ભારતીદાસન યુનિવર્સિટી, તિરુચિરાપલ્લીના 38મા દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 11:30 am
તામિલનાડુનાં રાજ્યપાલ થિરુ આર. એન. રવિજી, તમિલનાડુનાં મુખ્યમંત્રી થિરુ એમ. કે. સ્ટાલિનજી, ભારતીદાસન યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર થિરુ એમ. સેલ્વમજી, મારા યુવાન મિત્રો, શિક્ષકો અને યુનિવર્સિટીનાં સહાયક કર્મચારીઓ,પ્રધાનમંત્રીએ તમિલનાડુની તિરુચિરાપલ્લી સ્થિત ભારતીદાસન વિશ્વવિદ્યાલયના 38મા પદવીદાન સમારંભને સંબોધન કર્યું
January 02nd, 10:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલયનાં 38માં પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના હોશિયાર વિદ્યાર્થીઓને એવોર્ડ પણ એનાયત કર્યા હતા.દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના વિદાય સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 30th, 11:20 am
દિલ્હી યુનિવર્સિટીના આ સુવર્ણ સમારોહમાં દેશના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, ડીયુના વાઇસ ચાન્સેલર શ્રી યોગેશ સિંહ, તમામ પ્રોફેસરો, શિક્ષકો અને મારા તમામ યુવા મિત્રો. જ્યારે તમે લોકોએ મને આ આમંત્રણ આપ્યું હતું, ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારે તમારી સાથે આવવું છે. અને અહીં આવવું એ પ્રિયજનોની સાથે આવવા જેવું છે.પ્રધાનમંત્રીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન સમારંભને સંબોધન કર્યું
June 30th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી યુનિવર્સિટી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનાં મલ્ટિપર્પઝ હૉલમાં દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારંભના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીનાં નોર્થ કૅમ્પસમાં નિર્માણ પામનારી ફૅકલ્ટી ઑફ ટેક્નૉલોજીનાં ભવન, કમ્પ્યુટર સેન્ટર અને એકેડેમિક બ્લોકનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ યાદગીરી સ્વરૂપે શતાબ્દી મહોત્સવનાં સંકલન સ્વરૂપે શતાબ્દી ગ્રંથ; લોગો બુક - દિલ્હી યુનિવર્સિટી અને તેની કૉલેજોનો લોગો; અને સુવાસ - દિલ્હી યુનિવર્સિટીનાં 100 વર્ષનું વિમોચન કર્યું હતું.શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
December 24th, 11:10 am
પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તેમનાં આશીર્વાદથી રાજકોટ ગુરૂકુળને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. રાજકોટ ગુરૂકુળનાં 75 વર્ષની આ યાત્રા માટે હું આપ સૌને ખૂબ-ખૂબ હાર્દિક અભિનંદન આપું છું. ભગવાન શ્રી સ્વામિનારાયણનાં નામનું સ્મરણ કરવા માત્રથી એક નવી ચેતનાનો સંચાર થાય છે અને આજે આપ સૌ સંતોનાં સાંનિધ્યમાં સ્વામિનારાયણનાં નામનું સ્મરણ કરવું એ એક અલગ જ સૌભાગ્યનો અવસર છે. મને વિશ્વાસ છે કે આ ઐતિહાસિક સંસ્થાનનું આવનારું ભવિષ્ય હજુ વધુ યશસ્વી હશે. તેનું યોગદાન વધુ અપ્રતિમ હશે.પ્રધાનમંત્રીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું
December 24th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સંબોધન કર્યું હતું.