પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ પૂર્ણ થવા પર પ્રશંસા કરી
October 02nd, 09:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ પૂરા થયાની પ્રશંસા કરી છે, જે ભારતને સ્વચ્છ બનાવવા અને યોગ્ય સ્વચ્છતા સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટેનો એક મહત્વપૂર્ણ સામૂહિક પ્રયાસ છે.સ્વચ્છ ભારત મિશનના શુભારંભના 10 વર્ષ પૂરા થવા પર, પ્રધાનમંત્રી 2 ઓક્ટોબરે સ્વચ્છ ભારત દિવસ 2024માં ભાગ લેશે
September 30th, 08:59 pm
સ્વચ્છતા માટેના સૌથી મહત્વપૂર્ણ જન આંદોલોમાંથી એક - સ્વચ્છ ભારત મિશન – ના શુભારંભના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે 155મી ગાંધી જયંતિના અવસરે સવારે લગભગ 10 વાગ્યે, વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે.સ્વચ્છ ભારત દિવસ 2019ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 02nd, 08:04 pm
હું આજે મારી વાતનો પ્રારંભ કરતા પહેલા સાબરમતીના આ તટ પર અહિં ઉપસ્થિત તમામ સરપંચોના માધ્યમથી દેશના તમામ સરપંચો, નગર પાલિકા, મહાનગરપાલિકાના તમામ સંચાલકો, ભગિની સંસ્થાઓ; આપ સૌએ પાંચ વર્ષ સતત જે અવિરત પુરુષાર્થ કર્યો છે, જે સમર્પણ ભાવથી મહેનત કરી છે, જે ત્યાગ ભાવનાથી પૂજ્ય બાપુનું સપનું સાકાર કર્યું છે; માટે આજે હું મારી વાત શરુ કરતા પહેલા આપ સૌને આદરપૂર્વક નમન કરવા માગું છું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત દિવસ 2019નો પ્રારંભ કરાવ્યો
October 02nd, 08:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સ્વચ્છ ભારત દિવસ 2019નો પ્રારંભ કરાવ્યો. તેમણે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના સ્મૃતિચિહ્ન સ્વરૂપે ટપાલ ટીકીટ અને ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું. તેમણે વિજેતાઓને સ્વચ્છ ભારત પુરસ્કાર પણ એનાયત કર્યા. આ અગાઉ દિવસ દરમિયાન તેમણે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે મગન નિવાસ (ચરખા ગેલેરી)ની પણ મુલાકાત લીધી અને ત્યાં બાળકો સાથે વાતચીત કરી.