મુંબઈમાં અભિજાત મરાઠી ભાષાના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

October 05th, 07:05 pm

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી સી. પી. રાધાકૃષ્ણનજી, મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસજી અને અજિત પવારજી, કેન્દ્ર સરકારમાં મારા તમામ સાથીઓ, જેમણે પોતાની ગાયકથી અનેક પેઢીઓ પર છાપ છોડી છે તેવા આશા તાઈજી, પ્રસિદ્ધ કલાકાર ભાઈ સચિનજી, નામદેવ કાંબલેજી અને સદાનંદ મોરેજી, મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીઓ ભાઈ દીપકજી અને મંગલ પ્રભાત લોઢાજી, ભાજપના મુંબઈ અધ્યક્ષ ભાઈ આશિષજી, અન્ય મહાનુભાવો, ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુંબઈમાં અભિજાત મરાઠી ભાષાના કાર્યક્રમમાં ભાગ લીધો

October 05th, 07:00 pm

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. શ્રી મોદીએ આ ક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને તેને મરાઠી ભાષાના ઇતિહાસમાં સોનેરી સીમાચિહ્નરૂપ ગણાવી હતી, કારણ કે તેમણે મરાઠી ભાષી લોકોની લાંબા ગાળાની આકાંક્ષાઓનો સ્વીકાર કર્યો હતો અને મહારાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કરવામાં પ્રદાન કરવામાં આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં લોકોને અભિનંદન પણ પાઠવ્યાં હતાં અને આ ઐતિહાસિક સિદ્ધિમાં સામેલ થવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં, પ્રધાનમંત્રીએ બંગાળી, પાલી, પ્રાકૃત અને આસામીને પણ શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી અને આ ભાષાઓ સાથે સંકળાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલુગુ ભાષા દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

August 29th, 03:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલુગુ ભાષા દિવસ નિમિત્તે તેમની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે તેલુગુને વધુ લોકપ્રિય બનાવવા માટે કામ કરનારા તમામ લોકોની પણ પ્રશંસા કરી.

સ્પેસ સેક્ટરમાં સુધારાથી દેશના યુવાનોને ફાયદો થયો છે: વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું

August 25th, 11:30 am

સાથીઓ, દેશના યુવાઓને સ્પેસ સેક્ટર રિફૉર્મથી પણ ઘણો ફાયદો થયો છે. આથી મેં વિચાર્યું કે, શા માટે 'મન કી બાત'માં અંતરિક્ષ ક્ષેત્ર સાથે જોડાયેલા મારા કેટલાક યુવા સાથીઓ સાથે વાત ન કરવામાં આવે. મારી સાથે વાત કરવા માટે Spacetech Start-Up GalaxEyeની ટીમ જોડાઈ રહી છે. આ સ્ટાર્ટ અપને IIT Madrasના alumnniએ શરૂ કર્યું હતું. આ બધા નવયુવાનો આજે આપણી સાથે ફૉન લાઇન પર ઉપસ્થિત છે - સૂયશ, ડેનિલ, રક્ષિત, કિશન અને પ્રનિત. આવો, આ યુવાઓના અનુભવોને જાણીએ.