ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના પરામર્શનો મૂળપાઠ
September 18th, 10:31 am
ગોવાના ઉર્જાવાન અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી ગોવાના સપૂત શ્રીપાદ નાયકજી, કેન્દ્ર સરકારના મંત્રી પરિષદના મારાં સાથી ડોકટર ભારતી પવારજી ગોવાના તમામ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અન્ય લોક પ્રતિનિધિઓ, તમામ કોરોના વૉરિયર, ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
September 18th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં પુખ્ત વયના લોકોની વસ્તીમાં તમામ 100% લોકોને કોવિડ-19ના રસીના પ્રથમ ડોઝ હેઠળ આવરી લેવાની સિદ્ધિના પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગોવાના આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ-19 વિરોધી રસીકરણના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.‘ટીકા ઉત્સવ’ કોરોના સામેના બીજા મહાયુદ્ધનો પ્રારંભ છે: પ્રધાનમંત્રી
April 11th, 09:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીકા ઉત્સવ વેક્સિનેશનને એક તહેવાર તરીકે ગણાવ્યો હતો અને કોરોના સામેના બીજા મહાયુદ્ધનો પ્રારંભ ગણાવીને અંગત સ્વચ્છતાની સાથે સાથે સામાજિક સ્વચ્છતા પર વિશેષ ભાર મૂક્યો હતો. મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતીના અવસરે રવિવારથી ટીકા ઉત્સવનો પ્રારંભ થયો હતો અને આ ઉત્સવ 14મી એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી સુધી જારી રહેશે.પ્રધાનમંત્રીએ મહાત્મા જ્યોતિબા ફુલેને તેમની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
April 11th, 09:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સમાજ સુધારક, વિચારક, ફિલોસોફર અને લેખક મહાત્મા જ્યોતિબા ફુલેને તેમની જન્મ જયંતિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.