India is a living land with a vibrant culture: PM Modi at inauguration of Sri Sri Radha Madanmohanji Temple in Navi Mumbai
January 15th, 04:00 pm
PM Modi inaugurated the Sri Sri Radha Madanmohanji Temple, an ISKCON project in Navi Mumbai. “India is an extraordinary and wonderful land, not just a piece of land bound by geographical boundaries, but a living land with a vibrant culture,” the Prime Minister exclaimed. He emphasised that the essence of this culture is spirituality, and to understand India, one must first embrace spirituality.PM Modi inaugurates the Sri Sri Radha Madanmohanji Temple of ISKCON in Navi Mumbai
January 15th, 03:30 pm
PM Modi inaugurated the Sri Sri Radha Madanmohanji Temple, an ISKCON project in Navi Mumbai. “India is an extraordinary and wonderful land, not just a piece of land bound by geographical boundaries, but a living land with a vibrant culture,” the Prime Minister exclaimed. He emphasised that the essence of this culture is spirituality, and to understand India, one must first embrace spirituality.ખજુરાહો, MP ખાતે કેન - બેતવા રિવર લિન્કિંગ નેશનલ પ્રોજેક્ટના શિલાન્યાસ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
December 25th, 01:00 pm
वीरों की धरती ई बुंदेलखंड पै रैवे वारे सबई जनन खों हमाई तरफ़ से हाथ जोर कें राम राम पौचे। મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, કર્મઠ મુખ્યમંત્રી ભાઈ મોહન યાદવજી, કેન્દ્રીય મંત્રી ભાઈ શિવરાજ સિંહજી, વીરેન્દ્ર કુમારજી, સીઆર પાટીલજી, નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવરાજી, રાજેન્દ્ર શુક્લાજી, અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો, આદરણીય સંતો અને મધ્ય પ્રદેશના મારા પ્રિય ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ખજુરાહોમાં કેન-બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કર્યો
December 25th, 12:30 pm
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતીનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશનાં ખજુરાહોમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ ભારત અને વિશ્વના ખ્રિસ્તી સમુદાયનાં લોકોને નાતાલની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના નેતૃત્વ હેઠળની સરકારે તેની સ્થાપનાનું એક વર્ષ પૂર્ણ કર્યું છે એ બાબતને યાદ કરીને શ્રી મોદીએ આ માટે મધ્ય પ્રદેશના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં હજારો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના નવા માળખાગત પ્રોજેક્ટ્સના અમલીકરણની સાથે વિકાસલક્ષી કાર્યોએ વેગ પકડ્યો છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે કેન-બેતવા નદીને જોડતી ઐતિહાસિક પરિયોજના, દૌધન બંધ અને ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ – સાંસદનાં પ્રથમ સૌર ઊર્જા પ્લાન્ટ – માટે શિલારોપણ કરવામાં આવ્યું હતું. તેમણે આ માટે મધ્ય પ્રદેશની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.પ્રયાગરાજમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
December 13th, 02:10 pm
હું પ્રયાગરાજમાં સંગમની આ પવિત્ર ભૂમિને શ્રદ્ધાપૂર્વક નમન કરૂં છું. મહા કુંભમાં ભાગ લેનાર તમામ સંતો અને ઋષિઓને પણ હું વંદન કરું છું. હું ખાસ કરીને કર્મચારીઓ, મજૂરો અને સફાઈ કામદારોને અભિનંદન આપું છું જેઓ મહા કુંભને સફળ બનાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. વિશ્વમાં આટલો મોટો પ્રસંગ, દરરોજ લાખો શ્રદ્ધાળુઓનું સ્વાગત અને સેવા કરવાની તૈયારીઓ, સતત 45 દિવસ સુધી ચાલતો મહાયજ્ઞ, એક નવા શહેરની સ્થાપનાનું ભવ્ય અભિયાન, પ્રયાગરાજની આ ધરતી પર એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. આવતા વર્ષે મહા કુંભનું આયોજન દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને નવા શિખરે સ્થાપિત કરશે. અને હું આ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહું છું, હું આ ખૂબ જ આદર સાથે કહું છું, જો મારે આ મહાકુંભનું એક વાક્યમાં વર્ણન કરવું હોય તો હું કહીશ કે આ એકતાનો આટલો મોટો યજ્ઞ હશે, જેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે. આ પ્રસંગની ભવ્ય અને દિવ્ય સફળતા માટે હું તમને શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો
