પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
August 15th, 09:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર વિશ્વના નેતાઓની અભિનંદન અને શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.ઉત્તર પ્રદેશના લખનઉમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનના ચોથા ગ્રાઉન્ડબ્રેકિંગ સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 19th, 03:00 pm
આજે આપણે અહીંયા વિકસિત ભારત માટે વિકસિત ઉત્તર પ્રદેશનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે એકજૂથ થયા છીએ. અને મને કહેવામાં આવ્યું હતું કે, અત્યારે તકનીકના માધ્યમથી આપણી સાથે ઉત્તર પ્રદેશની 400 થી વધુ વિધાનસભા સીટો પર લાખો લોકો આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. તકનીક દ્વારા આ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા તમામ પરિવારજનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજથી 7-8 વર્ષ પહેલાં આપણે કલ્પના પણ ન હતા કરી શકતા કે ઉત્તર પ્રદેશમાં પણ રોકાણ અને નોકરીઓના સંદર્ભમાં આવું વાતાવરણ સર્જાશે. ચારેબાજુ ગુનાખોરી, રમખાણો, તફડંચીના સમાચારો આવતા રહેલા હતા. તે દરમિયાન જો કોઇ એમ કહેતું કે હું ઉત્તર પ્રદેશને વિકસિત બનાવીશ તો કદાચ કોઇ સાંભળવા તૈયાર ન હોત, માનવાનો સવાલ જ નહોતો. પરંતુ આજે જુઓ, ઉત્તર પ્રદેશની ધરતી પર લાખો કરોડ રૂપિયાનું રોકાણ ઉતરી રહ્યું છે. અને હું ઉત્તર પ્રદેશનો સાંસદ છું. અને જ્યારે મારા ઉત્તર પ્રદેશમાં કંઇક થાય છે, ત્યારે સૌથી વધુ આનંદ મને થાય છે. આજે હજારો પરિયોજનાઓ પર કામ શરૂ થઇ રહ્યું છે. આ ફેક્ટરીઓ જે અહીં આવી રહી છે, આ ઉદ્યોગો જે આવી રહ્યા છે, તે ઉત્તર પ્રદેશની તસવીર બદલી નાખવાના છે. હું ખાસ કરીને તમામ રોકાણકારોને અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના તમામ યુવાનોને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું
February 19th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે ફેબ્રુઆરી 2023 માં આયોજિત યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023ના ચોથા ભૂમિપૂજન સમારોહમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના 14000 પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, આઇટી અને આઇટીઇએસ, ફૂડ પ્રોસેસિંગ, હાઉસિંગ અને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને એન્ટરટેઇનમેન્ટ અને શિક્ષણ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે.The dreams of crores of women, poor and youth are Modi's resolve: PM Modi
February 18th, 01:00 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.PM Modi addresses BJP Karyakartas during BJP National Convention 2024
February 18th, 12:30 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.હરિયાણાના રેવાડીમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 16th, 01:50 pm
લોકશાહીમાં સીટોનું મહત્વ તો છે જ, પરંતુ મારા માટે તેની સાથે સાથે જનતા-જનાર્દનના આશીર્વાદ એ મારા માટે બહુ મોટી મૂડી છે. આજે ભારત સમગ્ર વિશ્વમાં નવી ઊંચાઈઓ પર પહોંચ્યું છે, તો તે તમારા સૌના આશીર્વાદને કારણે છે, એ તમારા આશીર્વાદની કમાલ છે. હું બે દેશોનો પ્રવાસ કરીને ગઈકાલે જ મોડી રાત્રે ભારત પાછો ફર્યો છું. આજે યુએઈ અને કતારમાં ભારતને જે પ્રકારનું સન્માન મળે છે, ભારતને દરેક ખૂણેથી શુભેચ્છાઓ મળે છે. એ સન્માન માત્ર મોદીનું નથી. તે સન્માન દરેક ભારતીયનું છે, તે તમારા બધાનું છે. જો ભારતે સફળ G-20 સંમેલન યોજ્યું, તો તે તમારા આશીર્વાદથી થયું છે. ભારતનો ત્રિરંગો ચંદ્ર પર ત્યાં પહોંચ્યો જ્યાં બીજું કોઈ ન પહોંચી શક્યું, તો તે તમારા આશીર્વાદને કારણે થયું છે. 10 વર્ષમાં ભારત 11મા સ્થાનેથી ઉપર આવીને 5મી આર્થિક મહાસત્તા બની ગયું, આ પણ તમારા આશીર્વાદથી થયું છે. અને હવે મારા ત્રીજા કાર્યકાળમાં, મને આવનારાં વર્ષોમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવા માટે તમારા આશીર્વાદ જોઈએ છે.પ્રધાનમંત્રીએ હરિયાણાનાં રેવાડીમાં રૂ. 9,750 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યા
