1975ની કટોકટી એ આપણી લોકશાહીની કાળરાત્રી હતી: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી.

June 25th, 12:21 pm

મન કી બાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જૂન 1975માં લાદવામાં આવેલી કટોકટી એ ભારતીય લોકશાહીનો સૌથી ખરાબ કાળ હતો. તેમણે કેવીરીતે હજારો લોકોના હક્ક ખૂંચવી લેવામાં આવ્યા જેમણે તેમનો અવાજ ઉઠાવ્યો અને એમને જેલમાં નાખી દેવામાં આવ્યા તેના પર વિસ્તારથી ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા, હાલમાં થયેલા ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, અવકાશ વિજ્ઞાન અને ખેલની આવશ્યકતા પર પણ પ્રકાશ ફેંક્યો હતો

કિનાલુર ખાતે ઉષા સ્કુલ ઓફ એથ્લેટિક્સના સિન્થેટીક ટ્રેકનું ઉદ્ઘાટન કરતા PM મોદી

June 15th, 06:39 pm

ઉષા સ્કુલ ઓફ એથ્લેટિક્સના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા PM નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સના મહત્ત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું, “સ્પોર્ટ્સ શબ્દનો બૃહદ અર્થ આ રીતે કરી શકાય છે, S ફોર સ્કિલ, P ફોર પર્સીવરન્સ, O ફોર ઓપ્ટીમીઝમ, R ફોર રેઝીલીઅન્સ, T ફોર ટેનેસીટી, S ફોર સ્ટેમિના.” PMએ ઉમેર્યું હતું કે ભારતમાં કૌશલ્યની કોઈજ કમી નથી, જરૂરિયાત છે સાચી તક આપવાની અને એક એવી વ્યવસ્થા ઉભી કરવાની જે કૌશલ્યનું પાલન પોષણ કરી શકે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મહિલાઓએ આપણને તમામ ક્ષેત્રોમાં ગર્વ અપાવ્યો છે – ખાસકરીને સ્પોર્ટ્સમાં.”