પ્રધાનમંત્રી રોહન બોપન્નાને મળ્યા

February 02nd, 10:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેનિસ ખેલાડી રોહન બોપન્ના સાથે મુલાકાત કરી.

મીરાબાઈ આપણા દેશની મહિલાઓ માટે પ્રેરણા છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

October 29th, 11:00 am

સાથીઓ, તહેવારોના આ ઉમંગની વચ્ચે, દિલ્લીના એક સમાચારથી જ હું મન કી બાતની શરૂઆત કરવા માંગું છું. આ મહિનાની શરૂઆતમાં ગાંધી જયંતિના અવસર પર દિલ્લીમાં ખાદીનું વિક્રમજનક વેચાણ થયું. અહીં કોનોટ પ્લેસમાં, એક જ ખાદી સ્ટોરમાં, એક જ દિવસમાં, દોઢ કરોડથી વધુ રૂપિયાનો સામાન લોકોએ ખરીદ્યો. આ મહિને ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એક વાર વેચાણના પોતાના બધા જ જૂના વિક્રમો તોડી નાંખ્યા છે. તમને એક બીજી વાત જાણીને પણ સારૂં લાગશે, 10 વર્ષ પહેલાં દેશમાં જ્યાં ખાદી ઉત્પાદનોનું વેચાણ ખૂબ મુશ્કેલીથી 30 હજાર કરોડ રૂપિયાથી પણ ઓછું હતું, હવે તે વધીને સવા લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહ્યું છે. ખાદીનું વેચાણ વધવાનો અર્થ છે, તેનો ફાયદો શહેરથી લઇ ગામ સુધીમાં અલગ-અલગ વર્ગો સુધી પહોંચે છે. આ વેચાણનો લાભ આપણા વણકરો, હસ્તશિલ્પના કારીગરો, આપણા ખેડૂતો, આયુર્વેદિક છોડ લગાવનારા કુટિર ઉદ્યોગ બધાને મળી રહ્યો છે, અને આ જ તો ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની તાકાત છે અને ધીરેધીરે આપ સહુ દેશવાસીઓનું સમર્થન પણ વધતું જઇ રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં ટેબલ ટેનિસ મહિલા સિંગલ - વર્ગ 4 ઇવેન્ટમાં ભાવિના પટેલ દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી

October 25th, 01:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાવિના પટેલને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ - વર્ગ 4 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સ 2022માં ટેનિસ મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં પ્રાપ્ત ગોલ્ડ મેડલ અભિનંદન પાઠવ્યા

September 30th, 06:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોહન બોપન્ના અને રુતુજા ભોસલેની મિશ્ર ડબલ્સ જોડીને હંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં ટેનિસ મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં ટેનિસ મેન્સ ડબલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મળવા બદલ ઉજવણી કરી

September 29th, 02:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામકુમાર રામનાથન અને સાકેત માયનેનીની મેન્સ ડબલ્સ જોડીને હંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં ટેનિસ ડબલ્સ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ જાણીતા ટેનિસ ખેલાડી શ્રી નરેશ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો

September 14th, 04:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ટેનિસ ખેલાડી શ્રી નરેશ કુમારના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

ટોક્યો ઓલિમ્પિક્સ 2021 માટે નિર્ધારિત ભારતીય રમતવીરો – એથ્લેટ્સની ટુકડી સાથે વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 13th, 05:02 pm

તમારી સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું. જો કે બધા સાથે તો વાત નથી થઈ શકી પરંતુ તમારો જોશ, તમારો ઉત્સાહ સંપૂર્ણ દેશના તમામ લોકો આજે અનુભવ કરી રહ્યા છે. કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત દેશના રમત મંત્રી શ્રીમાન અનુરાગ ઠાકુરજીએ, હમણાં થોડા દિવસો પહેલા સુધી રમત મંત્રીના રૂપમાં તમારા બધાની સાથે બહુ સારું કામ કર્યું છે. એ જ રીતે આપણાં વર્તમાન કાયદા મંત્રી શ્રીમાન કિરણ રિજીજુજી, રમત રાજ્યમંત્રી આપણાં સૌથી યુવાન મંત્રી છે અમારી ટીમના શ્રીમાન નિશીથ પ્રામાણિકજી, રમતગમત સાથે જોડાયેલ સંસ્થાઓના તમામ પ્રમુખ, તેમના સૌ સભ્યો, અને ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા મારા સાથીઓ, તમામ રમતવીરોના પરિવારજનો, આજે આપણી વર્ચ્યુઅલ વાતચીત થઈ છે પરંતુ મને હજી વધારે સારું લાગત જો હું તમને બધા રમતવીરોને અહિયાં દિલ્હીના મારા ઘરમાં આમંત્રિત કરતો, તમને લોકોને રૂબરૂ મળતો. આ અગાઉ આવું હું હંમેશા કરતો આવ્યો છું. અને મારી માટે તે અવસર ખૂબ ઉમંગનો અવસર રહેતો હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે તે શક્ય નથી બની રહ્યું. અને આ વખતે અડધા કરતાં વધુ આપણાં રમતવીરોની પહેલાથી જ વિદેશોમાં તાલીમ ચાલી રહી છે. પરંતુ પાછા ફર્યા બાદ હું તમને વચન આપું છું કે આપ સૌની સાથે જરૂરથી સુવિધા મુજબ સમય કાઢીને મળીશ. પરંતુ કોરોનાએ ઘણું બધુ બદલી નાખ્યું છે. ઓલિમ્પિકનું વર્ષ પણ બદલાઈ ગયું, તમારી તૈયારીઓની રીત પણ બદલાઈ ગઈ, ઘણું બધુ બદલાઈ ગયેલું છે. હવે તો ઓલિમ્પિક શરૂ થવામાં માત્ર 10 જ દિવસો બાકી રહ્યા છે. ટોક્યોમાં પણ એક જુદા જ પ્રકારનું વતાવરણ તમને જોવા મળવાનું છે.

