પ્રધાનમંત્રીએ થાઈલેન્ડના પ્રધાનમંત્રી પૈતોંગટાર્ન શિનવાત્રાના પગલાં પર ખુશી વ્યક્ત કરી

October 30th, 09:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઈલેન્ડના પ્રધાનમંત્રી પૈતોંગટાર્ન શિનવાત્રાના પગલાં પર ખુશી વ્યક્ત કરી છે. માનનીય પ્રધાનમંત્રી પૈતોંગટાર્ન શિનવાત્રાએ આજે ​​બેંગકોકના લિટલ ઈન્ડિયાના પાહુરત ખાતે અમેઝિંગ થાઈલેન્ડ દિવાળી ફેસ્ટિવલ 2024નું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ અમેઝિંગ થાઈલેન્ડ દિવાળી ફેસ્ટિવલ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવશે.

આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 17th, 10:05 am

સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજીજુ જી, ભંતે ભદંત રાહુલ બોધિ મહાથેરો જી, આદરણીય ચાંગચુપ છોદૈન જી, મહાસંઘના તમામ પ્રતિષ્ઠિત સભ્યો, મહાનુભાવો, રાજદ્વારી સમુદાયના સભ્યો, બૌદ્ધ વિદ્વાનો, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવા માટે આયોજિત સમારોહને સંબોધન કર્યો

October 17th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, કારણ કે ભગવાન બુદ્ધની અભિધમ્મ પરના ઉપદેશો મૂળરૂપે પાલી ભાષામાં ઉપલબ્ધ છે.

પ્રધાનમંત્રીની થાઈલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત

October 11th, 12:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 11 ઑક્ટોબર 2024ના રોજ વિએન્ટિઆનમાં પૂર્વ એશિયા સમિટ દરમિયાન થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી પૈતોંગટાર્ન શિનાવાત્રા સાથે મુલાકાત કરી. બંને પ્રધાનમંત્રીઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુશ્રી પેટોંગટાર્ન શિનવાત્રાને થાઈલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

August 18th, 11:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સુશ્રી પેટોંગટાર્ન શિનાવાત્રાને થાઈલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદીએ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી હતી, જે સભ્યતાગત, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના જોડાણના મજબૂત પાયા પર આધારિત છે.

થાઇલેન્ડના પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા

June 06th, 02:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 06 જૂન, 2024ના રોજ થાઈલેન્ડ રાજ્યના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શ્રીથા થાવિસિન સાથે ખૂબ જ ઉષ્માસભર અને સૌહાર્દપૂર્ણ ટેલિફોન પર વાતચીત કરી હતી. થાઇલેન્ડનાં પ્રધાનમંત્રીએ ભારતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સામાન્ય ચૂંટણીઓમાં વિજય મેળવવા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધના આદર્શોની પ્રશંસા કરી

March 05th, 09:47 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભગવાન બુદ્ધના આદર્શોને બિરદાવ્યા હતા, થાઈલેન્ડના બેંગકોકમાં લાખો ભક્તો દ્વારા 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ, 2024 સુધી ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો અરહંત સરિપુત્ત અને અરહંત મહા મોગલ્લનાના પવિત્ર અવશેષોને વંદન કર્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી શ્રેથા થવિસિનને થાઈલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા

August 23rd, 07:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી શ્રેથા થવિસિનને થાઈલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી સમૃદ્ધિ માટે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક લોંચ કરવા ઈવેન્ટમાં સામેલ થયા

May 23rd, 02:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ટોક્યોમાં ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પરિટી (IPEF) માટે ચર્ચાઓ શરૂ કરવા માટે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં યુએસએના રાષ્ટ્રપતિ મહામહિમ જોસેફ આર. બિડેન અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કિશિદા ફ્યુમિયો, તેમજ અન્ય ભાગીદાર દેશો જેમ કે. ઓસ્ટ્રેલિયા, બ્રુનેઇ, ઇન્ડોનેશિયા, કોરિયા પ્રજાસત્તાક, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામના નેતાઓની હાજરી જોવા મળી હતી.

ઉત્તર પ્રદેશમાં કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 20th, 10:33 am

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, શ્રી કિરણ રિજિજુજી, શ્રી કિશન રેડ્ડીજી, જનરલ વી કે સિંહજી, શ્રી અર્જુન રામ મેઘવાલજી, શ્રી શ્રીપદ નાયકજી, શ્રીમતી મીનાક્ષી લેખીજી, યુપી સરકારના મંત્રી શ્રી નંદ ગોપાલ નંદીજી, સંસદમાં મારા સાથી શ્રી વિજય કુમાર દુબેજી, ધારાસભ્ય શ્રી રજનીકાંત મણિ ત્રિપાઠીજી, જુદા જુદા દેશોના રાજદૂત રાજનાયકો, અન્ય જન પ્રતિનિધિ ગણ,

પ્રધાનમંત્રીએ કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદ્ઘાટન કર્યું

October 20th, 10:32 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદ્ઘાટન કર્યું હતું.

Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. Gen (ret) Prayut Chan-o-cha, Prime Minister of Thailand

May 01st, 11:46 pm

PM Modi had a telephone conversation with Prayut Chan-o-cha, Prime Minister of Thailand. They shared information on the steps being taken in their respective countries to deal with the Covid-19 pandemic.

પ્રધાનમંત્રી મોદી વિયેતનામનાં પ્રધાનમંત્રીને મળ્યાં

November 04th, 08:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 નવેમ્બર, 2019નાં રોજ ભારત-આસિયાન અને ઇસ્ટ એશિયા સમિટની સાથે-સાથે વિયેતનામનાં પ્રધાનમંત્રી મહામહિમ ન્ગુયેન ઝુહાન ફૂકને પણ મળ્યાં હતાં.

પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રીને મળ્યાં

November 04th, 07:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 4 નવેમ્બર, 2019નાં રોજ બેંગકોકમાં આયોજિત ભારત-આસિયાન તથા પૂર્વ એશિયા શિખર સંમેલન 2019ની સાથે સાથે ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્કૉટ મોરિસને મળ્યાં હતાં.

પ્રધાનમંત્રી બેંગકોકમાં ઇસ્ટ એશિયા અને આરસીઇપી શિખર સંમેલનમાં સહભાગી થશે

November 04th, 11:54 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગકોકમાં ઇસ્ટ એશિયા અને આરસીઇપી શિખર સંમેલનની બેઠકમાં સહભાગી થશે. ઉપરાંત તેઓ જાપાનનાં પ્રધાનમંત્રી શિન્ઝો આબે, વિયેતનામનાં પ્રધાનમંત્રી ન્ગુયેન ઝુહાન ફુક અને ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી સ્કોટ્ટ મોરિસનને બેંગકોકમાં મળશે અને ત્યારબાદ તેઓ આજે રાત્રે દિલ્હી પરત ફરશે.

પ્રધાનમંત્રી જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેને મળ્યા

November 04th, 11:43 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગકોકમાં પૂર્વી એશિયા સમિટની સાથે-સાથે જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેને મળ્યા હતા.આ ચર્ચાઓ આ વર્ષના અંતે ભારત-જાપાન 2 + 2 સંવાદ અને વાર્ષિક સમિટ માટેના ભૂમિકા તૈયાર કરવા પર કેન્દ્રિત હતી.

બેંગકોકમાં આસિયાન-ઇન્ડિયા શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીની દ્વિપક્ષીય બેઠકો

November 04th, 11:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડના પ્રધાનમંત્રી પ્રયૂત ચાન-ઓ-ચા તથા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે અલગ-અલગ બેઠક યોજી હતી.

પ્રધાનમંત્રીની મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર સાથે મુલાકાત

November 03rd, 06:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 03 નવેમ્બર, 2019નાં રોજ આસિયાન-ભારત શિખર સંમેલનની સાથે-સાથે મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કીને મળ્યાં હતાં. સપ્ટેમ્બર, 2017માં પોતાની અગાઉની મુલાકાત અને જાન્યુઆરી, 2018માં આસિયાન-ભારત સ્મારક શિખર સંમેલન દરમિયાન ભારતમાં સ્ટેટ કાઉન્સેલરની મુલાકાતને યાદ કરીને બંને નેતાઓએ બંન દેશો વચ્ચે આવશ્યક ભાગીદારીમાં થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદી ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિને મળ્યાં

November 03rd, 06:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગકોકમાં આસિયાન/ઈએએસ સંબંધિત બેઠકો દરમિયાન 3 નવેમ્બર, 2019નાં રોજ ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ મહામહિમ જોકો વિડોડો સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીની થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી સાથે બેઠક

November 03rd, 06:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 નવેમ્બર, 2019નાં રોજ 35માં આસિયાન શિખર સંમેલન, 14માં ઇસ્ટ એશિયા શિખર સંમેલન (ઇએએસ) અને 16માં ભારત-આસિયન શિખર સંમેલનની સાથે-સાથે થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી જનરલ (નિવૃત્ત) પ્રયુત ચાન-ઓ-ચાને મળ્યાં હતાં.