મન કી બાત, ડિસેમ્બર 2023

December 31st, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત' અર્થાત્ તમારી સાથે મળવાનો એક શુભ અવસર, અને પોતાના પરિવારજનોને જ્યારે મળીએ તો, કેટલું સુખદ હોય છે, કેટલું સંતોષજનક હોય છે ! 'મન કી બાત' દ્વારા તમને મળીને, હું, આવી અનુભૂતિ કરું છુ અને આજે તો આપણી સંયુક્ત યાત્રાનો આ 108મો એપિસૉડ છે. આપણે ત્યાં 108 અંકનું મહત્ત્વ, તેની પવિત્રતા, એક ગહન અધ્યયનનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વાર જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટ, 108નો આ અંક અસીમ આસ્થા સાથે જોડાયેલો છે. તેથી 'મન કી બાત'નો આ 108મો એપિસૉડ મારા માટે વધુ વિશેષ બની ગયો છે. આ 108 એપિસૉડમાં આપણે જનભાગીદારીનાં અનેક ઉદાહરણ જોયાં છે. તેમાંથી પ્રેરણા મેળવી છે. હવે આ પડાવ પર પહોંચ્યા પછી, આપણે નવી રીતે, નવી ઊર્જા સાથે અને ઝડપી ગતિ સાથે, વધવાનો સંકલ્પ લેવાનો છે. અને તે કેટલો સુખદ સંયોગ છે કે કાલનો સૂર્યોદય, 2024નો પ્રથમ સૂર્યોદય હશે- આપણે વર્ષ 2024માં પ્રવેશ કરી ચૂક્યા હોઈશું. તમને સહુને 2024ની ખૂબ ખૂબ શુભકામના.

પીએમએ બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી

April 09th, 02:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટક અને તમિલનાડુમાં બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. તેમણે મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પકાડુ હાથી કેમ્પની પણ મુલાકાત લીધી હતી જ્યાં તેમણે મહાવત અને કાવડીઓ સાથે વાતચીત કરી હતી અને હાથીઓને ખવડાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ઓસ્કાર વિજેતા ડોક્યુમેન્ટ્રી, ધ એલિફન્ટ વ્હીસ્પરર્સમાં દર્શાવવામાં આવેલા હાથીઓના રક્ષકો સાથે પણ વાતચીત કરી હતી.

મૈસુરુમાં પ્રોજેક્ટ ટાઇગરનાં 50 વર્ષના સ્મૃતિ કાર્યક્રમનાં ઉદ્‌ઘાટન સત્ર પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

April 09th, 01:00 pm

સૌ પ્રથમ, હું તમારા બધાની માફી માગવા માગું છું કે હું સવારે 6 વાગ્યે નીકળ્યો હતો, મેં વિચાર્યું હતું કે હું સમયસર જંગલોનું ભ્રમણ કરીને પાછો આવી જઈશ, પરંતુ હું 1 કલાક મોડો હતો. આપ સૌએ રાહ જોવી પડી એ માટે હું આપ સૌની ક્ષમા માગું છું. મારી વાત, પહેલા તો આપણે જે વાઘની સંખ્યાના આંકડાને સ્પર્શ કર્યો છે, આપણે જે જોયું છે, આપણા આ પરિવારનો વિસ્તાર થઈ રહ્યો છે, તે એક ગર્વની ક્ષણ છે. હું તમને બધાને વિનંતી કરું છું કે આ વાઘનાં સન્માનમાં તમારા સ્થાને ઊભા થઈને આપણે વાઘને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. આભાર!

પ્રધાનમંત્રીએ કર્ણાટકના મૈસુરમાં ‘પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું

April 09th, 12:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના મૈસુરમાં આવેલી મૈસુર યુનિવર્સિટી ખાતે ‘પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન (IBCA)નો પણ પ્રારંભ કર્યો હતો. તેમણે ‘અમૃતકાળ વિઝન ફોર ટાઇગર કન્ઝર્વેશન’ પ્રકાશનોનું પણ વિમોચન કર્યું હતું જે વાઘના વન આરક્ષિત વિસ્તારોના સંચાલનની અસરકારકતાના મૂલ્યાંકનના 5મા રાઉન્ડનો સારાંશ અહેવાલ છે, તેમજ વાઘની સંખ્યા જાહેર કરી હતી અને ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન (5મો રાઉન્ડ)નો સારાંશ અહેવાલ પણ બહાર પાડ્યો. તેમણે પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવાના પ્રસંગને અંકિત કરવા માટે એક સ્મૃતિ સિક્કો પણ બહાર પાડ્યો હતો.

પીએમ એવોર્ડ વિજેતા ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ'ના નિર્માતાઓને મળ્યા

March 30th, 03:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઓસ્કાર વિજેતા ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ'ના નિર્માતાઓને મળ્યા હતા.