મલેશિયાના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંયુક્ત અખબારી નિવેદનનો મૂળ પાઠ

April 01st, 07:35 pm

આજે પ્રધાનમંત્રી નજીબ અને મારી વચ્ચે વિસ્તૃત વાતચીત થઈ છે. અમે આપણા સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક જોડાણની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મેં નવેમ્બર, 2015માં મલેશિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અમે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા, જેના પર સાતત્યપૂર્ણ રીતે અમલ થઈ રહ્યો છે એવું અમે જોયું છે. અમે આપણી વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સંયુક્ત વિઝન પર સંમત છીએ. આ વિઝન કાર્યલક્ષી અભિગમને પ્રાથમિકતા આપે છે. આ પ્રયાસમાં સહકારના વર્તમાન ક્ષેત્રોને વધારે મજબૂત કરવા અને જોડાણની નવી શક્યતાઓ ઊભી કરવા આપણી મુખ્ય પ્રાથમિકતાઓ છે.