The relationship between India and Kuwait is one of civilizations, seas and commerce: PM Modi

December 21st, 06:34 pm

PM Modi addressed a large gathering of the Indian community in Kuwait. Indian nationals representing a cross-section of the community in Kuwait attended the event. The PM appreciated the hard work, achievement and contribution of the community to the development of Kuwait, which he said was widely recognised by the local government and society.

Prime Minister Shri Narendra Modi addresses Indian Community at ‘Hala Modi’ event in Kuwait

December 21st, 06:30 pm

PM Modi addressed a large gathering of the Indian community in Kuwait. Indian nationals representing a cross-section of the community in Kuwait attended the event. The PM appreciated the hard work, achievement and contribution of the community to the development of Kuwait, which he said was widely recognised by the local government and society.

નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે પીએમ નરેન્દ્ર મોદીને ફોન કર્યો

December 18th, 06:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ મિસ્ટર ડિક શૂફનો ટેલિફોન કૉલ આવ્યો હતો.

ભારત-શ્રીલંકા સંયુક્ત નિવેદન: સહિયારા ભવિષ્ય માટે ભાગીદારીને પ્રોત્સાહન

December 16th, 03:26 pm

ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયકે ભારત પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત દરમિયાન 16 ડિસેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી તેમની બેઠકમાં વિસ્તૃત અને ફળદાયી ચર્ચા-વિચારણા કરી હતી.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ

December 16th, 01:00 pm

આદરણીય મહામહિમ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, શુભેચ્છાઓ!

પ્રધાનમંત્રી 9 ડિસેમ્બરે રાજસ્થાન અને હરિયાણાની મુલાકાત લેશે

December 08th, 09:46 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 ડિસેમ્બરનાં રોજ રાજસ્થાન અને હરિયાણાની મુલાકાત લેશે. તેઓ જયપુરનો પ્રવાસ કરશે અને સવારે 10:30 વાગ્યે તેઓ જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું ઉદઘાટન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી પાણીપતની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ એલઆઇસીની વીમા સખી યોજનાનો શુભારંભ કરશે અને મહારાણા પ્રતાપ હોર્ટિકલ્ચરલ યુનિવર્સિટીના મુખ્ય પરિસરનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા અને મહારાણીનું સ્વાગત કર્યું

December 05th, 03:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂટાનના મહારાણી જેત્સુન પેમા વાંગચુકનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ તેમના મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવી હતી અને માર્ચ 2024માં તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન ભૂટાનની સરકાર અને લોકો દ્વારા અપાયેલ અપવાદરૂપે ઉષ્માભર્યા આતિથ્યને સ્નેહપૂર્વક યાદ કર્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ કુવૈતના વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું

December 04th, 08:39 pm

કુવૈતના વિદેશ મંત્રી મહામહિમ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાએ આજે ​​પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

ન્યૂઝ 9 ગ્લોબલ સમિટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 22nd, 10:50 pm

મંત્રી વિન્ફ્રેડ, મંત્રીમંડળના મારા સાથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને આ શિખર સંમેલનમાં ઉપસ્થિત તમામ પ્રતિષ્ઠિત સન્નારીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ News9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું

November 22nd, 09:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જર્મનીના સ્ટુટગાર્ટમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આ સમિટ ભારત-જર્મની ભાગીદારીમાં એક નવા અધ્યાયનો ઉમેરો કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મને ખુશી છે કે ભારતનું એક મીડિયા જૂથ આજના માહિતી યુગમાં જર્મની અને જર્મન લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ભારતના લોકોને જર્મની અને જર્મનીના લોકોને સમજવા માટે એક મંચ પણ પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ સુરીનામના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

November 21st, 10:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલન અંતર્ગત સુરીનામના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાથે મુલાકા કરી હતી.