ટોક્યો ઓલિમ્પિક્સ માટેની સજ્જતા, પ્રતિબદ્ધતા વિશે ભારતીય રમતવીરો સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

July 13th, 05:01 pm

પ્રધાનમંત્રી : દીપિકાજી, પાછલી મન કી બાતમાં મેં તમારી અને ઘણા સાથીઓની ચર્ચા કરી હતી. હમણાં પેરિસમાં ગોલ્ડ જીતીને તમે જે ચમત્કાર કર્યો. તે પછી સમગ્ર દેશમાં તમારી ચર્ચા થઈ રહી છે. હવે તમે રેન્કિંગમાં વર્લ્ડ નંબર વન બની ગયા છો. મને ખબર પડી છે કે તમે બાળપણમાં તમે કેરી તોડવા નિશાન તાકતા હતા. કેરીથી શરૂ થયેલી તમારી આ યાત્રા ઘણી વિશેષ છે. તમારી આ યાત્રા બાબતે દેશ ઘણું બધું જાણવા ઈચ્છે છે. જો તમે કંઈ જણાવશો તો સારું થશે.

ટોકિયો ઑલિમ્પિક્સ માટે જનાર ભારતીય રમતવીરો-ઍથ્લીટ્સની ટુકડી સાથે પ્રધાનમંત્રીએ વાતચીત કરી

July 13th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટોકિયો ઑલિમ્પિક્સ માટે જનારા ભારતીય રમતવીરો-ઍથ્લીટ્સના દળ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી દ્વારા આ પરસ્પર સંવાદ રમતવીરો રમતોમાં ભાગ લે એ પૂર્વે એમને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનો એક પ્રયાસ હતો. યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર; યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નિશિથ પ્રમાણિક અને કાયદા મંત્રી શ્રી કિરણ રિજિજુ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ફિટ ઇન્ડિયા અભિયાનના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 29th, 10:01 am

કેટલાક લોકોને લાગતું હશે કે અમે તો શાળાએ જતા નથી, કોલેજમાં જતા નથી, પરંતુ મોદીજીએ માત્ર વિદ્યાર્થીઓને કેમ કહ્યું. તમે લોકો અહિં આવ્યા છો, ઉંમર કોઇપણ હોય, પરંતુ મને વિશ્વાસ છે તમારી અંદરનો વિદ્યાર્થી જીવિત છે.

પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા અભિયાનનો શુભારંભ કર્યો

August 29th, 10:00 am

આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રમત દિવસ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ દેશના લોકોને ફિટનેસને તેમની જીવનશૈલી બનાવવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રી કોમનવેલ્થ ગેમ્સ – 2018નાં ટેબલ ટેનિસનાં મેડલ વિજેતાઓને મળ્યાં

July 30th, 02:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોમનવેલ્થ ગેમ્સ 2018નાં ટેબલ ટેનિસનાં મેડલ વિજેતાઓ સાથે વાત કરી હતી. આ રમતવીરો પ્રધાનમંત્રીને નવી દિલ્હીમાં પાર્લામેન્ટ હાઉસમાં મળ્યાં હતાં.

PM congratulates Sania Mirza and Martina Hingis on US Open victory

September 14th, 09:05 am



PM congratulates Leander Paes and Martina Hingis, on winning the mixed doubles title at US Open

September 12th, 12:50 pm



India Shines at the Special Olympic World Summer Games - 2015

August 04th, 05:57 pm



PM congratulates Leander Paes, Martina Hingis and Sumit Nagal for Wimbledon victories

July 13th, 10:24 am



PM congratulates tennis players Sania Mirza and Martina Hingis, on winning Wimbledon women's doubles title

July 12th, 09:44 am



Sania Mirza calls on PM

September 12th, 06:11 pm

Sania Mirza calls on PM