શ્રી રામલિંગા સ્વામી જે વલ્લાલર તરીકે પણ ઓળખાય છે તેમની 200મી જન્મજયંતી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 05th, 02:00 pm
વનક્કમ! મહાન શ્રી રામલિંગા સ્વામીજીની 200મી જન્મજયંતી નિમિત્તે આ કાર્યક્રમને સંબોધિત કરવો એ સન્માનની વાત છે, જેને વલ્લાલર તરીકે પણ ઓળખવામાં આવે છે. આનાથી પણ વિશેષ વાત એ છે કે આ કાર્યક્રમ વલ્લાલર સાથે ગાઢ રીતે સંકળાયેલા વડાલુરમાં યોજાઈ રહ્યો છે. વલ્લાલર આપણા સૌથી આદરણીય સંતોમાંના એક છે. તેઓ 19મી સદીમાં આ પૃથ્વી પર ફર્યા હતા, પરંતુ તેમની આધ્યાત્મિક સૂઝ આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે. તેની અસર વૈશ્વિક છે. તેમના વિચારો અને આદર્શો પર ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે.પ્રધાનમંત્રીએ શ્રી રામલિંગા સ્વામીની 200મી જન્મજયંતીનાં પ્રસંગે સંબોધન કર્યું, જેમને વલ્લાલર તરીકે પણ ઓળખવામાં આવે છે
October 05th, 01:30 pm
અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, આ કાર્યક્રમ વડલાલાર સાથે ગાઢ રીતે સંકળાયેલું સ્થળ વડલુરમાં યોજાઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, વલ્લાલર ભારતનાં સૌથી આદરણીય સંતોમાંનાં એક છે, જેમણે 19મી સદીમાં પૃથ્વી પર ભ્રમણ કર્યું હતું તથા તેમની આધ્યાત્મિક સૂઝબૂઝ આજે પણ લાખો લોકોને પ્રેરિત કરે છે. વલ્લાલરની અસર વૈશ્વિક છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કેટલીક સંસ્થાઓ તેમના વિચારો અને આદર્શો પર કામ કરી રહી છે.