પ્રધાનમંત્રીનો બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સામેલ ભારતીય ખેલાડીઓ સાથે સંવાદનો મૂળપાઠ
August 13th, 11:31 am
ચાલો, આમ તો બધા સાથે વાત કરવાથી મને બહુ પ્રેરણા મળે છે, પણ બધા સાથે સંવાદ કરવો કદાચ શક્ય નથી. પણ જુદાં જુદાં સમયે તમારામાંથી ઘણા બધા સાથે કોઈને કોઈ સ્વરૂપે મને સંપર્કમાં રહેવાની તક મળી છે, વાતચીત કરવાનો મોકો મળ્યો છે. મારા માટે ખુશીની બાબત એ છે કે, તમે સમય કાઢીને મારા નિવાસસ્થાને આવ્યાં અને પરિવારના એક સભ્ય સ્વરૂપે આવ્યાં છો. તમે તમારી સાથે ભારત માટે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. જે રીતે દરેક હિંદુસ્તાની તમારી સાથે જોડાઈને ગર્વની લાગણી અનુભવે છે, તે જ રીતે હું પણ તમારી સાથે જોડાઈને ગૌરવની લાગણી અનુભવું છું. તમારું બધાનું મારે ત્યાં હાર્દિક સ્વાગત છે.પીએમ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલકાત કરી
August 13th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમારોહમાં રમતવીરો અને તેમના કોચ બંનેએ હાજરી આપી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતમાં 11મા ખેલ મહાકુંભના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 06:40 pm
ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, અહિંના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી, સંસદમાં મારા સાથી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર પાટીલજી, ગુજરાત સરકારમાં ખેલ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીજી, સંસદમાં મારા સહયોગી શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી નરહરિ અમીન અને અમદાવાદના મેયર ભાઈ શ્રી કિટીટકુમાર પરમારજી, અન્ય મહાનુભવો અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા મારા યુવા દોસ્તો!પ્રધાનમંત્રીએ 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકવાની જાહેરાત કરી
March 12th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ઉત્તર પ્રદેશમાં મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 01:01 pm
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, અહીંના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્ય નાથજી, ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી સંજીવ બાલ્યાનજી, વી કે સિંહજી, મંત્રીશ્રી દિનેશ ખટીકજી, શ્રી ઉપેન્દ્ર તિવારીજી, શ્રી કપિલદેવ અગ્રવાલજી, સંસદમાં મારા સાથી શ્રીમાન સત્યપાલ સિંહજી, રાજેન્દ્ર અગ્રવાલજી, વિજયપાલ સિંહ તોમરજી, શ્રીમતી કાન્તા કરદમજી, ધારાસભ્ય ભાઈ સોમેન્દ્ર તોમરજી, સંગીત સોમજી, જીતેન્દ્ર સતવાલજી, સત્ય પ્રકાશ અગ્રવાલજી, મેરઠ જીલ્લા પરિષદના અધ્યક્ષ ગૌરવ ચૌધરીજી, મુઝફ્ફરનગર જીલ્લા પરિષદના અધ્યક્ષ વિરપાલજી, અન્ય તમામ લોક પ્રતિનિધિ સમુદાય અને મેરઠ- મુઝઝફરનગરમાં દૂર દૂરથી પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આપ સર્વેને વર્ષ 2022ની ખૂબ ખૂબ શુભેચ્છા.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો
January 02nd, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે નિર્માણ પામનારી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે થશે અને તે આધુનિક તેમજ અદ્યતન રમતગમતની માળખાકીય સુવિધાઓથી સજ્જ હશે જેમાં સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ / વોલીબોલ / હેન્ડબોલ / કબડ્ડીનું ગ્રાઉન્ડ, લોન ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ, પૂલ, બહુલક્ષી હોલ અને સાઇકલિંગ વેલોડ્રોમ પણ સામેલ રહેશે. આ યુનિવર્સિટીમાં શુટિંગ, સ્ક્વૉશ, જીમ્નાસ્ટિક્સ, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કેયકીંગ તેમજ અન્ય સુવિધાઓ પણ સમાવી લેવામાં આવશે. આ યુનિવર્સિટીની ક્ષમતા 1080 રમતવીરોને તાલીમ આપવાની રહેશે જેમાં 540 મહિલાઓ અને 540 પુરુષ તાલીમાર્થીઓ રહેશે.પ્રધાનમંત્રીએ નાગરિકોને સ્મૃતિ ચિહ્નોની હરાજીમાં ભાગ લેવા આહ્વાન કર્યુ
