પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ દ્વારા ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં ટિપ્પણીનો મૂળપાઠ

April 04th, 09:46 am

સીડીઆરઆઈ વૈશ્વિક દ્રષ્ટિકોણથી ઉદ્ભવ્યું છે. નજીકથી જોડાયેલા વિશ્વમાં, આપત્તિઓની અસર માત્ર સ્થાનિક નહીં હોય. એક પ્રદેશમાં આફતો સંપૂર્ણપણે અલગ પ્રદેશ પર મોટી અસર કરી શકે છે. તેથી, આપણો પ્રતિભાવ એકીકૃત હોવો જોઈએ, અલગ નહીં.

પ્રધાનમંત્રીએ આપત્તિ સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 5મી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું

April 04th, 09:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ICDRI) 2023 પર 5મી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું હતું.

એનપીડીઆરઆરની ત્રીજી બેઠક અને સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર – 2023માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

March 10th, 09:43 pm

સૌ પ્રથમ, હું આપત્તિ સ્થિતિસ્થાપકતા અને આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ સાથીઓને અભિનંદન આપું છું. કારણ કે કામ એવું છે કે ઘણી વખત તમે તમારા જીવને જોખમમાં મૂકીને પણ બીજાના જીવ બચાવવા માટે ખૂબ જ શાનદાર કામ કરો છો. તાજેતરમાં, સમગ્ર વિશ્વએ તુર્કી અને સીરિયામાં ભારતીય ટીમના પ્રયાસોની પ્રશંસા કરી છે અને આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. ભારતે જે રીતે રાહત અને બચાવ સંબંધિત તેના માનવ સંસાધન અને ટેક્નૉલોજિકલ ક્ષમતામાં વધારો કર્યો છે, તેનાથી દેશમાં પણ વિવિધ આપત્તિઓ દરમિયાન પણ ઘણા લોકોનાં જીવન બચાવવામાં મદદ મળી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી સિસ્ટમ વધુ મજબૂત બને, તેને માટે પ્રોત્સાહન મળે અને સમગ્ર દેશમાં તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ પણ ઊભું થાય એ કાર્ય માટે અને એટલે એક વિશેષ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર આજે અહીં બે સંસ્થાઓને આપવામાં આવ્યો છે. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી ચક્રવાતથી લઈને સુનામી સુધીની વિવિધ આપત્તિઓ દરમિયાન ઉત્તમ કામગીરી કરતી આવી છે. એ જ રીતે, મિઝોરમના લુંગલેઈ ફાયર સ્ટેશને જંગલની આગને કાબૂમાં લેવા અથાક મહેનત કરી, સમગ્ર વિસ્તારને બચાવ્યો અને આગને ફેલાતી અટકાવી. હું આ સંસ્થાઓમાં કામ કરતા તમામ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ આપત્તિનું જોખમ ઘટાડવા માટેનાં રાષ્ટ્રીય મંચનાં ત્રીજાં સત્રનું ઉદ્‌ઘાટન કર્યું

March 10th, 04:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (એનપીડીઆરઆર)નાં ત્રીજા સત્રનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્લેટફોર્મનાં ત્રીજા સત્રની મુખ્ય થીમ બદલાતી આબોહવામાં સ્થાનિક સ્થિતિસ્થાપકતાનું નિર્માણ છે.

પ્રધાનમંત્રીએ તુર્કી અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ એનડીઆરએફના જવાનો સાથે વાતચીત કરી એનો મૂળપાઠ

February 20th, 06:20 pm

તમે માનવતા માટે એક મહાન કાર્ય કરીને પાછા ફર્યા છો. ઓપરેશન દોસ્ત સાથે સંકળાયેલી આખી ટીમ, પછી તે એનડીઆરએફ હોય, એરફોર્સ હોય કે આપણી અન્ય સેવાઓના સાથી હોય, સૌએ બહુ જ સરસ કાર્ય કર્યું છે અને ત્યાં સુધી કે આપણા મૂક દોસ્તો, ડોગ સ્ક્વૉડના સભ્યોએ પણ અદ્‌ભૂત ક્ષમતા દર્શાવી છે. દેશને તમારા બધા પર ખૂબ ગર્વ છે.

પ્રધાનમંત્રીએ તુર્કિયે અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ એનડીઆરએફના જવાનો સાથે વાતચીત કરી

February 20th, 06:00 pm

પ્રધાનમંત્રીએ ભૂકંપગ્રસ્ત તુર્કિયે અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ સીરિયામાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

February 06th, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીરિયામાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું છે કે અમે સીરિયાના લોકોના દુઃખમાં સહભાગી છીએ અને આ મુશ્કેલ સમયમાં મદદ અને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.