પ્રધાનમંત્રી 2 થી 3 જાન્યુઆરી 2024 ના રોજ તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાત લેશે
December 31st, 12:56 pm
પરિવર્તનશીલ પગલામાં, પ્રધાનમંત્રીએ કોચી-લક્ષદ્વીપ ટાપુ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન (KLI - SOFC) પ્રોજેક્ટ શરૂ કરીને લક્ષદ્વીપ ટાપુમાં ધીમી ઈન્ટરનેટ સ્પીડના પડકારને દૂર કરવાનો સંકલ્પ કર્યો હતો અને ઓગસ્ટ 2020માં લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસના ભાષણમાં આ અંગેની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ હવે પૂર્ણ થઈ ગયો છે અને તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આનાથી ઇન્ટરનેટ સ્પીડ 100 ગણી (1.7 Gbps થી 200 Gbps સુધી) વધશે. આઝાદી બાદ પ્રથમ વખત લક્ષદ્વીપને સબમરીન ઓપ્ટિક ફાઈબર કેબલ દ્વારા જોડવામાં આવશે. સમર્પિત સબમરીન OFC લક્ષદ્વીપ ટાપુઓમાં કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તનની ખાતરી કરશે, ઝડપી અને વધુ વિશ્વસનીય ઈન્ટરનેટ સેવાઓ, ટેલીમેડિસિન, ઈ-ગવર્નન્સ, શૈક્ષણિક પહેલ, ડિજિટલ બેંકિંગ, ડિજિટલ કરન્સીનો ઉપયોગ, ડિજિટલ સાક્ષરતા વગેરેને સક્ષમ કરશે.