આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 17th, 10:05 am

સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજીજુ જી, ભંતે ભદંત રાહુલ બોધિ મહાથેરો જી, આદરણીય ચાંગચુપ છોદૈન જી, મહાસંઘના તમામ પ્રતિષ્ઠિત સભ્યો, મહાનુભાવો, રાજદ્વારી સમુદાયના સભ્યો, બૌદ્ધ વિદ્વાનો, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવા માટે આયોજિત સમારોહને સંબોધન કર્યો

October 17th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, કારણ કે ભગવાન બુદ્ધની અભિધમ્મ પરના ઉપદેશો મૂળરૂપે પાલી ભાષામાં ઉપલબ્ધ છે.

પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે

October 29th, 02:20 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે સવારે 10:30 વાગ્યે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે તેઓ આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.

ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને દેશને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

July 16th, 04:05 pm

મંત્રીમંડળમાં મારી સાથીદાર અને ગાંધીનગરના સાંસદ શ્રીમાન અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, રાજ્ય કક્ષાના કેન્દ્રીય રેલવે મંત્રી શ્રીમતી દર્શના જરદોશજી, ગુજરાત સરકારના મંત્રીમંડળના અન્ય સભ્યો, સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રીમાન સી આર પાટિલજી, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમને બધાને નમસ્કાર.

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં વિવિધ રાષ્ટ્રીય બહુવિધ પ્રોજેક્ટસનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું

July 16th, 04:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતમાં રેલવેના કેટલાક ચાવીરૂપ રાષ્ટ્રીય પ્રોજેક્ટસના ઉદઘાટન તથા લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વેટિક્સ તથા રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું પણ ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ગાંધીનગર પાટનગરથી વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ તથા ગાંધીનગર પાટનગરથી વરેઠા વચ્ચેની મેમુ એમ બે ટ્રેનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

પ્રધાનમંત્રી 16મી જુલાઇએ ગુજરાતમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને દેશને સમર્પિત કરશે

July 14th, 06:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી જુલાઇએ ગુજરાતમાં રેલવેના કેટલાંક મહત્વના પ્રોજેક્ટસનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરશે અને એ પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે. તેઓ આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાત સાયનસ સિટીમાં એક્વાટિક્સ એન્ડ રોબોટિક્સ ગૅલરી અને નેચર પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે.

Social Media Corner for 8 October 2017

October 08th, 07:18 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

With Intensified Mission Indradhanush, we want to ensure better and healthy future for children: PM Modi

October 08th, 12:43 pm

Addressing a public meeting in his hometown, Shri Modi remarked, Coming back to one's home town and receiving such a warm welcome is special. Whatever I am today is due to the values I have learnt on this soil, among you all in Vadnagar.

પ્રધાનમંત્રીએ વડનગરની મુલાકાત લીધી, સઘન મિશન ઇન્દ્રધનુષનો શુભારંભ કરાવ્યો અને જનસભાને સંબોધિત કરી

October 08th, 12:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમનાં વતન વડનગરની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી બન્યાં પછી તેમની તેમનાં વતનની આ સૌપ્રથમ મુલાકાત હતી.પ્રધાનમંત્રીને આવકારવા નગરજનો શેરીઓમાં મોટી સંખ્યામાં એકત્ર થયાં હતાં. પ્રધાનમંત્રીએ નગરમાં હાટકેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેઓ એ શાળામાં પણ ગયા હતાં, જ્યાં તેમણે બાળપણમાં શિક્ષણ મેળવ્યું હતું.

હાટકેશ્વર મંદિર ખાતે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત અને તેમણે પૂજા કરી

October 08th, 12:06 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પોતાના ગૃહનગર વડનગરમાં કરેલા રોડ શો દરમ્યાન જોશભર્યું સ્વાગત મળ્યું હતું. શહેરના દરેક ચોક અને શેરીઓ તેમનું સ્વાગત કરવા આવેલા લોકોથી ખીચોખીચ ભરાઈ ગયા હતા.

પ્રધાનમંત્રી 7 અને 8 ઓક્ટોબર, 2017નાં રોજ ગુજરાતની મુલાકાત લેશે

October 06th, 05:16 pm

પ્રધાનમંત્રી 7 ઓક્ટોબરની સવારે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેશે. તેઓ દ્વારકામાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે એક પુલ તેમજ અન્ય માર્ગ વિકાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. અહીં તેઓ એક જનસભાને સંબોધિત કરશે.

વડાપ્રધાન મોદીએ મોડાસા ખાતે પાણી પુરવઠાની યોજનાઓનું લોકાર્પણ કર્યું

June 30th, 12:10 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડાસા, ગુજરાતમાં પાણી પુરવઠાની યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. એક સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું,”અમે સમગ્ર ગુજરાતના ખેડૂતોને વિવિધ સિંચાઈ યોજનાઓથી સુરક્ષિત કર્યા છે.” તેમણે ફસલ બીમા યોજના અને ઈ-નામ વિષે પણ જણાવ્યું હતું.