વારાણસીમાં વિવિધ પરિયોજનાઓનાં ઉદ્ઘાટન અને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 18th, 02:16 pm
મારી કાશીનાં લોકોના આ જોશે, ઠંડીની આ સિઝનમાં પણ ગરમી વધારી દીધી છે. કા કહલ જાલા બનારસ મેં....જિયા રજા બનારસ!!! અચ્છા, શુરૂઆત મેં હમ્મે એક ઠે શિકાયત હ...કાશી કે લોગન સે. કહીં હમ આપન શિકાયત? એ સાલ હમ દેવ દીપાવલી પર ઈહાં ના રહલી, ઔર એદા પારી દેવ દીપાવલી પર, કાશી કે લોગ સબ મિલકર રિકોર્ડ તોડ દેહલન.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 19,150 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
December 18th, 02:15 pm
આ પ્રોજેક્ટ્સમાં અન્ય રેલવે પ્રોજેક્ટ્સની સાથે ન્યૂ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર-ન્યૂ ભાઉપુર ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટનું ઉદઘાટન સામેલ છે. તેમણે નવા ઉદ્ઘાટન થયેલા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ખાતે વારાણસી-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, દોહરીઘાટ-મઉ મેમુ ટ્રેન અને લાંબા અંતરની માલગાડીઓની જોડીને લીલી ઝંડી આપી હતી. તેમણે બનારસ લોકોમોટિવ વર્ક્સ દ્વારા બનાવવામાં આવેલા 10,000માં એન્જિનને લીલી ઝંડી પણ આપી હતી. તેમણે 370 કરોડથી વધુના ખર્ચે બે આરઓબી સાથે ગ્રીન-ફિલ્ડ શિવપુર-ફુલવારિયા-લહરતારા રોડનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઉદઘાટન કરેલા અન્ય મુખ્ય પ્રોજેક્ટ્સમાં 20 માર્ગોને મજબૂત અને પહોળા કરવાનો સમાવેશ થાય છે. કૈથી ગામમાં સંગમ ઘાટ રોડ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં રહેણાંક મકાનોનું નિર્માણ, પોલીસ લાઇન અને પીએસી ભુલનપુરમાં 200 અને 150 બેડની બે બહુમાળી બેરેકની ઇમારતો, 9 સ્થળોએ સ્માર્ટ બસ આશ્રયસ્થાનો અને અલાઇપુરમાં 132 કિલોવોટ સબસ્ટેશનનું નિર્માણ. તેમણે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત યુનિફાઇડ ટૂરિસ્ટ પાસ સિસ્ટમનો પણ શુભારંભ કરાવ્યો હતો.પ્રધાનમંત્રી 17-18 ડિસેમ્બરે સુરત અને વારાણસીની મુલાકાત લેશે
December 16th, 10:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17-18 ડિસેમ્બરે ગુજરાતના સુરત અને ઉત્તર પ્રદેશમાં વારાણસીની મુલાકાત લેશે. 17મી ડિસેમ્બરે, સવારે 10:45 કલાકે, પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. સવારે લગભગ 11:15 વાગ્યે, પ્રધાનમંત્રી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ વારાણસી જશે, અને લગભગ 3:30 પ્રધાનમંત્રી વિક્સિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. સાંજે લગભગ 5:15 વાગ્યે, તેઓ નમો ઘાટ ખાતે કાશી તમિલ સંગમમ 2023નું ઉદ્ઘાટન કરશે.