત કરી, વેદાંત અને ગીતા પ્રત્યેના તેમના જુસ્સાની પ્રશંસા કરી
November 20th, 07:54 am
વેદાંત અને ગીતા પ્રત્યેના જોનાસ મેસેટ્ટીના જુસ્સા માટેની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે આ વાત પ્રશંસનીય છે કે ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પોતાનો પ્રભાવ પાડી રહી છે. પ્રધાનમંત્રીએ સંસ્કૃતમાં રામાયણનું પ્રદર્શન જોયા બાદ જોનાસ મેસેટ્ટી અને તેમની ટીમ સાથે મુલાકાત કરી હતી.‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 31st, 03:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદે શરૂ કરેલા રામકૃષ્ણ સંપ્રદાયના માસિક સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠની ઉજવણીના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ ‘પ્રબુદ્ધ ભારત’ સામયિકની 125મી વર્ષગાંઠની ઉજવણીના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધિત કર્યો
January 31st, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદે શરૂ કરેલા રામકૃષ્ણ સંપ્રદાયના માસિક સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠની ઉજવણીના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું.વૈશ્વિક તેલ અને ગેસ CEO અને નિષ્ણાતો સાથે વડાપ્રધાનની ચર્ચા
October 09th, 02:26 pm
વડાપ્રધાને સમગ્ર વિશ્વમાંથી આવેલા તેલ અને ગેસ CEO સાથે ચર્ચા કરી હતી. બાયોમાસ ઉર્જા પર ધ્યાન દોરતા તેમણે પૂર્વ ભારતમાં ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા સંપર્કની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે ભારત સ્વચ્છ અને વધારે ઇંધણ કાર્યક્ષમ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેના લાભ સમાજના તમામ ક્ષેત્રોના લોકોને સીધા મળવા જોઈએ જેમાં સૌથી ગરીબ લોકો સૌથી મહત્ત્વના છે.