મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
October 09th, 01:09 pm
આજે મહારાષ્ટ્રને 10 મેડિકલ કોલેજોની ભેટ મળી રહી છે. નાગપુર એરપોર્ટનું આધુનિકીકરણ અને વિસ્તરણનું કાર્ય અને શિરડી એરપોર્ટ માટે નવા ટર્મિનલ બિલ્ડીંગના નિર્માણ માટે આ બે મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ વિકાસ કાર્યો માટે હું મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું. ગયા અઠવાડિયે જ હું થાણે અને મુંબઈ ગયો હતો. અહીં મને મેટ્રો સહિત રૂ. 30 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાની તક મળી, આ પહેલા પણ વિવિધ જિલ્લાઓમાં હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. ઘણા શહેરોમાં મેટ્રોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. કેટલીક જગ્યાએ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે, તો કેટલીક જગ્યાએ રોડ અને હાઈવે સંબંધિત પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર એનર્જી, ટેક્સટાઈલ પાર્કને લગતા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. ખેડૂતો અને પશુપાલકોના હિતમાં નવી પહેલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી મોટા કન્ટેનર પોર્ટ વાધવન પોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં આટલી ઝડપી ગતિએ, આટલા મોટા પાયા પર, વિવિધ વિસ્તારોમાં ક્યારેય વિકાસ થયો નથી. હા, એ અલગ વાત છે કે કોંગ્રેસના શાસનમાં અલગ-અલગ ક્ષેત્રોમાં આટલી ઝડપી ગતિએ, આટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જરૂર થતો હતો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
October 09th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આજનાં વિવિધ પ્રોજેક્ટોમાં નાગપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનાં અપગ્રેડેશનનો શિલાન્યાસ અને શિરડી એરપોર્ટ પર ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ સામેલ છે. શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં 10 સરકારી મેડિકલ કોલેજોના સંચાલનનો પણ શુભારંભ કરાવ્યો હતો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ (આઇઆઇએસ), મુંબઇ અને મહારાષ્ટ્રની વિદ્યા સમિક્ષા કેન્દ્ર (વીએસકે)નું ઉદઘાટન કર્યું હતું.મહારાષ્ટ્રના થાણેમાં વિવિધ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ, ઉદ્ઘાટન અને સમર્પણ સમયે પ્રધનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 05th, 04:35 pm
મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી સી. પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રનાં લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી અને શ્રી અજિત પવારજી, રાજ્ય સરકારનાં મંત્રીઓ, સાંસદો, વિધાનસભાનાં સભ્યો, અન્ય વરિષ્ઠ મહાનુભાવો અને મહારાષ્ટ્રનાં મારાં વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના થાણેમાં રૂ. 32,800 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
October 05th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં થાણેમાં રૂ. 32,800 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો, જેમાં આ વિસ્તારમાં શહેરી પરિવહનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી 5 ઓક્ટોબરનાં રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે
October 04th, 05:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ વાશિમ જશે અને સવારે 11:15 વાગ્યે તેઓ પોહરાદેવી ખાતે જગદંબા માતાના મંદિરમાં દર્શન કરશે. તેઓ વાશિમમાં સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિઓ પર પણ શ્રદ્ધાંજલિ આપશે. જે બાદ સવારે 11:30 વાગ્યે પ્રધાનમંત્રી બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદઘાટન કરશે, જે બંજારા સમુદાયની સમૃદ્ધ વિરાસતની ઉજવણી કરશે. બપોરે લગભગ 12 વાગ્યે તેઓ લગભગ 23,300 કરોડ રૂપિયાના કૃષિ અને પશુપાલન ક્ષેત્ર સાથે સંબંધિત અનેક પહેલનો શુભારંભ કરશે. સાંજે લગભગ 4 વાગ્યે પ્રધાનમંત્રી થાણેમાં 32,800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યાની આસપાસ બીકેસી મેટ્રો સ્ટેશનથી તેઓ બીકેસીથી આરે જેવીએલઆર, મુંબઈ સુધી દોડનારી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ બીકેસી અને સાંતાક્રુઝ સ્ટેશનો વચ્ચે મેટ્રોમાં મુસાફરી પણ કરશે.