મધ્ય પ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 06th, 12:31 pm
સ્વામિત્વ યોજનાથી જે આત્મવિશ્વાસ, જે ભરોસો ગામડાંમાં આવ્યો છે, તે લાભાર્થીઓ સાથેની વાતચીતમાં પણ ચોખ્ખે ચોખ્ખો વર્તાઈ આવે છે. અને આજે હું અહીં જોઈ રહ્યો છું કે તમે મને વાંસની ખુરશીઓ તો દેખાડી પણ મારી નજર તો દૂર દૂર સુધી જનતા જનાર્દનમાં તેમનામાં ઉત્સાહ છે અને ઉમંગ છે, તેની ઉપર ટકેલી છે. જનતા જનાર્દનનો આટલો પ્રેમ, આટલા આશીર્વાદ મળી રહ્યા છે. તેમનું કેટલું ભલુ થયું હશે તેનો હું સારી રીતે અંદાજ બાંધી શકું છું. આ યોજના કેટલી તાકાત બનીને ઉભરી રહી છે તેનો અનુભવ મને જે સાથીઓ સાથે વાત કરવાની તક મળી તેમણે વિગતે બતાવ્યો છે. સ્વામિત્વ યોજના પછી લોકોને બેંકોમાંથી ધિરાણ મળવું વધુ આસાન બન્યું છે.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
October 06th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે યોજના અંતર્ગત 1,71,000 લાભાર્થીઓને ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગ દરમિયાન કેન્દ્રિય મંત્રીઓ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, સંસદસભ્યો અને ધારાસભ્યો, લાભાર્થીઓ, ગામડાં, જિલ્લા અને રાજ્યસ્તરના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 27th, 10:35 am
હજુ હમણાં હું પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના તમામ લાભાર્થીઓ સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે મને અનુભવ થયો કે બધા લોકોના મનમાં એક આનંદ છે અને એક અચરજ પણ છે. અગાઉ તો ધંધા- વ્યવસાય ધરાવતા લોકોને જ ધિરાણ મેળવવા માટે બેંકમાં આંટા મારવા પડતા હતા. ગરીબ માણસ અને તેમાં પણ લારી- ફેરીવાળા લોકો તો બેંકની અંદર જવાનો વિચાર સુધ્ધાં પણ કરી શકતા ન હતા. પણ હવે બેંકો પોતે ચાલીને સામે આવી રહી છે. કોઈ પણ પ્રકારની દોડધામ વગર પોતાનુ કામ શરૂ કરવા માટે ધિરાણ મળી રહ્યાં છે. આજે તમારા સૌના ચહેરા ઉપર આનંદ જોઈને મને પણ સંતોષ થઈ રહ્યો છે કે તમને સૌને તમારા કામ માટે આત્મનિર્ભર થઈને આગળ ધપવવા માટે તથા ઉત્તર પ્રદેશ અને દેશને આગળ ધપાવવા માટે હું તમને ખૂબ-ખૂબ શુભકામના પાઠવુ છું. અને, જ્યારે આજે હું તમારી સાથે વાત કરી રહ્યો હતો.PM Modi interacts with beneficiaries of PM SVANidhi Scheme from Uttar Pradesh
October 27th, 10:34 am
PM Narendra Modi interacted with beneficiaries of PM SVANIDHI Yojana from Uttar Pradesh through video conferencing. The Prime Minister said for the first time since independence street vendors are getting unsecured affordable loans. He said the maximum applications of urban street vendors have come from UP.પ્રધાનમંત્રી 27 ઓક્ટોબરના રોજ ઉત્તરપ્રદેશના પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
October 25th, 01:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યે ઉત્તર પ્રદેશના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.પ્રધાનમંત્રી 9 સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે ‘સ્વનિધિ સંવાદ’ કરશે
September 08th, 02:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બર, 2020ના રોજ મધ્યપ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે ‘સ્વનિધિ સંવાદ’ કરશે.