‘મરૂસ્થળીકરણ, જમીનની અવનતિ અને દુકાળ અંગે સંયુક્ત રાષ્ટ્રોના ઉચ્ચ સ્તરીય સંવાદ’માં પ્રધાનમંત્રીનું મહત્વનું સંબોધન

June 14th, 07:36 pm

તમામ જીવો અને આજીવિકાઓ માટે ભૂમિ એ મૂળભૂત નિર્માણ એકમ કે શિલા છે. અને આપણે બધાં સમજીએ છીએ કે જીવનનું જાળું એક આંતરિક રીતે જોડાયેલી પ્રણાલિ તરીકે કાર્ય કરે છે. દુ:ખની વાત એ છે કે જમીનની અવનતિ આજે બે તૃતિયાંશ વિશ્વને અસર કરે છે. જો એને અટકાવવામાં નહીં આવે તો એ આપણા સમાજો, અર્થતંત્રો, ખાદ્ય સલામતી, આરોગ્ય, સલામતી અને જીવનની ગુણવત્તાના પાયાને જ કોરી ખાશે. એટલે, આપણે જમીન અને એના સંસાધનો પરના ભયાનક દબાણને ઘટાડવું જ પડશે. સ્પષ્ટ રીતે, આપણી સમક્ષ ઘણું બધું કાર્ય પડેલું છે. પરંતુ આપણે એ કરી શકીએ છીએ. આપણે એ ભેગા મળીને કરી શકીએ છીએ.

પ્રધાનમંત્રીએ યુએનની ઉચ્ચસ્તરિય મંત્રણામાં મરુસ્થળીકરણ, જમીનની અવનતિ અને દુકાળ અંગે અધ્યક્ષીય પ્રવચન આપ્યું

June 14th, 07:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોન્ફરન્સ દ્વારા યુએનની ઉચ્ચસ્તરિય મંત્રણામાં મરુસ્થળીકરણ, જમીનની અવનતિ અને દુકાળ અંગે અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. જમીન ધોવાણનો સામનો કરવા માટેના કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ઓફ યુનાઇટેડ નેશન્સ (યુએનસીસીડી)ના 14મા સત્રના અધ્યક્ષની તેમની ક્ષમતાથી પ્રધાનમંત્રીએ પ્રારંભિક સત્રમાં સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સનાં પ્રધાનમંત્રી મળ્યાં

September 10th, 01:36 pm

સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સનાં પ્રધાનમંત્રી માનનીય ડૉ. રાલ્ફ એવરાર્ડ ગોન્ઝાલ્વિસ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. પ્રધાનમંત્રી ગોન્ઝાલ્વિસ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સનાં એવા પ્રથમ પ્રધાનમંત્રી છે, જેઓ ભારતની મુલાકાતે આવ્યાં હોય. પ્રધાનમંત્રી ગોન્ઝાલ્વિસ ગઈ કાલે નવી દિલ્હીમાં આયોજિત ‘ડેઝર્ટિફિકેશનને અટકાવવા સંયુક્ત રાષ્ટ્રનાં સંમેલન’ પર આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકમાં સામેલ થયા હતા.

રણ વિસ્તરણ રોકવા માટેના સંયુક્ત રાષ્ટ્ર સંમેલનના પક્ષોની 14મી પરિષદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

September 09th, 10:35 am

હું રણને આગળ વધતું રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રના સંમેલનના પક્ષો (કોપ)ની14મી બેઠકમાં આપ સૌનું સ્વાગત કરૂ છું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારારણને આગળ વધતું રોકવા માટેના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેને કેન્દ્રમાં રાખીને હું ભારતમાંઆ સંમેલનનુ આયોજન કરવા બદલ કાર્યકારી સચિવ શ્રી ઈબ્રાહિમ જિયાઓનો આભાર માનુ છું. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જે વિપુલ સંખ્યામાં નોંધણી થઈ છે તે જમીનમાં ક્ષાર પ્રવેશને અંકુશમાં લાવી તેને ફળદ્રૂપ બનાવવા માટેની વિશ્વની નિષ્ઠા દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ યુએન કન્વેન્શન ટૂ કોમ્બાટ ડેઝર્ટિફિકેશનની 14મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ (સીઓપી14)નાં ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને સંબોધન કર્યું

September 09th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં આજે યુએન કન્વેન્શન ટૂ કોમ્બાટ ડેઝર્ટીફિકેશન (યુએનસીસીડી)ની 14મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી14)નાં ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને સંબોધન કર્યું હતું.