September 19th, 11:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને ભેટ-સોગાદો અને સ્મૃતિ ચિહ્નોની હરાજીમાં સામેલ થવા માટે આહ્લાન કર્યુ છે. તેમણે કહ્યું કે તેમાંથી મળનારી આવક નમામિ ગંગે પહેલ માટે ઉપયોગમાં લેવાશે.શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ઘાટન પર્વ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 07th, 10:31 am
શિક્ષક પર્વના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ રહેલ કેબિનેટમાં મારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, શ્રીમતી અન્નપૂર્ણા દેવી જી, ડૉ. સુભાષ સરકારજી, ડૉ. રાજકુમાર રંજન સિંહજી, દેશના જુદા જુદા રાજ્યોના આદરણીય શિક્ષણ મંત્રીગણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દાને તૈયાર કરનારી સમિતિના અધ્યક્ષ ડૉ. કસ્તુરી રંગનજી, તેમની ટીમના તમામ આદરણીય સન્માનિત સભ્યગણ, સંપૂર્ણ દેશમાંથી અમારી સાથે ઉપસ્થિત તમામ વિદ્વાન આચાર્યગણ, શિક્ષકગણ અને વ્હાલા વિદ્યાર્થીઓ!પ્રધાનમંત્રીએ શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું, શિક્ષણ ક્ષેત્ર માટે સંખ્યાબંધ મહત્વપૂર્ણ પહેલોનો પણ પ્રારંભ કર્યો
September 07th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ધાટન પ્રસંગે સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમિયાન ભારતીય સાંકેતિક ભાષા શબ્દકોષ (મુકબધીરો માટે ઑડિયો અને ટેક્સ્ટ સંમિલિત સાંકેતિક ભાષા વીડિયો, જે અભ્યાસની યુનિવર્સિલ ડિઝાઇનને અનુરૂપ છે), ટોકિંગ બુક્સ (પ્રજ્ઞાચક્ષુઓ માટે ઑડિયો પુસ્તકો), CBSEનું શાળા ગુણવત્તા ખાતરી અને મૂલ્યાંકન માળખુ, NIPUN ભારત માટે NISHTHA શિક્ષકોનો તાલીમ કાર્યક્રમ અને વિદ્યાંજલી પોર્ટલ (શાળાના વિકાસ માટે શિક્ષણ સ્વયંસેવકો/ દાતાઓ/ CSR યોગદાન કરનારાઓ માટે સુવિધા)નો પણ પ્રારંભ કર્યો હતો.ભારતના યુવાનો કંઈક નવું અને મોટા પાયે કરવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
August 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણને સહુને ખબર છે કે આજે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ છે. અને આપણો દેશ તેમની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપે મનાવે પણ છે. હું વિચારી રહ્યો હતો કે કદાચ આ સમયમાં મેજર ધ્યાનચંદજીનો આત્મા જ્યાં પણ હશે, બહુ જ પ્રસન્નતાનો અનુભવ કરતો હશે. કારણ કે દુનિયામાં ભારતની હોકીનો ડંકો વગાડવાનું કામ ધ્યાનચંદજીની હોકી એ કર્યું હતું. અને ચાર દસકા બાદ લગભગ લગભગ 41 વર્ષ પછી, ભારતના નવયુવાનોએ, દિકરા અને દિકરીઓએ હોકીની અંદર ફરી એકવાર પ્રાણ પૂરી દીધો છે. અને કેટલાય પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં પદક નથી મળતો, ભારતનો કોઈ પણ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો અને આ વખતે ઓલમ્પિકમાં હોકીમાં પદક મળ્યો, ચાર દસકા બાદ મળ્યો. તમે કલ્પના કરી શકો છો, મેજર ધ્યાનચંદજીના હ્રદય પર, તેમના આત્મા પર તેઓ જ્યાં હશે ત્યાં, કેટલી પ્રસન્નતા થતી હશે અને ધ્યાનચંદજીનું આખું જીવન રમતગમતને સમર્પિત હતું અને તેથી આજે, જ્યારે આપણને આપણા દેશના નવયુવાનોમાં, આપણા દિકરા-દિકરીઓમાં, રમતગમત પ્રત્યે જે આકર્ષણ નજરે પડી રહ્યું છે. માતા-પિતાને પણ બાળકો જો રમતગમતમાં આગળ જઈ રહ્યા છે તો ખુશી થઈ રહી છે, આ જે તત્પરતા દેખાઈ રહી છે ને, હું સમજું છું, આ જ મેજર ધ્યાનચંદજીને ઘણી મોટી શ્રદ્ધાંજલી છે.પ્રધાનમંત્રીએ ભાવિના પટેલને પેરાલિમ્પિક્સમાં તેમના પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા
August 28th, 01:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાવિના પટેલને પેરાલિમ્પિક્સમાં તેમના પ્રદર્શન માટે અભિનંદન આપ્યા છે અને આવતીકાલે તેમની સફળતા માટે દેશના સમર્થનથી અવગત કરાવ્યા છે.પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક્સ ગેમ્સની શરૂઆત પર ભારતીય ટુકડીને શુભેચ્છાઓ પાઠવી હતી