પ્રધાનમંત્રીએ ગુયાનાના રાષ્ટ્રપતિ સાથે સત્તાવાર વાતચીત કરી

November 21st, 04:23 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉનમાં સ્ટેટ હાઉસ ખાતે મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી સાથે મુલાકાત કરી હતી. સ્ટેટ હાઉસ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ અલીએ તેમનું સ્વાગત કર્યું અને તેમણે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર પરિષદ

November 20th, 08:38 pm

પ્રધાનમંત્રીઓએ ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમના સમર્થનની પુનઃ પુષ્ટિ કરી. તેઓએ સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને રોકાણ, શિક્ષણ, કૌશલ્ય અને ગતિશીલતા, પુનઃપ્રાપ્ય ઉર્જા, અવકાશ, રમતગમત અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરી. આ પ્રસંગે સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીઓએ રિન્યુએબલ એનર્જી પાર્ટનરશિપની શરૂઆતનું પણ સ્વાગત કર્યું.

પ્રધાનમંત્રીએ બ્રિટનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 19th, 05:41 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G-20 સમિટ દરમિયાન યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ સર કીર સ્ટારમર સાથે મુલાકાત કરી હતી. બંને પ્રધાનમંત્રી વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી સ્ટારમરને તેમના પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી સ્ટારમરે પણ પ્રધાનમંત્રીને તેમના ઐતિહાસિક ત્રીજી કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ આપી હતી.

રશિયાના પ્રથમ ડેપ્યુટી પીએમ ડેનિસ મન્તુરોવે પીએમ મોદી સાથે મુલાકાત કરી

November 11th, 08:55 pm

રશિયન ફેડરેશનના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી મહામહિમ ડેનિસ મન્તુરોવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી સાથે વાત કરી

November 02nd, 08:22 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કિરિયાકોસ મિત્સોતકિસ સાથે ટેલીફોન પર વાતચીત થઈ.

નિષ્કર્ષોની યાદીઃ સ્પેન સરકારના પ્રમુખ મહામહિમ શ્રી પેડ્રો સાન્ચેઝની ભારતની મુલાકાત (28-29 ઓક્ટોબર, 2024)

October 28th, 06:30 pm

ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા એરબસ સ્પેનના સહયોગથી બનાવવામાં આવેલા વડોદરામાં સી 295 એરક્રાફ્ટના ફાઇનલ એસેમ્બલી લાઇન પ્લાન્ટનું સંયુક્ત ઉદઘાટન.

ભારત અને માલ્દિવ્સઃ વિસ્તૃત આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીનું વિઝન

October 07th, 02:39 pm

ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદીવનાં રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઈઝુ 7 ઓક્ટોબર, 2024નાં રોજ મળ્યાં હતાં અને દ્વિપક્ષીય સંબંધોનાં સંપૂર્ણ ક્ષેત્રની વિસ્તૃત સમીક્ષા કરી હતી, ત્યારે બંને દેશોએ તેમનાં ઐતિહાસિક ગાઢ અને વિશેષ સંબંધોને ગાઢ બનાવવામાં થયેલી પ્રગતિની નોંધ લીધી હતી, જેણે બંને દેશોનાં લોકોનાં ઉત્થાનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે.

ભારત – મલેશિયા વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારી પર સંયુક્ત નિવેદન

August 20th, 08:39 pm

20 ઓગસ્ટ, 2024ના રોજ મલેશિયાના પ્રધાનમંત્રી દાતો'સેરી અનવર ઇબ્રાહીમે ભારતની મુલાકાત લીધી હતી અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સત્તાવાર મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. મલેશિયાના પ્રધાનમંત્રીની દક્ષિણ એશિયાઈ પ્રદેશની આ પ્રથમ મુલાકાત હતી, અને બંને પ્રધાનમંત્રીઓ વચ્ચેની પ્રથમ બેઠક હતી, જેનાથી તેઓ વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા કરી શક્યા હતા. વિસ્તૃત ચર્ચાઓમાં એવા ઘણા ક્ષેત્રો સામેલ હતા જે ભારત અને મલેશિયાના સંબંધોને બહુસ્તરીય અને બહુઆયામી બનાવે છે.

વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ 3.0ના ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીનું સમાપન ભાષણ

August 17th, 12:00 pm

તમારા અમૂલ્ય વિચારો અને સૂચનો બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમે બધાએ અમારી સામાન્ય ચિંતાઓ અને આકાંક્ષાઓને પ્રકાશિત કરી છે. તમારા વિચારોથી સ્પષ્ટ થાય છે કે ગ્લોબલ સાઉથ એકજૂથ છે.