સંયુક્ત રાષ્ટ્રમાં માનનીય પ્રધાનમંત્રીનું સંબોધન
September 25th, 06:31 pm
તમારૂં અધ્યક્ષ બનવું તે તમામ વિકાસશીલ દેશ અને ખાસ કરીને નાના ટાપુ જેવા વિકાસમાન દેશો માટે ખૂબ જ ગૌરવની બાબત છે.પીએમ મોદીનું સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન
September 25th, 06:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને સંબોધિત કર્યું.પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોવિડ -19 મહામારી,આતંકવાદ અને જળવાયુ પરિવર્તન દ્વારા ઉભા થયેલા વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે મહામારી સામે લડવામાં વૈશ્વિક તબક્કે ભારત દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને ભારતમાં રસી બનાવવા માટે વિશ્વને આમંત્રણ આપ્યું.વિજ્ઞાન-આધારિત, તાર્કિક અને પ્રગતિશીલ વિચારસરણી વિકાસનો પાયો છેઃ યુએનજીએમાં પ્રધાનમંત્રી મોદી
September 25th, 06:14 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાના 76મા સત્રને સંબોધિત કર્યું હતું. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “અત્યારે વિશ્વ રુઢિચુસ્ત અને કટ્ટરવાદી વિચારસરણીના વધતા જોખમનો સામનો કરે છે. આ પ્રકારની સ્થિતિમાં વિકાસ માટે સંપૂર્ણ દુનિયાએ વિજ્ઞાન-આધારિત, તાર્કિક અને પ્રગતિશીલ વિચારસણી ધરાવવી પડશે. વિજ્ઞાન-આધારિત અભિગમને મજબૂત કરવા ભારત અનુભવજન્ય શિક્ષણને પ્રોત્સાહન આપે છે.”આવો, ભારતમાં રસી બનાવોઃ યુએનજીએમાં પ્રધાનમંત્રી મોદી
September 25th, 06:02 pm
યુએનજીએમાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ‘સેવા પરમો ધર્મ’ ના સિદ્ધાંતમાં માનતો ભારત મર્યાદિત સંસાધનો વચ્ચે પણ રસી વિકસાવવા અને એનું ઉત્પાદન કરવા પ્રતિબદ્ધ છે.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, જ્યારે ભારતમાં સુધારા થાય છે, ત્યારે વિશ્વમાં પરિવર્તન થાય છે
September 25th, 05:50 pm
સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર દુનિયાની પ્રગતિ અને વિકાસ માટે ભારતીયો કેવી રીતે પ્રદાન કરી રહ્યાં છે એના પર લંબાણપૂર્વક વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અત્યારે દુનિયામાં દર છઠ્ઠી વ્યક્તિ ભારતીય છે. જ્યારે ભારત પ્રગતિ કરે છે, ત્યારે દુનિયાના વિકાસને પણ વેગ મળે છે. જ્યારે ભારત વૃદ્ધિ કરે છે, ત્યારે દુનિયામાં વૃદ્ધિ થાય છે. જ્યારે ભારતમાં આર્થિક સુધારા થાય છે, ત્યારે વિશ્વમાં પરિવર્તન થાય છે.”“હા, લોકશાહી સુશાસન આપી શકે છે. હા, લોકશાહી સુશાસન આપે છે.”
September 25th, 05:22 pm
સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની લોકશાહીની ક્ષમતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘ભારત લોકશાહીની જનની’ તરીકે વિશિષ્ટ સ્થાન ધરાવે છે.પ્રધાનમંત્રીના વોશિંગ્ટન ડી.સી. આગમન પર પ્રેસ વિજ્ઞપ્તિ
September 23rd, 05:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અમેરિકાના મહામહિમ રાષ્ટ્રપતિ જો બાઈડેનના આમંત્રણ પર અમેરિકાની મુલાકાત માટે વોશિંગ્ટન ડીસી (22 સપ્ટેમ્બર 2021, સ્થાનિક સમય) પહોંચ્યા.સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ચૂંટાયેલા અધ્યક્ષ તેમજ માલદિવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે 23 જુલાઈ, 2021ના રોજ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
July 23rd, 06:37 pm
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)ના 76મા સત્ર માટે ચૂંટાયેલા અધ્યક્ષ તેમજ માલદિવના વિદેશમંત્રી માનનીય અબ્દુલ્લા શાહિદે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.‘મરૂસ્થળીકરણ, જમીનની અવનતિ અને દુકાળ અંગે સંયુક્ત રાષ્ટ્રોના ઉચ્ચ સ્તરીય સંવાદ’માં પ્રધાનમંત્રીનું મહત્વનું સંબોધન
June 14th, 07:36 pm
તમામ જીવો અને આજીવિકાઓ માટે ભૂમિ એ મૂળભૂત નિર્માણ એકમ કે શિલા છે. અને આપણે બધાં સમજીએ છીએ કે જીવનનું જાળું એક આંતરિક રીતે જોડાયેલી પ્રણાલિ તરીકે કાર્ય કરે છે. દુ:ખની વાત એ છે કે જમીનની અવનતિ આજે બે તૃતિયાંશ વિશ્વને અસર કરે છે. જો એને અટકાવવામાં નહીં આવે તો એ આપણા સમાજો, અર્થતંત્રો, ખાદ્ય સલામતી, આરોગ્ય, સલામતી અને જીવનની ગુણવત્તાના પાયાને જ કોરી ખાશે. એટલે, આપણે જમીન અને એના સંસાધનો પરના ભયાનક દબાણને ઘટાડવું જ પડશે. સ્પષ્ટ રીતે, આપણી સમક્ષ ઘણું બધું કાર્ય પડેલું છે. પરંતુ આપણે એ કરી શકીએ છીએ. આપણે એ ભેગા મળીને કરી શકીએ છીએ.પ્રધાનમંત્રીએ યુએનની ઉચ્ચસ્તરિય મંત્રણામાં મરુસ્થળીકરણ, જમીનની અવનતિ અને દુકાળ અંગે અધ્યક્ષીય પ્રવચન આપ્યું
June 14th, 07:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોન્ફરન્સ દ્વારા યુએનની ઉચ્ચસ્તરિય મંત્રણામાં મરુસ્થળીકરણ, જમીનની અવનતિ અને દુકાળ અંગે અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. જમીન ધોવાણનો સામનો કરવા માટેના કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ઓફ યુનાઇટેડ નેશન્સ (યુએનસીસીડી)ના 14મા સત્રના અધ્યક્ષની તેમની ક્ષમતાથી પ્રધાનમંત્રીએ પ્રારંભિક સત્રમાં સંબોધન કર્યું હતું.75મા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અધિવેશન (યુએનજીએ) 2020માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 26th, 06:47 pm
સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર હું ભારતના 130 કરોડથી વધુ લોકો વતી દરેક સભ્ય દેશને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. ભારતને એ વાતનો ખૂબ જ ગર્વ છે કે તે સંયુક્ત રાષ્ટ્રના સ્થાપક દેશોમાંથી એક છે. આજના ઐતિહાસિક પ્રસંગે હું આપ સૌની આગળ ભારતના તમામ 130 કરોડ લોકોની ભાવનાઓ આ વૈશ્વિક મંચ પર વ્યક્ત કરવા આવ્યો છું.પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભામાં સંબોધન કર્યું
September 26th, 06:40 pm
સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં “સુધારા” અને “પ્રતિભાવમાં પરિવર્તન” કરવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જો આપણે છેલ્લાં 75 વર્ષ દરમિયાન સંસ્થાની કામગીરીનું તટસ્થ મૂલ્યાંકન કરીશું, તો આપણને કેટલીક ઉત્કૃષ્ટ સફળતા જોવા મળશે. પણ સાથે સાથે એવા કેટલાંક ઉદાહરણો પણ છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રની કામગીરી પર ગંભીરતાપૂર્વક પુનર્વિચાર કરવાની જરૂર છે.”પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્ર મોદી અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ મહામહિમ ચાર્લ્સ માઇકલ વચ્ચે ટેલિફોન પર ચર્ચાથઇ
December 20th, 09:36 pm
પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રમોદીએયુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ મહામહિમ ચાર્લ્સ માઇકલસાથે ફોન પરવાતચીત કરી હતી.EAM Sushma Swaraj's strong pitch for the world to unite against terror
September 26th, 11:59 pm
EAM Sushma Swaraj delivered a strong and articulate address at the United Nations General Assembly. She spoke about several global issues ranging from world peace, prosperity, SDGs among others. She made a strong pitch for the world to unite against terror and isolate those nations supporting terrorism. She also spoke about the human rights violations in Baluchistan. The Prime Minister applauded her speech.