December 13th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો હતો. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સંગમની પાવન ભૂમિ પ્રયાગરાજની ભક્તિને નમન કર્યા હતા અને મહાકુંભમાં ભાગ લેનારા સંતો અને સાધુઓને આદરાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ પોતાની મહેનત અને સમર્પણથી મહાકુંભને ભવ્ય સફળતા અપાવનારા કર્મચારીઓ, શ્રમિકો અને સફાઈ કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ મહાકુંભની ભવ્યતા અને વિસ્તાર પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, આ મહાકુંભ દુનિયામાં સૌથી મોટો મેળો છે, જ્યાં 45 દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞ માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવામાં આવે છે. આ પ્રસંગે એક સંપૂર્ણ નવું શહેર ઊભું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રયાગરાજની ભૂમિ પર એક નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી વર્ષે મહાકુંભનું આયોજન રાષ્ટ્રની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખને નવા શિખરો પર લઈ જશે અને તેમણે કહ્યું હતું કે, એકતાના આ પ્રકારના 'મહાયજ્ઞ'ની ચર્ચા સમગ્ર વિશ્વમાં થશે. તેમણે મહાકુંભના સફળ આયોજન માટે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.રાજસ્થાનના ચિત્તોડગઢમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 02nd, 11:58 am
આજે આદરણીય બાપુ અને આપણા બધા માટે પ્રેરણાના સ્ત્રોત એવા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી છે. ગઈકાલે 1લી ઓક્ટોબરે રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં સ્વચ્છતાને લઈને એક મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વચ્છતા અભિયાનને જન આંદોલન બનાવવા માટે હું તમામ દેશવાસીઓનો આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ચિત્તોડગઢમાં આશરે રૂ. 7,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું શિલારોપાણ કર્યું અને દેશને અર્પણ કર્યા
October 02nd, 11:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ચિત્તોડગઢમાં આશરે રૂ. 7,000 કરોડના મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ કે પ્રકલ્પનું શિલારોપાણ કર્યું હતું અને દેશને અર્પણ કર્યા હતા. આ પ્રકલ્પોમાં મહેસાણા – ભટિન્ડા – ગુરદાસપુર ગેસ પાઇપલાઇન, આબુ રોડ પર એચપીસીએલ (હિંદુસ્તાન પેટ્રોલિયમ નિગમ લિમિટેડ)નો એલપીજી પ્લાન્ટ, આઇઓસીએલ (ભારતીય ઓઇલ નિગમ લિમિટેડ)ના અજમેર બોટલિંગ પ્લાન્ટની સંગ્રહક્ષમતામાં વધારો, રેલવે અને માર્ગ સાથે સંબંધિત પ્રકલ્પો, નાથદ્વારામાં પ્રવાસનલક્ષી સુવિધાઓ અને કોટામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું કાયમી સંકુલ સામેલ છે.પ્રધાનમંત્રી શ્રી 2 ઓક્ટોબરનાં રોજ ચિત્તોડગઢ અને ગ્વાલિયરની મુલાકાત લેશે
October 01st, 11:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર, 2023ના રોજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે રાજસ્થાનનાં ચિત્તોડગઢમાં આશરે રૂ. 7,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે અને ખાતમુહૂર્ત કરશે. લગભગ 3:30 વાગ્યે પ્રધાનમંત્રી ગ્વાલિયર પહોંચશે, જ્યાં તેઓ આશરે 19,260 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી પહેલોનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે.