ટ્રાઈની રજત જયંતી ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 17th, 01:54 pm
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા - ટ્રાઈ રજત જયંતિ પર તેની સાથે સંકળાયેલા તમામ સહયોગીઓને ખૂબ ખૂબ અભિનંદન. આ એક સુખદ સંયોગ છે કે આજે તમારી સંસ્થાએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે દેશ આઝાદીના અમૃતમાં આગામી 25 વર્ષ માટે રોડમેપ પર કામ કરી રહ્યો છે, નવા લક્ષ્યો નક્કી કરી રહ્યો છે. થોડા સમય પહેલા, મને મારું સ્વ-નિર્મિત 5G ટેસ્ટ-બેડ રાષ્ટ્રને સમર્પિત કરવાની તક મળી છે. ટેલિકોમ સેક્ટરમાં નિર્ણાયક અને આધુનિક ટેક્નોલોજીની આત્મનિર્ભરતા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. હું આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ સાથીદારોને, અમારા IITને અભિનંદન આપું છું. ઉપરાંત, હું દેશના યુવા સાથીદારો, સંશોધકો અને કંપનીઓને 5G ટેક્નોલોજી બનાવવા માટે આ પરીક્ષણ સુવિધાનો ઉપયોગ કરવા આમંત્રણ આપું છું. ખાસ કરીને અમારા સ્ટાર્ટ અપ માટે તેમના ઉત્પાદનોનું પરીક્ષણ કરવાની આ એક શ્રેષ્ઠ તક છે. એટલું જ નહીં, દેશનું પોતાનું 5G સ્ટાન્ડર્ડ 5Gના રૂપમાં બનાવવામાં આવ્યું છે, તે દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે. દેશના ગામડાઓમાં 5G ટેક્નોલોજી લાવવામાં અને તે કામમાં તે મોટી ભૂમિકા ભજવશે.પ્રધાનમંત્રીશ્રીએ ટ્રાઈની સિલ્વર જ્યુબિલી ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કર્યું
May 17th, 10:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની રજત જયંતીની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમને સંબોધન કકર્યું હતું. તેમણે આ પ્રસંગની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી હતી. કેન્દ્રીય મંત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રી દેવુસિંહ ચૌહાણ અને શ્રી એલ. મુરુગન અને ટેલિકોમ અને પ્રસારણ ક્ષેત્રના નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા.પ્રધાનમંત્રી શ્રી 17મી મેના રોજ ટ્રાઈની રજત જયંતીની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે
May 16th, 04:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 મે, 2022ના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની રજત જયંતીની ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી શ્રી આ પ્રસંગની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડશે.