પ્રધાનમંત્રી 20-21 જાન્યુઆરીનાં રોજ તમિલનાડુમાં અનેક મંદિરોની મુલાકાત લેશે
January 18th, 06:59 pm
પ્રધાનમંત્રી 20 જાન્યુઆરીનાં રોજ સવારે 11 વાગે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી આ મંદિરમાં કમ્બા રામાયણમના શ્લોકોનું પઠન કરતા વિવિધ વિદ્વાનોને પણ સાંભળશે.પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં અને યુવાનો વચ્ચે 2024ની શરૂઆત માટે ગર્વ વ્યક્ત કર્યો
January 02nd, 05:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં અને યુવાનો વચ્ચે જાહેર કાર્યક્રમ સાથે તેમના નવા વર્ષની શરૂઆત કરવા બદલ ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો હતો.તમિલનાડુના તિરુચિરાપલ્લી ખાતે શિલાન્યાસ અને વિકાસ કાર્યોના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 12:30 pm
તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન. રવિજી, મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી જ્યોતિરાદિત્ય સિંધિયાજી અને આ જ માટીના બાળક એવા મારા મિત્ર એલ. મુરુગનજી, તમિલનાડુ સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અને તમિલનાડુના મારા પરિવારના સભ્યો!પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં રૂ. 20,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
January 02nd, 12:15 pm
અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને નવું વર્ષ ફળદાયી અને સમૃદ્ધ બને તેવી શુભેચ્છા પાઠવી હતી તથા વર્ષ 2024માં તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ તમિલનાડુમાં યોજાઈ રહ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે રૂ. 20,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ તમિલનાડુની પ્રગતિને મજબૂત કરશે, કારણ કે તેમણે રોડવેઝ, રેલવે, પોર્ટ, એરપોર્ટ, ઊર્જા અને પેટ્રોલિયમ પાઇપલાઇન્સનાં ક્ષેત્રોને આવરી લેતી વિવિધ પરિયોજનાઓ માટે રાજ્યનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે કહ્યું કે આમાંની ઘણી યોજનાઓ મુસાફરીને વેગ આપશે અને રાજ્યમાં હજારો રોજગારની તકો પણ ઉભી કરશે.ભારતીદાસન યુનિવર્સિટી, તિરુચિરાપલ્લીના 38મા દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 11:30 am
તામિલનાડુનાં રાજ્યપાલ થિરુ આર. એન. રવિજી, તમિલનાડુનાં મુખ્યમંત્રી થિરુ એમ. કે. સ્ટાલિનજી, ભારતીદાસન યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર થિરુ એમ. સેલ્વમજી, મારા યુવાન મિત્રો, શિક્ષકો અને યુનિવર્સિટીનાં સહાયક કર્મચારીઓ,પ્રધાનમંત્રીએ તમિલનાડુની તિરુચિરાપલ્લી સ્થિત ભારતીદાસન વિશ્વવિદ્યાલયના 38મા પદવીદાન સમારંભને સંબોધન કર્યું
January 02nd, 10:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલયનાં 38માં પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના હોશિયાર વિદ્યાર્થીઓને એવોર્ડ પણ એનાયત કર્યા હતા.પ્રધાનમંત્રી 2 થી 3 જાન્યુઆરી 2024 ના રોજ તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાત લેશે
December 31st, 12:56 pm
પરિવર્તનશીલ પગલામાં, પ્રધાનમંત્રીએ કોચી-લક્ષદ્વીપ ટાપુ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન (KLI - SOFC) પ્રોજેક્ટ શરૂ કરીને લક્ષદ્વીપ ટાપુમાં ધીમી ઈન્ટરનેટ સ્પીડના પડકારને દૂર કરવાનો સંકલ્પ કર્યો હતો અને ઓગસ્ટ 2020માં લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસના ભાષણમાં આ અંગેની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ હવે પૂર્ણ થઈ ગયો છે અને તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આનાથી ઇન્ટરનેટ સ્પીડ 100 ગણી (1.7 Gbps થી 200 Gbps સુધી) વધશે. આઝાદી બાદ પ્રથમ વખત લક્ષદ્વીપને સબમરીન ઓપ્ટિક ફાઈબર કેબલ દ્વારા જોડવામાં આવશે. સમર્પિત સબમરીન OFC લક્ષદ્વીપ ટાપુઓમાં કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તનની ખાતરી કરશે, ઝડપી અને વધુ વિશ્વસનીય ઈન્ટરનેટ સેવાઓ, ટેલીમેડિસિન, ઈ-ગવર્નન્સ, શૈક્ષણિક પહેલ, ડિજિટલ બેંકિંગ, ડિજિટલ કરન્સીનો ઉપયોગ, ડિજિટલ સાક્ષરતા વગેરેને સક્ષમ કરશે.