પ્રધાનમંત્રી 30 જૂને દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના કાર્યક્રમમાં ભાગ લેશે

June 28th, 06:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30મી જૂન, 2023ના રોજ દિલ્હી યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના મલ્ટીપર્પઝ હોલમાં સવારે 11 વાગ્યે દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધન કરશે.