G-20 શિક્ષણ મંત્રીઓની બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ આપેલા વીડિયો સંદેશનો મૂળપાઠ
June 22nd, 11:00 am
G20 શિક્ષણ મંત્રીઓની બેઠક માટે હું ભારતમાં આપ સૌનું સ્વાગત કરું છું. શિક્ષણ એ માત્ર એક એવો પાયો નથી કે જેના પર આપણી સંસ્કૃતિનું નિર્માણ થયું હોય છે, પરંતુ તે માનવજાતના ભવિષ્યનું શિલ્પી પણ છે. શિક્ષણ મંત્રી તરીકે તમે, સૌના માટે વિકાસ, શાંતિ અને સમૃદ્ધિની દિશામાં આપણે જે પ્રયાસો કરી રહ્યાં છીએ તે દિશામાં માનવજાતનું નેતૃત્વ કરનારા શેરપાઓ છો. ભારતીય શાસ્ત્રોમાં, શિક્ષણની ભૂમિકાને જીવનમાં આનંદ લાવવાની ચાવી તરીકે વર્ણવવામાં આવી છે. ॥ विद्या ददाति विनयं विनयाद् याति पात्रताम्। पात्रत्वात् धनमाप्नोति धनाद्धर्मं ततः सुखम् ॥ મતલબ કે: “સાચું જ્ઞાન વિનમ્રતા આપે છે. વિનમ્રતામાંથી યોગ્યતા આવે છે. યોગ્યતાથી ધનની પ્રાપ્તિ થાય છે. ધનથી વ્યક્તિ સારા કાર્યો કરવા માટે સમર્થ બને છે. અને, આ એવી અવસ્થા છે જે આનંદ લાવે છે. આથી જ, ભારતમાં અમે એક સર્વગ્રાહી અને વ્યાપક સફરની શરૂઆત કરી છે. અમે માનીએ છીએ કે, મૂળભૂત સાક્ષરતા આપણા યુવાનો માટે મજબૂત આધારનું નિર્માણ કરે છે. અને, અમે તેને ટેક્નોલોજી સાથે પણ જોડી રહ્યા છીએ. આના માટે, અમે ''નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી'' એટલે કે 'નિપુણ ભારત'' પહેલનો આરંભ કર્યો છે. મને એ વાતનો આનંદ છે કે, તમારા જૂથ દ્વારા પણ ''મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન''ને પ્રાથમિકતા તરીકે ઓળખવામાં આવ્યા છે. આપણે 2030 સુધીમાં તેના પર સમયબદ્ધ રીતે કામ કરવાનો અવશ્ય સંકલ્પ લેવો જોઇએ.પ્રધાનમંત્રીએ જી20નાં સભ્ય દેશોનાં શિક્ષણ મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું
June 22nd, 10:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે પૂણેમાં આયોજિત જી20 સંગઠનના સભ્ય દેશોના શિક્ષણ મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું હતું.શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ઘાટન પર્વ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 07th, 10:31 am
શિક્ષક પર્વના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ રહેલ કેબિનેટમાં મારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, શ્રીમતી અન્નપૂર્ણા દેવી જી, ડૉ. સુભાષ સરકારજી, ડૉ. રાજકુમાર રંજન સિંહજી, દેશના જુદા જુદા રાજ્યોના આદરણીય શિક્ષણ મંત્રીગણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દાને તૈયાર કરનારી સમિતિના અધ્યક્ષ ડૉ. કસ્તુરી રંગનજી, તેમની ટીમના તમામ આદરણીય સન્માનિત સભ્યગણ, સંપૂર્ણ દેશમાંથી અમારી સાથે ઉપસ્થિત તમામ વિદ્વાન આચાર્યગણ, શિક્ષકગણ અને વ્હાલા વિદ્યાર્થીઓ!પ્રધાનમંત્રીએ શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું, શિક્ષણ ક્ષેત્ર માટે સંખ્યાબંધ મહત્વપૂર્ણ પહેલોનો પણ પ્રારંભ કર્યો
September 07th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ધાટન પ્રસંગે સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમિયાન ભારતીય સાંકેતિક ભાષા શબ્દકોષ (મુકબધીરો માટે ઑડિયો અને ટેક્સ્ટ સંમિલિત સાંકેતિક ભાષા વીડિયો, જે અભ્યાસની યુનિવર્સિલ ડિઝાઇનને અનુરૂપ છે), ટોકિંગ બુક્સ (પ્રજ્ઞાચક્ષુઓ માટે ઑડિયો પુસ્તકો), CBSEનું શાળા ગુણવત્તા ખાતરી અને મૂલ્યાંકન માળખુ, NIPUN ભારત માટે NISHTHA શિક્ષકોનો તાલીમ કાર્યક્રમ અને વિદ્યાંજલી પોર્ટલ (શાળાના વિકાસ માટે શિક્ષણ સ્વયંસેવકો/ દાતાઓ/ CSR યોગદાન કરનારાઓ માટે સુવિધા)નો પણ પ્રારંભ કર્યો હતો.