પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 11:30 am
આજે, જ્યારે આપણો દેશ વિકસિત ભારતનાં સંકલ્પને પ્રાપ્ત કરવામાં રોકાયેલ છે, ત્યારે આપણને નેતાજી સુભાષના જીવનમાંથી સતત પ્રેરણા મળે છે. નેતાજીના જીવનનું સૌથી મોટું લક્ષ્ય આઝાદ હિંદ હતું. પોતાના સંકલ્પને પ્રાપ્ત કરવા માટે, તેમણે ફક્ત એક જ માપદંડ પર પોતાના નિર્ણયની ચકાસણી કરી - આઝાદ હિંદ. નેતાજીનો જન્મ એક શ્રીમંત પરિવારમાં થયો હતો, તેમણે સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી હતી. જો તેઓ ઇચ્છતા હોત તો બ્રિટિશ શાસનમાં વરિષ્ઠ અધિકારી બનીને આરામદાયક જીવન જીવી શક્યા હોત, પરંતુ તેમણે સ્વતંત્રતા માટે કષ્ટો પસંદ કરી, પડકારો પસંદ કર્યા, દેશ-વિદેશમાં ભટકવાનું પસંદ કર્યું, નેતાજી સુભાષ કમ્ફર્ટ ઝોનથી બંધાયેલા નહોતા. તેવી જ રીતે, આજે આપણે બધાએ વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. આપણે પોતાને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ બનાવવું પડશે, આપણે શ્રેષ્ઠતા પસંદ કરવી પડશે, આપણે કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
January 23rd, 11:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી જેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે પ્રસંગે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝને આજે તેમની જન્મ જયંતી પર સંપૂર્ણ દેશ આદરપૂર્વક યાદ કરી રહ્યો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે પરાક્રમ દિવસની ભવ્ય ઉજવણી ઓડિશામાં તેમના જન્મસ્થળમાં થઈ રહી છે. તેમણે આ પ્રસંગે ઓડિશાનાં લોકોને અને સરકારને અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નેતાજીનાં જીવનનાં વારસા પર આધારિત એક મોટું પ્રદર્શન ઓડિશાનાં કટકમાં યોજાયું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અનેક કલાકારોએ નેતાજીનાં જીવન સાથે જોડાયેલી ઘટનાઓને કેનવાસ પર દર્શાવી છે. તેમણે કહ્યું કે નેતાજી પર આધારિત ઘણા પુસ્તકો પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નેતાજીની જીવનયાત્રાનાં આ તમામ વારસાઓ મારા યુવા ભારતને નવી ઊર્જા પ્રદાન કરશે.સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
July 31st, 11:02 am
શ્રેયા ગુપ્તા: જય હિન્દ શ્રીમાન! હું શ્રેયા ગુપ્તા ભારતીય પોલીસ સેવાના 2019 બૅચની પ્રોબેશનર અધિકારી છું. હું મૂળ દિલ્હીની છું અને મને તમિલનાડુ કૅડર ફાળવવામાં આવી છે. મહોદય, સર્વ પ્રથમ પ્રશિક્ષિત અધિકારીઓની સાથે સંવાદના આ કાર્યક્રમમાં હું આપની ગરિમામય ઉપસ્થિતિ માટે આપને અભિનંદન પાઠવું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. આ સંવાદ કાર્યક્રમને આગળ વધારતા હું મારા સાથી શ્રી અનુજ પાલીવાલને આમંત્રિત કરું છું કે તેઓ પોતાનો પરિચય આપીને આપ સાથે સંવાદ શરૂ કરે.સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને પ્રધાનમંત્રીએ આપેલા પ્રવચનનો મૂળપાઠ
July 31st, 11:01 am
તમારા બધા સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. દર વર્ષે મારો આ પ્રયાસ રહે છે કે તમારા જેવા યુવાન સાથીઓ સાથે વાતચીત કરું, તમારા વિચારોને સતત જાણતો રહું. તમારી વાતો, તમારા પ્રશ્નો, તમારી ઉત્સુકતા મને પણ ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીત
July 31st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમ્યાન પ્રોબેશનર્સ સાથે વાતચીત પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.લોકો વચ્ચે રહીને મને ખૂબ તાકાત મળે છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
July 03rd, 12:41 pm
હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકારનું ધ્યાન વિકાસ અને સુશાસન પર છે. તેમણે કહ્યું હતું કે અર્થશાસ્ત્ર, સુરક્ષા, સામાજીક ન્યાય, વિદેશનીતિ જેવા વિવિધ પરિમાણો પર તમની સરકારે ખૂબ સારો દેખાવ કર્યો છે.અમે રાજકારણ પહેલાની બદલે ‘ઇન્ડિયા ફર્સ્ટ’ અંગે વિચારીએ છીએ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
July 01st, 10:15 am
એક ઇન્ટરવ્યુમાં, વડાપ્રધાન મોદીએ કહ્યું કે GST એવી જટીલ નીતિ ન હતી જેટલી તેના ટીકાકારો તેને બતાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે સરકારે લગભગ ચારસો ગ્રુપ સમાન પર કરમાં ઘટાડો કર્યો છે, જેમાંથી દોઢસો ગ્રુપના સામાનો પર શૂન્ય ટકા કરનો દર છે.