તુતીકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલના ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

September 16th, 02:00 pm

કેબિનેટમાં મારા સાથીદારો, સર્વાનંદ સોનોવાલજી, શાંતનુ ઠાકુરજી, તુત્તુક્કુડી પોર્ટના અધિકારીઓ-કર્મચારીઓ અને દેવીઓ અને સજ્જનો,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુનાં તુતીકોરિન આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલનાં ઉદઘાટન પ્રસંગે સંબોધન કર્યું

September 16th, 01:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે તુતીકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલના ઉદ્ઘાટનને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાંની સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે તથા તેમણે નવા તુતીકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલને 'ભારતનાં દરિયાઇ માળખાનાં નવા સિતારા' તરીકે બિરદાવ્યું હતું. વી.ઓ. ચિદમ્બરનાર બંદરગાહની ક્ષમતા વધારવામાં પોતાની ભૂમિકા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 14 મીટરથી વધારે ઊંડો ડ્રાફ્ટ અને 300 મીટરની લંબાઈ ધરાવતી બર્થની સાથે આ ટર્મિનલ વીઓસી બંદરની ક્ષમતા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે નવા ટર્મિનલથી બંદર પર લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થવાની અને ભારત માટે વિદેશી વિનિમયની બચત થવાની અપેક્ષા છે. તેમણે તમિલનાડુનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં અને વીઓસી બંદર સાથે સંબંધિત કેટલાંક પ્રોજેક્ટને યાદ કર્યા હતાં, જેની શરૂઆત બે વર્ષ અગાઉ તેમની મુલાકાત દરમિયાન થઈ હતી. તેમણે ઝડપથી પૂર્ણ થવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટર્મિનલની મુખ્ય સિદ્ધિઓમાંની એક છે લૈંગિક વિવિધતા પ્રત્યેની તેની કટિબદ્ધતા, જેમાં 40 ટકા કર્મચારીઓ મહિલાઓ છે, જે દરિયાઈ ક્ષેત્રમાં મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસનું પ્રતીક છે.