‘પરીક્ષા પે ચર્ચા પીએમ મોદી કે સાથ’માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

April 01st, 01:57 pm

આપ સૌને નમસ્કાર. આમ તો આ મારો એક ખૂબ જ પ્રિય પ્રોગ્રામ છે, પરંતુ કોરોનાને કારણે, વચ્ચે, હું આપનામાંથી સાથીઓને મળી શક્યો નહીં આજનો કાર્યક્રમ મારા માટે થોડો વિશેષ ખુશીનો છે, કારણ કે લાંબા અંતર પછી આપ સૌને મળવાનો મોકો મળ્યો. મને નથી લાગતું કે તમને બધાંને પરીક્ષાનું કોઈ ટેન્શન હશે. હું સાચો છું ને? હું સાચો છું ને? તમને લોકોને કોઇ ટેન્શન નહીં હશે ને? જો ટેન્શન હશે તો તમારાં માતા-પિતાને હશે કે તે શું કરશે? સાચું કહો કે કોને ટેન્શન છે તમને કે તમારા પરિવારવાળાને? જેમને પોતાને ટેન્શન હોય તેઓ હાથ ઊંચો કરે. સારું, હજી પણ લોકો છે, સરસ. અને એવા કોણ છે જેમને પાક્કો વિશ્વાસ છે કે મમ્મી-પપ્પાને ટેન્શન છે, એ કોણ કોણ છે? મોટાભાગના લોકો એ જ છે. આવતી કાલથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. અને આમ પણ, એપ્રિલ મહિનો આપણા દેશમાં ઘણા તહેવારોથી ભરેલો હોય છે.

પ્રધાનમંત્રીએ પરીક્ષા પે ચર્ચા 2022માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે વાર્તાલાપ કર્યો "કોઈપણ તણાવ વિના ઉત્સવના મૂડમાં પરીક્ષા આપો"

April 01st, 01:56 pm

પરીક્ષા પે ચર્ચા (PPC)ની 5મી આવૃત્તિમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે વાર્તાલાપ પહેલા સ્થળ પર પ્રદર્શિત વિદ્યાર્થીઓનાં પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, શ્રીમતી અન્નપૂર્ણા દેવી, ડો. સુભાષ સરકાર, ડો. રાજકુમાર રંજન સિંહ અને શ્રી રાજીવ ચંદ્રશેખર આ પ્રસંગે રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતાપિતાની વર્ચ્યુઅલ સહભાગિતા સાથે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ સમગ્ર વાતચીત દરમિયાન પરસ્પર, આનંદિત વાતાવરણમાં વાતચીતનો સ્વર જાળવી રાખ્યો હતો.

પ્રધાનમંત્રી 1 એપ્રિલ, 2022 ના રોજ 'પરીક્ષા પે ચર્ચા' પર વિદ્યાર્થીઓના માતાપિતા અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે

March 26th, 11:56 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 એપ્રિલ, 2022ના રોજ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આયોજિત 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના તેમના માતા-પિતા અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે. તેઓ તણાવ મુક્ત પરીક્ષાઓ વિશે વાત કરશે.

પરીક્ષા પે ચર્ચા 2021: હસતાં-હસતાં અને ચિંતામુક્ત થઈને પરીક્ષા આપો!

February 18th, 02:33 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચા 2021 દરમિયાન વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. આ વર્ષે કાર્યક્રમ સંપૂર્ણપણે ઓનલાઇન યોજાશે અને દુનિયાભરના તમામ વિદ્યાર્થીઓ સહભાગી થઈ શકશે. પ્રધાનમંત્રી મોદી વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને શિક્ષકો સાથે તેઓ પરીક્ષાની ચિંતામાંથી મુક્ત કેવી રીતે રહી શકે એના વિશે વાત કરશે.

Be confident about your preparation: PM Modi to students appearing for exams

January 20th, 10:36 am

PM Modi interacted with students as part of Pariksha Pe Charcha. He answered several questions from students across the country on how to reduce examination stress. The PM discussed subjects like importance of technology in education, dealing with the expectations of teachers and parents, future career options & more.

“પરીક્ષા પે ચર્ચા 3.0”માં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કર્યો

January 20th, 10:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે‘પરીક્ષા પે ચર્ચા 3.0’ સંવાંદનાં ભાગ રૂપે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ પરિસંવાદ કાર્યક્રમમાં 50 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. નેવું મિનિટ સુધી ચાલેલા આ પરિસંવાદમાં વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી પાસેથી વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન મેળવવાની ઇચ્છા દર્શાવી હતી. આ વર્ષે પણ દેશભરના વિદ્યાર્થીઓ અને વિદેશમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીનો ‘પરીક્ષા પે ચર્ચા 2020’માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાઓ સાથે સંવાદ

January 19th, 08:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20મી જાન્યુઆરી, 2020ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા 2020’માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરશે. નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે 20મી જાન્યુઆરી 2020ના રોજ સવારે 11.00 વાગ્યે પ્રધાનમંત્રીના સંવાદનો વિશષ કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા 2020’ના ત્રીજી સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પરીક્ષાનો તણાવ દૂર કરવા માટે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે અને પસંદ કરાયેલા વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપશે.

Join Live: Pariksha Pe Charcha with PM Modi!

January 19th, 10:40 am

PM Modi will be interacting with students, parents and teachers from all across the country on Monday, 20th January 2020 and discuss ways to reduce examination stress.

દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકના ઉદઘાટન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 01st, 10:54 pm

મંચ પર બિરાજમાન મંત્રી પરિષદના મારા સહયોગી, શ્રીમાન મનોજ સિંહાજી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના સીઈઓ, સચિવ, પોસ્ટ આઈપીપીબીના તમામ સાથીઓ, અહિં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો, ભાઈઓ અને બહેનો. આ સમયે ટેકનોલોજીના માધ્યમથી દેશભરના ત્રણ હજારથી વધુ કેન્દ્રો પર પોસ્ટલ વિભાગના હજારો કર્મચારીઓ તથા ત્યાંના નાગરિક પણ અને જેમ કે આપણા મનોજજીએ જણાવ્યું કે આશરે 20 લાખ લોકો અત્યારે આ કાર્યક્રમની સાથે જોડાયેલા છે. ત્યાં આગળ અનેક રાજ્યપાલ મહોદયો, મુખ્યમંત્રીઓ, કેન્દ્રના મંત્રી પરિષદના અમારા સાથીઓ, રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, એ સૌ પણ ત્યાં આગળ ઉપસ્થિત છે, હું એમનું સૌનું પણ આ સમારોહમાં સ્વાગત કરું છું અને આ મહત્વપૂર્ણ અવસર પર સૌને હું અભિનંદન પાઠવુ છું.

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો શુભારંભ કરાવ્યો – નાણાકીય સર્વસમાવેશતા તરફ એક મોટી પહેલ

September 01st, 04:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઇપીપીબી)નો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાં 3000થી વધારે સ્થળો પરથી પોસ્ટ વિભાગનાં કર્મચારીઓ સામેલ થયાં હતાં, જેઓ નવી દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમ સાથે જોડાયાં હતાં.

પ્રધાનમંત્રી 1 સપ્ટેમ્બર, શનિવારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો શુભારંભ કરાવશે

August 31st, 10:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 સપ્ટેમ્બર, 2018નાં રોજ નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઇપીપીબી)નો શુભારંભ કરાવશે.