February 16th, 01:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં રેવાડીમાં રૂ. 9750 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. આ પ્રોજેક્ટ શહેરી પરિવહન, સ્વાસ્થ્ય, રેલવે અને પર્યટન સાથે સંબંધિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને પૂર્ણ કરે છે. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનોમાં પણ ભાગ લીધો હતો.વિકસિત ભારત-વિકસિત રાજસ્થાન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
February 16th, 11:30 am
વિકસિત ભારત-વિકસિત રાજસ્થાન, રાજસ્થાનની દરેક વિધાનસભામાંથી લાખો મિત્રો હાલમાં આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સામેલ છે. હું તમને બધાને અભિનંદન આપું છું અને હું મુખ્યમંત્રીને પણ અભિનંદન આપું છું કે તેમણે મને ટેક્નોલોજીનો આટલો ઉત્કૃષ્ટ ઉપયોગ કરવાની અને તેને લોકો સુધી પહોંચાડવાની તક આપી છે. તમે થોડા દિવસ પહેલા જયપુરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિને જે આવકાર આપ્યો હતો તેનો માત્ર ભારતમાં જ નહીં પરંતુ ફ્રાંસમાં પણ પડઘો પડી રહ્યો છે. અને રાજસ્થાનના લોકોની આ જ તો ખાસિયત છે. આપણા રાજસ્થાનના ભાઈઓ અને બહેનો જેમના પર પણ પ્રેમ વરસાવે છે તેમાં કોઈ કસર છોડતા નથી. મને યાદ છે કે હું જ્યારે વિધાનસભાની ચૂંટણી વખતે રાજસ્થાન આવતો હતો ત્યારે તમે અમને આશીર્વાદ આપવા માટે કેવી રીતે દોડી આવતા હતા. તમે બધાએ મોદીની ગેરેન્ટીમાં વિશ્વાસ કર્યો, તમે બધાએ ડબલ એન્જિનની સરકાર બનાવી. અને તમે જુઓ, રાજસ્થાનની ડબલ એન્જિન સરકારે કેટલી ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું છે. આજે રાજસ્થાનના વિકાસ માટે લગભગ 17 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ રેલ, રોડ, સૌર ઊર્જા, પાણી અને એલપીજી જેવા વિકાસ કાર્યક્રમો સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટ્સ રાજસ્થાનના હજારો યુવાનોને રોજગાર આપશે. હું રાજસ્થાનના મારા તમામ સાથીઓને આ પ્રોજેક્ટ્સ માટે અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધન કર્યું
February 16th, 11:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રૂ. 17,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ માર્ગો, રેલવે, સૌર ઊર્જા, પાવર ટ્રાન્સમિશન, પેયજલ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે.વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
February 14th, 02:30 pm
વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં મુખ્ય ભાષણ આપવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. અને મને બીજી વખત આ સૌભાગ્ય મળી રહ્યું છે. આ આમંત્રણ અને ઉષ્માભર્યા સ્વાગત માટે હું મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ જીનો ખૂબ આભારી છું. હું મારા ભાઈ હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદનો પણ આભાર વ્યક્ત કરું છું. મને તાજેતરના સમયમાં ઘણી વખત તેમને મળવાની તક મળી છે. તેઓ માત્ર વિઝનના નેતા જ નહીં પણ સંકલ્પના નેતા અને પ્રતિબદ્ધતાના નેતા પણ છે.વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટ 2024માં પ્રધાનમંત્રીની સહભાગિતા
February 14th, 02:09 pm
મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંરક્ષણ પ્રધાન અને દુબઈના શાસકના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરી 2024ના રોજ દુબઈમાં વિશ્વ સરકારોની સમિટમાં ગેસ્ટ ઑફ ઓનર તરીકે ભાગ લીધો હતો. તેમણે સમિટની થીમ - શેપિંગ ધ ફ્યુચર ગવર્મેન્ટ્સ પર વિશેષ મુખ્ય ભાષણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ 2018માં વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટમાં, ગેસ્ટ ઓફ ઓનર તરીકે પણ હાજરી આપી હતી. આ વખતે સમિટમાં 20 વિશ્વ નેતાઓની સહભાગિતા જોવા મળી હતી, જેમાં વૈશ્વિક મેળાવડામાં 10 રાષ્ટ્રપતિઓ અને 10 પ્રધાનમંત્રીઓ, 120થી વધુ દેશોની સરકારો અને પ્રતિનિધિઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું.યુએઈના અબુધાબીમાં અહલાન મોદી કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 13th, 11:19 pm