August 24th, 04:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સની શરૂઆત પર ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી છે.ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ માટે ભારતીય પેરા-એથ્લીટ ટુકડી સાથેના સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 17th, 11:01 am
કાર્યક્રમમાં મારી સાથે જોડાયેલા ભારત સરકારમાં આપણા રમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર જી, તમામ ખેલાડીઓ, તમામ કોચ અને ખાસ કરીને માતા-પિતા, તમારા માતા-પિતા. તમારા બધા સાથે વાત કરવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે કે આ વખતે ભારત પેરાલિમ્પિક રમતોમાં પણ નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. હું મારા તમામ ખેલાડીઓ અને તમામ કોચને તમારી સફળતા માટે, દેશની જીત માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રીએ ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ માટેના ભારતીય પેરા એથલેટ્સ દળ સાથે સંવાદ કર્યો
August 17th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં જઇ રહેલા ભારતીય પેરા-એથલેટ્સના દળ અને તેમના પરિવારજનો, વાલીઓ અને પેરા એથલેટ્સના કોચ સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કર્યો હતો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી; માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.Exclusive Pictures! PM Modi meets Olympians who made India proud!
August 16th, 10:56 am
A day after praising them from the ramparts of the Red Fort and getting the whole nation to applaud them, Prime Minister Narendra Modi met the Indian athletes who participated in the Olympics and made India proud.Here are some exclusive pictures from the event!પ્રધાનમંત્રીએ ભારતીય ટુકડીને ટોક્યો 2020 માં તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપ્યા
August 08th, 06:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ટુકડીને રમતોમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપ્યા હતા. ટોકિયો 2020નું સમાપન નજીક આવી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર દરેક રમતવીર ચેમ્પિયન છે.પ્રધાનમંત્રીએ નીરજ ચોપરાને ટોક્યો ઓલિમ્પિક 2020માં જેવલિન થ્રોમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
August 07th, 06:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને ટોક્યો ઓલિમ્પિક 2020માં જેવલિન થ્રોમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ બજરંગ પુનિયાને ટોક્યો ઓલિમ્પિક 2020માં કુસ્તીમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
August 07th, 05:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બજરંગ પુનિયાને ટોક્યો ઓલિમ્પિક 2020માં કુસ્તીમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ ગોલ્ફર અદિતિ અશોકના કૌશલ્ય અને સંકલ્પની પ્રશંસા કરી
August 07th, 11:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોલ્ફર અદિતિ અશોકને ઓલિમ્પિકમાં તેમના શાનદાર પ્રદર્શન દરમિયાન તેમના કૌશલ્ય અને સંકલ્પ માટે પ્રશંસા કરી છે.ખેલ રત્ન પુરસ્કારને હવેથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખવામાં આવશે: પ્રધાનમંત્રી
August 06th, 02:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને ભારતભરના નાગરિકો તરફથી ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદના નામ પર રાખવા ઘણી વિનંતીઓ મળી રહી છે. તેમણે કહ્યું કે તેમની ભાવનાનું સન્માન કરીને ખેલ રત્ન પુરસ્કાર આથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખાશે.