પ્રધાનમંત્રી શ્રીના ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’માં સંબોધનનો મૂળપાઠ

May 12th, 10:31 am

આજનો ઉત્કર્ષ સમારોહ ખરેખર ઉત્તમ છે અને તેનો પુરાવો છે કે સરકાર જ્યારે નિષ્ઠાપૂર્વક, સંકલ્પ સાથે લાભાર્થી સુધી પહોંચે છે, ત્યારે કેટલાં સાર્થક પરિણામો મળે છે. હું 4 સામાજિક સુરક્ષા યોજનાઓના 100 ટકા સંતૃપ્તિ કવરેજ માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત સરકારને અભિનંદન આપું છું. તમે બધા ઘણા બધા અભિનંદનને પાત્ર છો. અત્યારે જ્યારે હું આ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે હું જોઈ શકતો હતો કે તેઓને કેટલો સંતોષ છે, કેટલો વિશ્વાસ છે. જ્યારે મુસીબતોનો સામનો કરવામાં સરકાર તરફથી નાનકડી મદદ પણ મળે અને હિંમત એટલી વધી જાય અને મુસીબત પોતે જ મજબૂર બની જાય અને મુસીબતનો સામનો કરનાર બળવાન બને.

પ્રધાનમંત્રીએ ભરૂચમાં 'ઉત્કર્ષ સમારોહ'ને સંબોધિત કર્યો

May 12th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના ભરૂચમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'ઉત્કર્ષ સમારોહ'ને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમ જિલ્લામાં રાજ્ય સરકારની ચાર મુખ્ય યોજનાઓની 100% સંતૃપ્તિની ઉજવણીને ચિહ્નિત કરે છે, જે જરૂરિયાતમંદોને સમયસર નાણાકીય સહાય પૂરી પાડવામાં મદદ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી 12મી મેના રોજ ભરૂચમાં 'ઉત્કર્ષ સમારોહ'ને સંબોધિત કરશે

May 11th, 04:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12મી મે, 2022ના રોજ સવારે 10:30 વાગ્યે ગુજરાતના ભરૂચમાં 'ઉત્કર્ષ સમારોહ'ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. આ કાર્યક્રમ જિલ્લામાં રાજ્ય સરકારની ચાર મુખ્ય યોજનાઓની 100% સંતૃપ્તિની ઉજવણીને ચિહ્નિત કરશે, જે જરૂરિયાતમંદોને સમયસર નાણાકીય સહાય પૂરી પાડવામાં મદદ કરશે.