આજે અબુધાબીમાં તમે લોકોએ એક નવો ઈતિહાસ રચ્યો છે. તમે લોકો UAE ના દરેક ખૂણેથી અને ભારતના વિવિધ રાજ્યોમાંથી આવ્યા છો, પરંતુ દરેકના દિલ જોડાયેલા છે. આ ઐતિહાસિક સ્ટેડિયમમાં દરેક હૃદયની ધડકન કહી રહી છે – ભારત-UAE મિત્રતા જિંદાબાદ! દરેક શ્વાસ કહે છે – ભારત-યુએઈ મિત્રતા જિંદાબાદ! દરેક અવાજ કહી રહ્યો છે – ભારત-યુએઈ મિત્રતા જિંદાબાદ! બસ... આ ક્ષણને જીવવી પડશે... તેને સંપૂર્ણ રીતે જીવવી પડશે. આજે તમારે એ યાદોને ભેગી કરવાની છે, જે જીવનભર તમારી સાથે રહેવાની છે. યાદો જે જીવનભર મારી સાથે રહેવાની છે.UAEમાં ભારતીય સમુદાય કાર્યક્રમ - ''અહલાન મોદી'' ખાતે પ્રધાનમંત્રીની વાતચીત
February 13th, 08:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ UAEમાં ભારતીય સમુદાય દ્વારા તેમના સન્માનમાં આયોજિત કાર્યક્રમ 'AHLAN MODI' ખાતે UAEમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. આ ઇવેન્ટમાં 7 અમીરાતમાંથી ભારતીય ડાયસ્પોરાએ ભાગ લીધો હતો અને તેમાં તમામ સમુદાયોના ભારતીયોનો સમાવેશ થતો હતો. પ્રેક્ષકોમાં અમીરાતનો પણ સમાવેશ થતો હતો.પ્રધાનમંત્રીએ IIT દિલ્હી-અબુ ધાબી કેમ્પસના વિદ્યાર્થીઓની પ્રથમ બેચ સાથે વાર્તાલાપ કર્યો
February 13th, 07:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IIT દિલ્હી-અબુ ધાબી કેમ્પસના વિદ્યાર્થીઓની પ્રથમ બેચ સાથે વાર્તાલાપ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ભારત અને UAE વચ્ચેના દ્વિપક્ષીય સહયોગમાં ન માત્ર એક નવો અધ્યાય શરૂ કરે છે, પરંતુ બંને દેશોના યુવાનોને પણ સાથે લાવે છે.Prime Minister’s meeting with President of the UAE
February 13th, 05:33 pm
Prime Minister Narendra Modi arrived in Abu Dhabi on an official visit to the UAE. In a special and warm gesture, he was received at the airport by the President of the UAE His Highness Sheikh Mohamed bin Zayed Al Nahyan, and thereafter, accorded a ceremonial welcome. The two leaders held one-on-one and delegation level talks. They reviewed the bilateral partnership and discussed new areas of cooperation.શ્રીલંકા અને મોરેશિયસમાં યૂપીઆઈ સેવાઓના લોન્ચ પર પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ
February 12th, 01:30 pm
મહામહિમ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેજી, તમારા મહામહિમ પ્રધાનમંત્રી પ્રવિંદ જગનાથજી, ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકરજી, શ્રીલંકા, મોરેશિયસ અને ભારતની સેન્ટ્રલ બેંકોના ગવર્નરો અને આજના આ મહત્વપૂર્ણ સમારોહ સાથે સંકળાયેલા તમામ સાથીદારો!પ્રધાનમંત્રીએ મોરેશિયસનાં પ્રધાનમંત્રી અને શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ સાથે સંયુક્તપણે યુપીઆઈ સેવાઓનું ઉદઘાટન કર્યું
February 12th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિન્દ જગન્નાથ સાથે સંયુક્તપણે શ્રીલંકા અને મોરેશિયસમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો તથા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં રુપે કાર્ડ સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો હતો.પ્રધાનમંત્રીની ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
December 01st, 09:36 pm
બંને નેતાઓએ આરોગ્ય, શિક્ષણ, ફાર્માસ્યુટિકલ્સ અને પરંપરાગત દવાના ક્ષેત્રોમાં તેમના વ્યાપક દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે વિચારોની આપ-લે કરી હતી. પ્રધાનમંત્રીએ ઉઝબેકિસ્તાન સાથે આપણી વિકાસ ભાગીદારીને વિસ્તારવા માટે ભારતના સમર્થનની ખાતરી પણ આપી હતી.પ્રધાનમંત્રીની માલદીવ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
December 01st, 09:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 01 ડિસેમ્બર 2023 ના રોજ, UAE માં COP-28 સમિટની બાજુમાં, માલદીવ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઇઝુ સાથે મુલાકાત કરી.COP-28 સમિટ દરમિયાન ટ્રાન્સફોર્મિંગ ક્લાઈમેટ ફાઇનાન્સ પરના સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 01st, 08:06 pm
તેના G-20 પ્રમુખપદ દરમિયાન, ભારતે ટકાઉ વિકાસ અને આબોહવા પરિવર્તન બંનેને ખૂબ જ પ્રાથમિકતા આપી છે.