નવી દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 06th, 02:10 pm

આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે. બાબા સાહેબે બનાવેલું બંધારણ, બંધારણનો 75 વર્ષનો અનુભવ... દરેક દેશવાસીઓ માટે એક મહાન પ્રેરણા છે. તમામ દેશવાસીઓ વતી હું બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમને નમન કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કર્યું

December 06th, 02:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ હતો. તેમણે ઉમેર્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે તૈયાર કરેલા બંધારણને 75 વર્ષ પૂર્ણ થયાં છે, જે તમામ નાગરિકો માટે મોટી પ્રેરણા છે. શ્રી મોદીએ ભારતના તમામ નાગરિકો વતી બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

'હર ઘર તિરંગા અભિયાન' ત્રિરંગાની ગરિમાને જાળવી રાખવા માટે એક અનોખો તહેવાર બની ગયો છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

July 28th, 11:30 am

સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઑલિમ્પિકથી અલગ, કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઑલિમ્પિક થઈ છે. International Mathematics Olympiad. આ ઑલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા છે. ઇન્ટરનેશનલ મેથ્સ ઑલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના પાંચ દેશોમાં આવવામાં સફળ રહી છે. દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓનાં નામ છે- પૂણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પૂણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્લીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોએડાના કનવ તલવાર, મુંબઈના રુશીલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી.

મંત્રીમંડળે ઉત્તર પૂર્વ પરિવર્તનકારી ઔદ્યોગિકરણ યોજના, 2024ને મંજૂરી આપી

March 07th, 11:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, કેન્દ્રીય મંત્રીમંડળે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની, ઉત્તર પૂર્વ પરિવર્તનકારી ઔદ્યોગિકરણ યોજના, 2024 (ઉન્નતિ -2024) માટે ઉદ્યોગ અને આંતરિક વેપારને પ્રોત્સાહન આપવા માટે વિભાગ દ્વારા જાહેરનામાની તારીખથી 10 વર્ષનાં ગાળા માટે અને કુલ રૂ. 10,037 કરોડનાં ખર્ચે પ્રતિબદ્ધ જવાબદારીઓ માટે 8 વર્ષનાં ગાળા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેને મંજૂરી આપવામાં આવી છે.