પ્રથમ CEO’s ફોરમની બેઠકની સહઅધ્યક્ષતા કરતા વડાપ્રધાન મોદી, ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુ

July 06th, 07:30 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુએ તેલ અવિવમાં પહેલી CEOs ફોરમની બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. આ વ્યાપારિક બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત-ઇઝરાયેલની ભાગીદારીમાં એક નવું પ્રકરણ શરુ થયું છે જે બંને દેશોના લોકોની જિંદગીને સુધારવાના અવસરો દ્વારા ચાલશે.

વડાપ્રધાન મોદી, ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુ ભારત-ઇઝરાયેલનો સંશોધન સેતુ

July 06th, 07:12 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુએ તેલ અવિવમાં ટેક્નોલોજી પ્રદર્શન નિહાળ્યું હતું. બંને નેતાઓએ ભારત-ઇઝરાયેલ સંશોધન સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું જે યુવા સંશોધકોને પ્રોત્સાહન આપશે અને સંશોધનોને એક સારા વિશ્વ માટે આગળ વધારશે.

વડાપ્રધાન મોદીએ ઇઝરાયેલમાં ડેન્ઝીગર ફ્લાવર ફાર્મની મુલાકાત લીધી

July 04th, 07:43 pm

વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન નેતનયાહુએ બેન ગુરીયન એરપોર્ટથી જેરુસલેમ જવાના રસ્તે ડેન્ઝીગર ફ્લાવર ફાર્મની મુલાકાત લીધી હતી. ડેન્ઝીગર કટ ફ્લાવર્સની વિવિધ જાતોના સંશોધન, સંવર્ધન, વિકાસ, પ્રચાર અને ઉત્પાદનનું કાર્ય કરે છે.

અમે ઇઝરાયેલને વિકાસનું એક મહત્ત્વનું ભાગીદાર માનીએ છીએ: વડાપ્રધાન મોદી

July 04th, 07:26 pm

વડાપ્રધાન મોદીએ તેલ અવિવના એરપોર્ટ પર એક ટૂંકું સંબોધન કરતા વડાપ્રધાન નેતનયાહુનો તેમના હુંફાળા સ્વાગત બદલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયેલની અભૂતપૂર્વ મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવું એ તેમના માટે સન્માનની બાબત છે. “ભારત એક જૂની સંસ્કૃતિ છે પરંતુ યુવા દેશ છે. અમારી પાસે પ્રતિભાશાળી અને કુશળ યુવાનો છે જે અમારું ચાલકબળ છે. અમે ઇઝરાયેલને અમારું મહત્ત્વનું વિકાસ ભાગીદાર માનીએ છીએ.”

વડાપ્રધાન નેતનયાહુએ વડાપ્રધાન મોદીને કહ્યું: તમે એક મહાન વિશ્વ નેતા છો

July 04th, 07:17 pm

ઇઝરાયેલમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા વડાપ્રધાન નેતનયાહુએ કહ્યું, “ઈઝરાયેલમાં સ્વાગત છે ... આપકા સ્વાગત હૈ મેરે દોસ્ત. અમે તમારી બહુ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. અમે ભારતને પ્રેમ કરીએ છીએ.” તેમણે કહ્યું, “મને યાદ છે જ્યારે યુનાઇટેડ નેશન્સ ખાતે આપણી પહેલી મુલાકાત દરમિયાન તમે કહ્યું હતું કે જ્યારે ભારત અને ઈઝરાયેલના સંબંધોની વાત આવે છે ત્યારે આકાશ જ તેની સીમા છે. પરંતુ હવે, વડાપ્રધાનશ્રી, મને ઉમેરવા દો કે આપણે અવકાશમાં પણ એકબીજાને સહકાર આપી રહ્યા છીએ.”

ઐતિહાસિક મુલાકાતનું ઐતિહાસિક સ્વાગત

July 04th, 06:45 pm

વડાપ્રધાન મોદીનું ઈઝરાયેલના તેલ અવિવ પહોંચતા જ હુંફાળું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઘટના કોઇપણ ભારતીય વડાપ્રધાનની ઐતિહાસિક શરૂઆતનું પ્રતિબિંબ બન્યું હતું.