PM મોદીની દ્રષ્ટિની પ્રશંસા કરતા સ્વામી અવધેશાનંદ અને MPના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
May 15th, 04:08 pm
આજે નર્મદા સેવા યાત્રા પ્રસંગે સ્વામી અવધેશાનંદ અને MPના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારતના વિકાસની PM નરેન્દ્ર મોદીની દ્રષ્ટિની પ્રસંશા કરી હતી અને જણાવ્યું હતું કે તેમના દ્વારા શરુ કરાયેલી પહેલ દેશમાં પરિવર્તન લાવશે.નર્મદા નદીના સંરક્ષણનો યજ્ઞ શરુ થઇ ચુક્યો છે: PM મોદી
May 15th, 02:39 pm
અમરકંટક ખાતે એક સભાને સંબોધિત કરતા, PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નર્મદા સેવા યાત્રા એ ઇતિહાસમાં એક અનોખું પગલું છે. તેમણે કહ્યું કે નર્મદા નદીના સંરક્ષણનો યજ્ઞ શરુ થઇ ચુક્યો છે. સ્વચ્છ ભારત મિશનના વિસ્તરણ બાબતે બોલતા, PMએ જણાવ્યું કે સ્વચ્છતા અભિયાનની સફળતા સરકારોને લીધે નહીં પરંતુ લોકોના પ્રયાસોને લીધે છે.મધ્ય પ્રદેશમાં નર્મદા સેવા યાત્રા ના સમાપન સમારોહને સંબોધતા PM
May 15th, 02:36 pm
નર્મદા સેવા યાત્રાના સમાપન સમારંભને સંબોધતા PM મોદીએ જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં આ એક અનોખું જન આંદોલન હતું. તેમણે મધ્ય પ્રદેશ સરકારને નર્મદા નદી જે ભયસ્થાનોનો સામનો કરી રહી છે તે જાણવા માટે અને તેની સુરક્ષા માટે કાર્ય કરવા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે લોકોને પણ 2022 સુધીમાં જ્યારે દેશ પોતાની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે ત્યારે વિકાસનું નવું મોડલ શોધવા માટે વિનંતી કરી હતી.ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઉભરી આવતું ઇન્દોર
May 04th, 03:41 pm
434 નાના-મોટા શહેરોમાં સંચાલિત કરવામાં આવેલા સ્વચ્છ સર્વેક્ષણ-2017માં ઇન્દોર ભારતનું સૌથી સ્વચ્છ શહેર તરીકે ઉભરી આવ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ-2017નો હેતુ હાલમાં ચાલી રહેલા શહેરી વિસ્તારોમે ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવાના પ્રયાસો તેમજ ઘેરઘેર જઈને કચરાને એકઠો કરવાનો, તેના પર પ્રકિયા કરવાનો તેમજ મ્યુનીસીપલ ઘન કચરાના નિકાલના પ્રયાસોનો ખ્યાલ મેળવવાનો છે.