પ્રધાનમંત્રીએ ગુજરાતમાં મા ઉમિયાધામ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ

December 13th, 06:49 pm

આમ તો મારે ત્યાં રૂબરૂ આવવું જોઇતું હતું. જો હું રૂબરૂ આવી શક્યો હોત તો, તમને બધાને મળી શક્યો હોત. જોકે, સમયના અભાવે, અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજે, હું ખૂબ જ ભાગ્યશાળી છુ કે, આ શુભ કાર્યક્રમમાં ભાગ લઇ શક્યો છું. હું માનુ છુ કે, આ કામ – અનેક પ્રકારે મહત્વ ધરાવે છે, બૃહદ સેવા મંદિર પ્રોજેક્ટનું આ એક મહત્વપૂર્ણ કાર્ય જે આપ સૌના પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતમાં મા ઉમિયા ધામ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે સંબોધન કર્યુ

December 13th, 04:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં ઉમિયા માતા ધામ મંદિર અને મંદિર પરિસરનો સમાવેશ કરતા મા ઉમિયા ધામ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ ‘સબકા પ્રયાસ’ની કલ્પનાનું એક ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે આ શુભ પ્રોજેક્ટ બધાના પ્રયત્નોથી પૂર્ણ થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભક્તોએ આધ્યાત્મિક હેતુની સાથે સાથે સમાજ સેવાના હેતુ સાથે સાહસમાં ભાગ લેવો જોઈએ કારણ કે લોકોની સેવા કરવી એ સૌથી મોટી પૂજા છે.