સ્વામિ આત્માસ્થાનંદજીના અવસાન પર શોક પ્રગટ કરતા વડાપ્રધાન
June 18th, 08:21 pm
સ્વામિ આત્માસ્થાનંદજીનું અવસાન એ મારા માટે અંગત નુકસાન છે. હું મારા જીવનના અતિ મહત્ત્વના કાળે એમની સાથે રહ્યો હતો. સ્વામિ આત્માસ્થાનંદજીને પુષ્કળ જ્ઞાન અને વિદ્વતાનાં આશિર્વાદ મળ્યા હતા. પેઢીઓ સુધી તેમનું અનુકરણીય વ્યક્તિત્વ યાદ રાખવામાં આવશે. હું જ્યારે પણ કોલકાતા જતો, હું સ્વામિ આત્માસ્થાનંદજીના આશિર્વાદ લેવાનું ચૂકતો નહતો.” – વડાપ્રધાન નરેન્દ્ર મોદી