2022 ખૂબ જ પ્રેરણાદાયક, અદ્ભુત રહ્યું: પીએમ મોદી મન કી બાત દરમિયાન

December 25th, 11:00 am

સાથીઓ, આ બધાની સાથે જ વર્ષ 2022 એક બીજા કારણથી સદૈવ યાદ કરાશે. તે છે, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનો વિસ્તાર. દેશના લોકોએ એકતા અને સંપને ઉજવવા માટે પણ અનેક અદ્ભુત આયોજન કર્યાં. ગુજરાતનો માધવપુર મેળો હોય, જ્યાં રુક્મિણી વિવાહ અને ભગવાન કૃષ્ણના પૂર્વોત્તરના સંબંધોને ઉજવવામાં આવે છે અથવા તો પછી કાશી-તમિલ સંગમમ્ હોય, આ પર્વોમાં પણ એકતાના અનેક રંગો દેખાયા. 2022માં દેશવાસીઓએ એક બીજો અમર ઇતિહાસ લખ્યો. ઑગસ્ટના મહિનમાં ચાલેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન કોણ ભૂલી શકે છે? તે પળ યાદ કરતાં દરેક દેશવાસીના રૂંવાડા ઊભા થઈ જતા હતા. સ્વતંત્રતાનાં 75 વર્ષના આ અભિયાનમાં સમગ્ર દેશ તિરંગામય થઈ ગયો. 6 કરોડથી વધુ લોકોએ તો તિરંગા સાથે સેલ્ફી પણ મોકલી. સ્વતંત્રતાનો આ અમૃત મહોત્સવ હજુ આગામી વર્ષ પણ ચાલશે. અમૃતકાળના પાયાને વધુ મજબૂત કરશે.

મોહાલી, પંજાબમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 24th, 06:06 pm

આઝાદીના અમૃતકાળમાં દેશ નવા સંકલ્પોને હાંસલ કરવા તરફ આગળ ધપી રહ્યો છે. આજનો આ કાર્યક્રમ દેશની બહેતર બની રહેલી આરોગ્ય સેવાઓનું પ્રતિબિંબ છે. હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરથી પંજાબ, હરિયાણાની સાથે સાથે હિમાચલ પ્રદેશના લોકોને પણ લાભ થનારો છે. આજે હું આ ધરતીનો અન્ય એક કારણસર આભાર વ્યક્ત કરવા માગું છું. પંજાબ સ્વતંત્રતા સેનાનીઓ, ક્રાંતિવીરો, રાષ્ટ્રભક્તિની ઓતપ્રોત પરંપરાની આ પવિત્ર ધરતી રહી છે. પોતાની આ પરંપરાને પંજાબે હર ઘર તિરંગા અભિયાન દરમિયાન પણ સમૃદ્ધ રાખી છે. આજે હું પંજાબની જનતાનો, ખાસ કરીને અહીંના યુવાનોનો, હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છુ.

PM dedicates Homi Bhabha Cancer Hospital & Research Centre to the Nation at Sahibzada Ajit Singh Nagar (Mohali)

August 24th, 02:22 pm

PM Modi dedicated Homi Bhabha Cancer Hospital & Research Centre to the Nation at Mohali in Punjab. The PM reiterated the government’s commitment to create facilities for cancer treatment. He remarked that a good healthcare system doesn't just mean building four walls. He emphasised that the healthcare system of any country becomes strong only when it gives solutions in every way, and supports it step by step.

તાતા મેમોરીયલના પ્લેટીનમ જ્યુબીલી માઈલસ્ટોન પુસ્તકનું વિમોચન કરતા PM મોદી

May 25th, 11:08 am

PM નરેન્દ્ર મોદીએ આજે તાતા મેમોરીયલના પ્લેટીનમ જ્યુબીલી માઈલસ્ટોન પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કેન્સરના ઉપચાર માટે શ્રી રતન તાતા અને તાતા મેમોરીયલ હોસ્પિટલના પ્રદાનની પ્રસંશા કરી હતી. PM મોદીએ નોંધ્યું હતું કે કેન્સર એ ખુબ મોટો પડકાર હતો અને આથી દર્દીઓ પોષણક્ષમ ઉપચાર મેળવે તેના માટે એક સહિયારું પ્લેટફોર્મ ઉભું કરવું જરૂરી હતું.